હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યશોદા કા નંદલાલા, કરે રાજકોટ મેં ઉજાલા ભૂલકાઓ ભાવવિભોર, ગુરૂવારે ગોપી કિશનનો કરિશ્મા
મણિયાર હોલમાં બાળકો માટે સ્પર્ધા : આજે રાત સુધીમાં નામ નોંધણી કરાવી લેવી : સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનનો સંકલ્પ મારો કનૈયો છે પ્રેમનો સાગર, હરતો જાય, ફરતો જાય, ગોપીઓને ઘેલી કરતો જાય

રાજકોટઃ તા.રપ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા બાળકોમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ગોપી કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
ગોપીકિશન સ્પર્ધા કાર્યક્રમના કન્વીનર પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ જણાવાયું છે કે ગોપીકિશન સ્પર્ધા બાળકો માટે આનંદ સાથે ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો સાથે જોડાવાની સુંદર તક છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક નાના ભૂલકાઓ તથા તેમના વાલીઓ માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જેથી જે વાલીઓએ હજુ સુધી પોતાના બાળકનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ આજે જ રાત સુધીમાં ફોર્મ ભરી દયે પોતાના બાળકને આ સુંદર સાંસ્કૃતિક અને ધાર્મિક સ્પર્ધામાં ભાગ અપાવવા ગોપી કિશન કાર્યક્રમના ઇન્ચાર્જ મિલન કોઠારી દ્વારા અપીલ કરવામાં આવી છે. સ્પર્ધા તા.ર૭ ગુરૂવારે બપોરે ર વાગ્યાથી અરવિંદભાઇ મણીયાર હોલ,જયુબેલી બાગ ખાતે રાખેલ છે.
મહોત્સવ સમીતીના માર્ગદર્શક અશોકભાઇ મકવાણા એ જણાવ્યુ હતુ કે ગોપીકિશન સ્પર્ધા માત્ર એક વેશભૂષા કે સાંસ્કૃતિક સ્પર્ધા નથી, પરંતુ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો સુંદર પ્રયાસ છે. કાર્યક્રમના સહ ઇનચાર્જ રમાબેન હેરભાએ જણાવ્યુ હતુ કે સ્પર્ધામા ભાગ લેવાથી બાળકોમાં શ્રીકૃષ્ણ પ્રત્યે ભક્તિ અને આસ્થા વધે છે અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો પરિચય નાની ઉંમરથી થાય છે. કાર્યક્રમના સહ ઇનચાર્જ જયભાઇ બોરિચા અને કેતનભાઇ સંધવીએ જણાવ્યુ હતુ કે આ સ્પર્ધાથી વેશભૂષા અને અભિનય દ્વારા બાળકોની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે અને વાલીઓ અને બાળકોને સાથે મળીને ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જોડાવાની તક મળે છે.
બાળકોમાં કુશળતાઓ વિકસે છે તેમ હર્ષદભાઇ રુપારેલીયાએ જણાવ્યુ હતુ.
ઉપરાંત કાર્યક્રમના સહ ઇનચાર્જ જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી અને કાજલબેન દેસાઈ જણાવ્યુ હતુ કે આ સ્પર્ધાથી જન્માષ્ટમીના પર્વને માત્ર ઉજવણી પૂરતું ન રાખીને તેને સંસ્કાર અને સંસ્કૃતિના સવર્ધનનું માધ્યમ બનાવવામાં મદદ મળે છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક વનરાજભાઇ ગરૈયા એ જણાવ્યુ હતુ કે‘‘બાળકોમાં કૃષ્ણભાવ, જીવનમાં સંસ્કાર અને સમાજમાં સંસ્કૃતિ'' એ જ ગોપીકિશન સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. ફોર્મ ભરવાનો આજે તારીખ ૨૫/૦૮/૨૬, મંગળવાર છેલ્લો દિવસ છે. આજે રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી જન્માષ્ટમી કાર્યાલય નાગર બોર્ડિંગ ખાતે વિરાણી હાઇસ્કુલ સામે,ગોપીકિશન સ્પર્ધા ના ફોર્મ સ્વીકારવાનું ચાલુ રહેશે. તેથી વિલંબ કર્યા વિના આજે જ નોંધણી કરાવવા જન્માષ્ટમી મહોત્સવ સમિતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્યુ હતુ. વધુ માહિતી માટે મો. ૯૪૨૮૨ ૩૩૧૨૬ ઉપર સંપર્ક સાધી શકાય છે.
સંયોજક નયનાબેન પેઢડિયા કહે છે
ગોપી કિશન સ્પર્ધામાં ૧૨ વર્ષસુધીના બાળકો ભાગ લઇ શકે છે આજે રાત્રે ૧૧ વાગ્યા સુધી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલય નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ ખાતે ફોર્મ સ્વીકારાશે બાળકોને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમૂલ્યો સાથે જોડવાની તક છે. ગોપી કિશન બનવા માટે બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. બાળકોની નોંધણી મોટા પ્રમાણમાં થઇ રહી છે. આયોજન સફળ બનાવવા સ્પધાની આયોજક ટીમ કાર્યરત છે.










