હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરની ૫૪ મીલકતોને ‘એનિમી પ્રોપર્ટી' માંથી રદ કરવા કલેકટરની મુંબઇમાં દરખાસ્ત
તમામ મીલ્કતો હવે ‘હિજરતી' ગણાશેઃ કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઇ ખાતે વિગતો મોકલી દેતુ તંત્રઃ બાકીની મીલકતોની હરરાજી અંગે હવે નિર્ણય

રાજકોટ, તા.૨૫: રાજકોટ જિલ્લામાં આવેલીએનિમી પ્રોપર્ટીના ચોક્કસ સર્વે અને નિરીક્ષણ બાદ જિલ્લા કલેક્ટરએ ઓમ પ્રકાશ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં નોંધાયેલી કુલ ૧૩૯ એનિમી પ્રોપર્ટીમાંથી ૫૪ જેટલી મિલકતોને આ યાદીમાંથી મુક્ત કરવા માટેની સત્તાવાર દરખાસ્ત મુંબઈ સ્થિત કસ્ટોડિયન ઓફિસને મોકલી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા ૧૯૬૫ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન કે અન્ય દુશ્મન દેશમાં સ્થાયી થયા છે, તેમની ભારતમાં રહેલી મિલકતોને ‘‘એનિમી પ્રોપટ'' જાહેર કરી તેનો કબ્જો ‘‘કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી'' હેઠળ લેવામાં આવ્યો છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવી ૧૩૯ મિલકતોનો સર્વે થોડા દિવસો પૂર્ણ કરવામાં આવ્યો હતો અને કુલ નોંધાયેલી મિલકતોમાંથી ૫૪ મિલકતો એનિમી પ્રોપર્ટી ન હોવાનું ખુલ્યું હતું અને હવે આ તમામ મિલકતોને હીજરતી ગણવા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું કલેક્ટર તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કલેકટર કચેરીના ટોચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ટોટલ ૧૩૯ મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છે. સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. પરંતુ હવે તેમાંથી ૫૪ જેટલી પ્રોપર્ટીઓ એનિમી પ્રોપર્ટી ન હોવાનું સામે આવ્યું છે અને આ ૫૪ હિજરતી મિલકતો હોવાનું સામે આવતા હવે તંત્ર દ્વારા મુંબઈ ખાતે કસ્ટોડિયન ઓફ ઇન્ડિયા ઓફિસ ખાતે કલેકટર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.ડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર ૪૪,ઉપલેટા ૧૨,પડધરી ૪,ધોરાજી ૩,ગોંડલ ૨,કોટડા સાંગાણી ૧ સહિત ની પ્રોપર્ટી નો સર્વેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પ્રોસેસ કેસ પ્રોપર્ટી (૭૩) જેતપુર ૫૯,ગોંડલ ૭,જસદણ ૪,રાજકોટ શહેર ૨,કોટડા સાંગાણી ૧ સહિતની મોટાભાગની મિલકતો ખેતીની જમીન, રહેણાંક અને વ્યવસાયિક પ્રકારની છે. જેમાંથી ૫૪ જેટલી પ્રોપર્ટીઓ હવે એનિમી પ્રોપર્ટી ન આવવાનો સામે આવ્યો છે, અને આ તમામ મીલકતો જેતપૂર ક્ષેત્રની હોવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.










