<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જામનગરના રવિએ રાજકોટ હોટેલમાં ઝેરી દવા પીધીઃ જિંદગીથી કંટાળી ગયાનું રટણ

ઓનલાઇન ડીલીવરીનું કામ કરે છેઃ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: જામનગર રહેતાં અને ઓનલાઇન ડિલીવરીનું કામ કરતાં યુવાને રાજકોટની હોટેલમાં ઝેરી દવા પી આઘપાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો છે. ત્રણ દિવસ પહેલા આ યુવાન પાસપોર્ટ કઢાવવાના કામે અહિ આવ્‍યા બાદ રૂમ રાખ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જામનગરના ગુલાબનગરમાં રહેતાં રવિ બાવનજીભાઇ સાકરીયા (ઉ.વ.૨૫) નામના યુવાને રાજકોટમાં એસટી બસ પોર્ટ પાછળ ધ પર્લ હોટેલના રૂમમાં હતો ત્‍યારે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી.

રવિ બે ભાઇ અને બે બહેનમાં નાનો તથા કુંવારો છે અને જામનગરમાં બ્‍લીંકીટમાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે. તેણે કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલા પાસપોર્ટ કઢાવવાના કામ માટે રાજકોટ આવ્‍યો હતો અને હોટેલમાં રૂમ રાખ્‍યો હતો. જિંદગીથી કંટાળી જતાં આ  પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:25 AM IST)