<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ભાભીને પાણીની મોટર બંધ કરવાનું ભાભીને કહેતાં ડખ્‍ખોઃ શૈલેષભાઇ પર મોટા ભાઇ, બે ભત્રીજા તલવારથી તૂટી પડયા

કાલાવડ રોડ રૂરલ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટર પાછળ નિલકંઠ પાર્કમાં સગા ભાઇઓ વચ્‍ચે બબાલ : પહેલા ઢીકા પાટુ માર્યા પછી ભત્રીજાએ માતાજીના મઢમાંથી તલવાર લાવી ઘા કર્યાઃ માથે જતાં ખૂનની ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે અરૂણભાઇ, સજ્જનબેન અને તેમના બે દિકરા અનિલ-મનિષ સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: શહેરના કાલાવડ રોડ પર રૂરલ હાઉસીંગ બોર્ડ પાછળ નિલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતાં પ્રોૈઢે    એક જ ફળીયામાં અલગ રહેતાં ભાભીને પાણીનો ટાંકો ફુલ થઇ ગયો હોઇ છતાં તેમણે સ્‍વીચ ચાલુ કરતાં પ્રોૈઢે મોટર બળી જશે, દર વખતે મોટર બગડે તો તમે ખર્ચો આપતા નથી, અમારે ખર્ચો કરવો પડે છે તેમ કહતાં ભાભીએ બોલાચાલી ગાળાગાળી કર્યા બાદ મોટા ભાઇ, બે ભત્રીજાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તલવારથી ઇજા પહોંચાડતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભત્રીજો ઘરમાં માતાજીના મંઢમાં રાખેલી તલવાર લાવી તૂટી પડયો હતો. તેમજ મારી નાંખવાની ધમકી પણ દીધી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ નિલકંઠ પાર્ક સોસાયટી રૂરલ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટર ઇ-૧/૧૨માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં શૈલેષભાઇ દેવકરણભાઇ મેમણીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેમના જ મોટા ભાઇ અરૂણભાઇ દેવકરણભાઇ મેમણીયા, ભાભી સજ્જનબેન અરૂણભાઇ મેમણીયા, ભત્રીજાઓ અનિલ અરૂણભાઇ મેમણીયા અને મનિષ અરૂણભાઇ મેમણીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ શૈલેષભાઈ અને તેમના મોટાભાઈ અરૂણભાઈ એક જ મકાનમાં અલગ-અલગ રહે છે અને બંને પરિવારનું સબમર્સિબલ પંપનું કનેક્‍શન એક જ છે, જેની સ્‍વીચ શૈલેષભાઈના ઘરમાં છે. સવારે પાણીની ટાંકી ફૂલ થઈ ગઈ હોવા છતાં ભાભી સજ્જનબેને મોટરની સ્‍વીચ ચાલુ કરતાં શૈલેષભાઈએ ટાંકી ભરાઈ ગઈ છે, મોટર બળી જશે તેમ કહી સ્‍વીચ ચાલુ કરવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્‍કેરાઈને ભાભીએ ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને ફોન કરીને પોતાના પતિ અરૂણભાઈ તથા પુત્રો અનિલ અને મનીષને બોલાવી લીધા હતા.

બાદમાં તમામ લોકો એકઠા થઈને શૈલેષભાઈ તથા તેમના પુત્ર હરેશભાઈ પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કર્યુ હતું. આ દરમિયાન ભત્રીજા અનિલે ઘરમાં પડેલી તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. શૈલેષભાઈએ બચાવવા માટે હાથથી તલવાર પકડી લેતા તેમના ડાબા હાથની હથેળીમાં લોહી નીકળ્‍યું હતું. ત્‍યારબાદ  ફરી તલવારનો ઘા મારતાં જમણા પગના સાથળના ભાગે મારી દઇ ઇજા પહોંચાડી હતી. દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે ભત્રીજાઓ અનિલ અને મનિષે હવે પછી તને જાનથી મારી નાંખશું તેવી ધમકી દીધી હતી. બાદમાં દિકરા જયેશભાઇએ આવી જતાં તેણે ૧૦૮ બોલવી શૈલેષભાઇને હોસ્‍પિટલે ખસેડતાં હેડકોન્‍સ. જે. એન. લાઠીયાએ ગુનો નોંધ્‍યો હતો.

 

(2:29 PM IST)