હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટનો લોકમેળો ઍટલે કાનુડાના જન્મને વધાવતો લોક મહોત્સવ..
સોૈરાષ્ટ્રભરમાંથી લાખો લોકો ઉમટી પડશેઃ મેળો માણવાનો ભાવ અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો હરખ કયારેય નહિ બદલાય!!

રાજકોટ, તા.૨૫ સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ! અને રાજકોટની ઓળખ એટલે સાતમ-આઠમનો ‘લોકમેળો'. રંગીલા રાજકોટવાસીઓ માટે શ્રી કળષ્ણ જન્માષ્ટમી સામાન્ય તહેવાર નથી, પણ કાનુડાના જન્મને વધાવવાનો લોકમહોત્સવ છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં વર્ષોથી યોજાતો લોકમેળો આપણી ભાતીગળ લોકસંસ્કળતિ, મોજ-મસ્તી અને આસ્થાનું પ્રતીક છે.
આ લોકમેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે જનતા સ્વયં આ મેળાનું નામ પાડે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહયોગથી લોકમેળાનું નામ રાજકોટ જિલ્લાની જનતા પાસેથી મંગાવવામાં આવે છે. લોકો પોતાની કલ્પના અને સંસ્કળતિને જોડીને ઉત્સાહભેર નામો મોકલે છે. માહિતી કચેરી પાસે આવેલા નામોમાંથી લોકમેળા સમિતિએ પસંદ કરેલું એક નામ લોકમેળાની ઓળખ બનીને લોકમુખે ગુંજાવા લાગે છે.
આ નામકરણની પરંપરાને આગળ ધપાવતાં વર્ષ ૨૦૨૬માં લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ - ૨૦૨૬' રાખવામાં આવ્યું છે. આ નામ આપણી સમળદ્ધ લોકસંસ્કળતિ અને ઐતિહાસિક વિરાસતને જાળવીને આધુનિકતા તથા વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે. ત્યારે આ લોકમેળો નાગરિકોમાં પોતાની સાંસ્કળતિક ઓળખ પ્રત્યે ગૌરવની ભાવના ઉજાગર કરશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લાખો સહેલાણીઓ માટે આ મેળો આપણી પ્રાચીન પરંપરા અને આધુનિક પ્રગતિના સુંદર સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહેશે.
વર્ષોની યાદોના પટારામાં ડોકિયું કરીએ તો, મેળાના નામોમાં સમયનો બદલાતો મિજાજ જોવા મળે છે. વર્ષ ૨૦૧૨માં ‘સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી લોકમેળા' યોજીને યુવા ઊર્જાનો સંદેશ અપાયો હતો, તો ૨૦૧૩માં આપણી સંસ્કળતિની ઓળખ આપતો ‘સાંસ્કળતિક લોકમેળો' યોજાયો. ૨૦૧૪માં રાજકોટિયનની મોજ મસ્તી દર્શાવતો ‘જમાવટ લોકમેળો' અને ૨૦૧૫માં કાનુડાની બાળલીલાઓની યાદ અપાવતો ‘ગોરસ લોકમેળો'યોજાયો હતો. એ પછી ૨૦૧૬માં ‘મારો રંગીલો મેળો' અને ૨૦૧૭માં ‘વાઈબ્રન્ટ લોકમેળો'તથા ૨૦૧૮માં‘ગોરસ લોકમેળો' અને ૨૦૧૯માં ‘મલ્હાર લોકમેળા'ની રમઝટ જામી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં કોરોનાના કારણે મેળો યોજાયો ન હતો. ત્યારબાદ ૨૦૨૨માં દેશભક્તિના રંગે રંગાયેલો ‘આઝાદી કા અમળત લોકમેળા' યોજાયો. તે પછી ૨૦૨૩માં આનંદ-ઉલ્લાસથી ભરપૂર ‘રસરંગ લોકમેળા' તથા ૨૦૨૪માં આપણી સનાતન સંસ્કળતિનું ગૌરવગાન કરતો ‘ધરોહર લોકમેળા' યોજાયો હતો. ગત વર્ષે સિંદૂર ઓપરેશન દરમિયાન આપણા દેશના જવાનોની વીરતાને સન્માનિત કરવા ‘શૌર્યનું સિંદૂર લોકમેળો' નામ રાખવામાં આવ્યું હતું.
આમ, લોકમેળાના આ વિવિધ નામો રાજકોટની જીવંતતા અને સંસ્કળતિના સાક્ષી બન્યા છે. આ તમામ નામોએ રાજકોટ વાસીઓ અને મેળામાં આવતા મુલાકાતીઓના હૃદયમાં અનોખી છાપ છોડી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓ તા. ૦૨ સપ્ટેમ્બરથી ૦૬ સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષો બદલાય, નામ બદલાય, પણ રાજકોટવાસીઓનો મેળો માણવાનો ભાવ અને ભગવાન શ્રી કળષ્ણના જન્મને ઉજવવાનો હરખ કયારેય નથી બદલાતો!
રાજકોટ લોકમેળોઃ નામ વિરાસતથી વિકાસ-૨૦૨૬ ૪૪૦૦ એન્ટ્રીમાંથી રાજકોટના અજય કૂકડીયા વિજેતા જાહેર કરાયા
રાજકોટ, તા.૨૫: રાજકોટની રંગીલી પ્રજા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે, તે ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમી મેળાના સત્તાવાર નામની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬' રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને સમિતિના અધ્યક્ષ શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી હતી.
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી ઓનલાઇન સૂચનો મંગાવાયા હતા, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને ૪,૪૦૦થી વધુ સર્જનાત્મક સૂચનો પ્રાપ્ત થયા હતા.
આખરે અજય રતિભાઈ કુકડીયાએ સૂચવેલું નામ ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬' જાહેર કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં રાજકોટના લોકમેળાના આઝાદી કા અમળત, રસરંગ, ધરોહર, શૌર્યનું સિંદૂર જેવા રસપ્રદ નામ રાખવામાં આવ્યા હતા.(૨૩.૧૪)
૨૦૦૭થી અત્યાર સુધીમાં લોકમેળાના નામો
વર્ષ લોકમેળાનુ નામ
૨૦૦૭ રંગીલો લોકમેળો
૨૦૦૮ રમઝટ લોકમેળો
૨૦૦૯ નવરંગ લોકમેળો
૨૦૧૦ સ્વર્ણિમ લોકમેળો
૨૦૧૧ સાંસ્કળતિક લોકમેળો
૨૦૧૨ વિવેકાનંદ લોકમેળો
૨૦૧૩ સાંસ્કળતિક લોકમેળો
૨૦૧૪ જમાવટ લોકમેળો
૨૦૧૫ ગોરસ લોકમેળો
૨૦૧૬ મારો રંગીલો મેળો
૨૦૧૭ વાયબ્રન્ટ લોકમેળો
૨૦૧૮ ગોરસ લોકમેળો
૨૦૧૯ મલ્હાર લોકમેળો
૨૦૨૨ આઝાદીનો અમળત લોકમેળો
૨૦૨૩ રસરંગ લોકમેળો
૨૦૨૪ ધરોહર લોકમેળો
૨૦૨૫ શોર્યનો સિંદૂર મેળો










