હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અનેક પ્રકારની શિષ્યવૃતિની રકમ લાંબા સમયથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થઇ નથીઃ ABVPના દેખાવો-ધરણા
ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદનઃ નબળા વર્ગના પરિવારો ભારે લાચાર

રાજકોટ, તા. રપઃ ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તથા અન્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવળત્તિ યોજનાઓ હેઠળ ઓનલાઇન અરજીઓ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ હેઠળ આવતી સીએમએસએસ, પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવળત્તિ તેમજ સમાજ કલ્યાણ વિભાગની વિવિધ શિષ્યવળત્તિની રકમ લાંબા સમયથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ નથી.જેને લઇ એબીવીપી દ્વારા આજે કલેકટર કચેરી ખાતે સુત્રોચાર કરી કલેકટર ડો.ઓમપ્રકાશને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા. ઘણી અરજીઓ લાંબા સમયથી પેન્ડિગ, વેરિફિકેશન અથવા પેમેન્ટ સ્થિતિમાં અટકેલી છે. આ ઉપરાંત બેંક ખાતાની સમસ્યાઓ ડીબીટી, આધારલિંક, ઇન્સ્ટિટયૂટ વેરિફિકેશન કે અન્ય ટેકનિકલ/વહીવટી કારણોસર ચૂકવણી અટકેલી હોવાનું સામે આવ્યું છે.
શિષ્યવળત્તિ ન મળવાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ પૂરા કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ કાર્યવાહી કરવામાં આવે, બાકી રહેલી સ્કોલરશિપની રકમ તાત્કાલિક ધોરણે જમા કરાવવામાં આવે અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે










