News of Wednesday, 26th August 2026
નશાની હાલતમાં મુકેશે પોતાની રિક્ષામાં માથા પછાડતાં ઇજા
દારૂ પી રાતે બે વાગ્યે ઘરે આવી દેકારો કરતો હોઇ પત્નિએ ઠપકો દેતાં માઠુ લાગ્યું: સારવારમાં

રાજકોટ તા.૨૬: ગોંડલ રોડ પર લોહાનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાને દારૂ પી મોડી રાતે બે વાગ્યે ઘરે જઇ દેકારો કરતાં પત્નિએ ઠપકો દેતાં પોતાની જાતે રિક્ષામાં માથા પછાડતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ લોહાનગરમાં રહેતો મુકેશ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૩૫) રાતે બે વાગ્યે ઇજાગ્રસ્ત થતાં સિવિલમાં ખસેડાતાં અહિ તેણે પોતાને પત્નિ જ્યોતિએ મારકુટ કર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં નોંધ કરાવી હતી. જો કે સવારે તેના સગાએ કહ્યું હતું કે મુકેશ રિક્ષા હંકારી ફેરા કરે છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તે દારૂ પીવાની ટેવ ધરાવતો હોઇ રાતે બે વાગ્યે પીને ઘરે આવી દેકારા કરતો હોઇ પત્નિએ ઠપકો આપતાં જાતે જ રિક્ષામાં માથા પછાડતાં ઇજા થઇ હતી.
(2:17 PM IST)










