હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રણ સગીરો સાથે મળી વિશાલ અને હેતએ ચાર એક્ટીવા ચોર્યાઃ ડીસીબીએ દબોચ્યા
કૃષ્ણદેવસિંહ ઝાલા, હસમુખભાઇ સબાડ, મોહિલરાજસિંહ ગોહિલ, મયુધ્વજસિંહ જાડેજાની બાતમીથી પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૫: વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવાની વધુ એક કામગીરી ક્રાઇમ બ્રાંચની ટીમે કરી છે. બે શખ્સો વિશાલ ભૂપતભાઇ આટકોટીયા (ઉ.વ.૨૧-રહે. વાલકેશ્વર-૬, હસનવાડી રોડ, ત્રિશુલ ચોક) અને હેત નિમેષભાઇ પિત્રોડા (ઉ.વ.૧૯-રહે. વૃંદાવન સોસાયટી-૪, અંકુરનગર રોડ, ૧૫૦ રીંગ રોડ)ને એક ચોરાઉ એક્ટીવા સાથે સકંજામાં લઇ વિશેષ પુછતાછ કરતાં ત્રણ સગીરોની સાથે મળી આ ત્રણેયએ મોજશોખ માટે કુલ ચાર એક્ટીવા ચોરી કર્યાનું કબુલતાં ચારેય વાહનો કબ્જે કરાયા છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હસમુખભાઇ સબાડ, મોહિલરાજસિંહ ગોહિલ, મયુરધ્વજસિંહ જાડેજાને બાતમી મળતા એક વાહન સાથે વિશાલ અને હેતને પકડી લીધા હતાં. વિશેષ પુછતાછમાં તેણે કબુલ્યું હતું કે એક સગીર સાથે મળી કુલ ચાર એક્ટીવા ચોરી કર્યા છે. આ ચારેય વાહનો રૂા. ૮૬ હજારના ડીસીબીની ટીમે કબ્જે કર્યા છે. આ અંગે માલવીયાનગર અને તાલુકા પોલીસમાં બબ્બે ગુના નોંધાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની સુચનાથી પીએસઆઇ એ. એન. પરમાર, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, મોહિલરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, અર્જુનભાઇ ડાંગર, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.










