<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

૧૦ હજારની લાલચમાં બેંક ખાતુ ભાડે આપ્‍યું: રૂા.૩૪.૬૬ લાખના ટ્રાન્‍જેક્‍શન

રિક્ષાચાલક સતિષ અને તેના મિત્રો હરપાલ ઉર્ફે હંસ ડોડીયા, યશપાલ અને લાલજી ઉર્ફે લાલ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૨૫: સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં સાયબર ચીટિંગ અને નાણાકીય હેરાફેરી અંગે વધુ એક ગુનો નોંધાયો છે. ઓપરેશન મ્‍યુલ હંટ- ૨.૦ તથા સમન્‍વય પોર્ટલ મારફતે પ્રાપ્‍ત થયેલી વિગતોના આધારે હાથ ધરાયેલી ઊંડાણપુર્વકની તપાસમાં રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંકની મહીલા બ્રાન્‍ચના બેંક એકાઉન્‍ટ્‍સનો ઉપયોગ દેશવ્‍યાપી સાયબર ફ્રોડના નાણાં છુપાવવા માટે થતો હોવાનું ખુલતાં ત્રણ શખ્‍સો સામે ગુનો દાખલ કરાયો છે.

આ માલે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. જયપાલસિંહ એચ. સોલંકીની ફરિયાદ પરથી  સતીષ દિનેશભાઈ સુરાણી (ઉ.વ.૩૪, રહે. ૭૭-બી રાજનગર-૨, નાના મવા રોડ માયાણીના ક્‍વાર્ટર), હરપાલ સંજયભાઇ ડોડીયા ઉર્ફે હંસ ડોડીયા (રહે. રામનાથ કૃપા રાજનગર-૫ નાના મવા રોડ) અને યશપાલ મજબુતસિંહ જાડેજા  (રહે. પીજીવીસીએલ સોસાયટી પાછળ કૃષ્‍ણનગર લક્ષ્મીનગર) તથા લાલજી ઉર્ફે લાલ છગનભાઇ પાટોરીયા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ સતિષ રિક્ષાચાલક છે. તેણે મુખ્‍ય સુત્રધારો હરપાલ ડોડીયા ઉર્ફે હંસ ડોડીયા અને યશપાલસિંહ જાડેજાના સંપર્કમાં આવીને પોતાના નામે બેંક ખાતું ખોલાવ્‍યું હતું. આ બેંક એકાઉન્‍ટ ખોલાવવા બદલ તેને તુરંત રૂા. ૩,૦૦૦નું કમિશન આપવામાં આવ્‍યું હતું, જ્‍યારે બેંક એકાઉન્‍ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવા દેવા બદલ દર મહિને ૧૦,૦૦૦નું ભાડું ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી.

સમન્‍વય પોર્ટલના ડેટા એનાલિસિસ મુજબ, માર્ચ ૨૦૨૬થી મે ૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં જ આ શંકાસ્‍પદ બેંક ખાતામાં કુલ રૂા. ૩૪,૬૬,૯૫૨ જેટલી માતબર રકમનું ટ્રાન્‍ઝેક્‍શન થયું હતું. તે પૈકી ચંડીગઢ, દિલ્‍હી, કર્ણાટક અને રાજસ્‍થાની સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકો પાસેથી ઠગાઈ કરીને મેળવેલા રૂા. ૧૧,૨૦,૦૯૪ આ એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હોવાનું ખુલ્‍યું હતું. ખાતામાં જમા થતી રકમ સાયબર ફ્રોડ અને ચોરીની હોવાની સ્‍પષ્ટ જાણ હોવા છતાં માત્ર આર્થિક લાભ ખાતર ગુનાહિત પ્રવળત્તિમાં ભાગીદાર બનવા બદલ પોલીસે ત્રણેય આરોપીઆ સતીષ સુરાણી, હરપાલ ડોડીયા અને યશપાલસિંહ જાડેજાラસામે  ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને નાણાકીય નેટવર્કની તપાસ પીએસઆઇ એમ. એ. ઝાલાએ હાથ ધરી છે.

(2:32 PM IST)