<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

નવી પેઢી સંસ્‍કૃત અને સંસ્‍કૃતિના જતન માટે વધુ સચેત બની છેઃ સંસ્‍કૃત ભાષાનું ગોૈરવ વધારવા મહાનુભાવોની અપીલ

રાજકોટ સંસ્‍કૃતમય નગરી બનીઃ સંસ્‍કૃત સપ્‍તાહનો ઉત્‍સાહભેર પ્રારંભ ૧૦ ટેબ્‍લોએ જમાવટ કરીઃ સાયન્‍સ ઇન સંસ્‍કૃત તથા પ્રાચીન ગ્રંથોની ઝાંખીઓ આકર્ષક રહી


 

રાજકોટ તા. ૨૫: ગુજરાત રાજ્‍ય શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્‍ય સંસ્‍કળત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી તેમજ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને અને ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજકોટ ખાતે ‘‘સંસ્‍કળત ગૌરવ યાત્રા-૨૦૨૬'' યોજાઈ હતી.

આ અવસરે જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે આ યાત્રાના આયોજન અંગે શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંસ્‍કળત ભાષા અને સંસ્‍કળતિને ઉજવવાનો સંકલ્‍પ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે વર્તમાન અને આવનારી પેઢી આપણી સંસ્‍કળતિ, વારસા અને સંસ્‍કળત ભાષાનું રક્ષણ કરવા માટે વધુ જાગળત અને સચેત બનશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સુંદર કળતિઓ અને સમગ્ર આયોજનને તેમણે બિરદાવીને ઉપસ્‍થિત સૌને ‘‘સંસ્‍કળત ગૌરવ યાત્રા''ની શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્‍યું હતું કે, સંસ્‍કળત એ આપણું મૂળ છે. જે વળક્ષના મૂળ મજબૂત હોય તે જ વળક્ષ મજબૂત બને છે, તેમ સંસ્‍કળત ભાષા અને સંસ્‍કળતિને આત્‍મસાત કરીને જ આપણે આપણા વારસાનું જતન કરી શકીએ છીએ. તેમણે પોતાના વિદ્યાર્થીકાળનું સ્‍મરણ કરતાં જણાવ્‍યું હતું કે, તેમણે ધોરણ ૧૦માં કોમ્‍પ્‍યુટરના વિકલ્‍પમાં સંસ્‍કળત વિષય પસંદ કર્યો હતો અને ધારાસભ્‍ય તરીકેના શપથ પણ સંસ્‍કળત ભાષામાં લીધા હતા. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘વિરાસત ભી, વિકાસ ભી''ના દ્રષ્ટિકોણ અંગે તેમણે ઉમેર્યું હતું કે, એ.આઈ.અને કોમ્‍પ્‍યુટરના યુગમાં પણ સંસ્‍કળત અત્‍યંત ઉપયોગી ભાષા છે. સંસ્‍કળત માત્ર ધાર્મિક પૂજા-પાઠ પૂરતી મર્યાદિત ન રહેતા વ્‍યવહારમાં પણ અપનાવાય તે આ યાત્રાનો મુખ્‍ય હેતુ છે.

આ યાત્રાનો પ્રારંભ રૈયા રોડ સ્‍થિત ન્‍યુ એરા સ્‍કૂલથી થયો હતો, જે રૈયા રોડ અને રેસકોર્સથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી હતી. સંસ્‍કળત ભાષાના સમળદ્ધ વારસા અને ગૌરવને ઉજાગર કરતા યુગ અનેક ભાષા એક, સાયન્‍સ ઇન સંસ્‍કળત, સંસ્‍કળત એવમ વિજ્ઞાન, પ્રાચીન સંસ્‍કળત ગ્રંથો સહિતના વિષયો આવરતા ૧૦ નયનરમ્‍ય ટેબ્‍લો યાત્રાનું આકર્ષણ બન્‍યા હતા. સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર, સંસ્‍કળત ગીતો, સુભાષિતો અને સંસ્‍કળત ગરબાની મનોહર પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું, તથા ઋષિકુમારો દ્વારા યજુર્વેદના મંત્રોનું ગાન કરવામાં આવ્‍યું હતું. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરવામાં આવી હતી. ન્‍યુ એરા સ્‍કૂલ ખાતે સંસ્‍કળત વસ્‍તુ પ્રદર્શિની અને ગ્રંથ પ્રદર્શિની ઉપસ્‍થિત મહેમાનોએ નિહાળી હતી.

આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટર ટીના કલ્‍યાણ સહિતના અધિકારીઓ, સ્‍વ નિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, રાજકોટની ખ્‍યાતનામ શાળા- કોલેજોના ટ્રસ્‍ટીઓ, આચાર્યઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉત્‍સાહભેર જોડાયા હતા.

(3:05 PM IST)