<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ચેતજો... ફરાળી નામે મકાઇની પેટીશ ધાબડતા વેપારીઓઃ ૧૭૯ કિલો ભેળસેળીયા લોટ-પેટીશનો નાશ

વ્રત ભંગાવતા ખાણી-પીણીના ઉત્‍પાદકો-વેંચાણકારોને ત્‍યાં મનપાના દરોડા : ફરાળી પેટીશ-લોટના ૧૧ નમૂના લેવાયાઃ પાંચને લાઇસન્‍સ અંગે નોટીસઃ ફૂડ શાખાની કડક કાર્યવાહી

રાજકોટ, તા. રપ  : રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્‍ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્‍ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિヘતિ કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૫ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૨૦૬ ધ્‍ અખાદ્ય- વાસી જથ્‍થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૦૫ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૧૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્‍ટ હેઠળ ૧૧ ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબ  જય સીયારામ ફરસાણઃ ઓમ નગર, ૪૦ ફૂટ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે  પેઢીને હાઈજેનિક કન્‍ડિશન યોગ્‍ય સ્‍ટોરેજ તથા લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ મકાઈનો લોટ વાપરી બનાવેલ ૮૦ કિલો ફરાળી પેટીસ, ફરાળી તરીકે વપરાશ થતો ૧૫ કિલો મકાઈનો લોટ મળીને કુલ ૯૫ કિલોનો નાશ કરી રૂ.૩૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જલારામ ફરસાણઃ ખોડિયારપરા, શેરી નં-૨૫, આજી વસાહત પાસે, ૮૦ ફૂટ રોડ, પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ. રૂ. ૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ૧૯ કિલોમકાઈનાં લોટની પેટીસ, ૬૫ કિલો મકાઈના લોટનો નાશ કરેલ તેમજ ફરાળી ચેવડો (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જીજે-૩ ફેન્‍સી ઢોસા ્રૂ ચાઇનીઝઃ શીવ પાર્ક, અલય ગાર્ડન સામે, વાવડી, મુકામેથી ૧૮કિલો વાસી સબ્‍જી, નૂડલ્‍સ, ચીઝ, પનીર નો નાશ કરેલ તેમજ રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.   

  સબરસ રેસ્‍ટોરન્‍ટઃ માલધારી ફાટક પાસે, નવો ઢેબર રોડ,  મુકામેથી ૦૯ ત્ત્ એક્‍સપાયર ડેટ વીતેલ ખાદ્યચીજનો નાશ કરેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

 જયારે શ્રીજી રેસ્‍ટોરન્‍ટઃ વાવડી ફાલ્‍કન રોડ, પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

બજરંગ વડાપાઉઃ ગીરીરાજ નગર, ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નંબર ૨, રૈયા રોડ, પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જય બાલાજી નમકીન ્રૂ સ્‍વીટઃ  વિજય પ્‍લોટ શેરી નંબર ૧૦ કોર્નર, ગોંડલ રોડ, પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.

 ઉપરાંત શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટઃ સાતનાં સોસાયટી પાસે, જકાતનકા સામે, મોરબી રોડ કોર્નર, મુકામેથી ફરાળી પેટીસ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

વડાપાઉં એન્‍ડ સમોસાઃ  જવાહર સ્‍કૂલ સામે, પેડક રોડ, રણછોડનગર મેઇન રોડ, મુકામેથી ફરાળી પેટીસ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જય સીયારામ ફરસાણઃ સહકાર રોડ,  મુકામેથી ૧. રાજગરા ૨. સાબુદાણા ૩. સાંબાનો ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ.

જય જલારામ ફરસાણઃ જલારામ ચોક,  પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ ૧. ફરાળી લોટ (લુઝ) ૨. ફરાળી પેટીસ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ.

જલિયાણ ફરસાણઃ  ગાયત્રી નગર મેઇન રોડ,  પેઢીમાંથી ફરાળી પેટીસ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જય રામાપીર પેટીસઃ  ગાયત્રી નગર મેઇન રોડ, પેઢીમાંથી શિંગોડા નો ફરાળી લોટ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

  ધારેશ્વર ફરસાણઃ ભક્‍તિનગર સર્કલ,  પેઢીમાંથી પેટીસ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ

(3:42 PM IST)