<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

શાપર-વેરાવળ પોલીસે મોબાઇલ ટાવરમાંથી રીમોર્ટ રેડીયો યુનીટ ચોરનાર વધુ ત્રણને ઝડપી લીધા

પકડાયેલ મુળ જમ્‍મુના બે એન્‍જીનીયર રાજકોટ ખાતે ટાવર કંપનીમાં જ એન્‍જીનીયર તરીકે નોકરી કરતા'તાઃ ઇન્‍દોરથી ઝડપી લેવાયા તસ્‍વીરમાં પકડાયેલ બે શખસો સાથે શાપર-વેરાવળ પોલીસ સ્‍ટાફ નજરે પડે છે


 

રાજકોટ, તા., ર૬: ગુજરાત રાજયના આંતર જીલ્લામાં મોબાઇલ ટાવર ઉપર લગાવવામાં આવતા AZNA રીમોર્ટ રેડીયો યુનિટની ચોરી કરનાર ગેંગના મુખ્‍ય આરોપીની ઉતર પ્રદેશથી મધ્‍યપ્રદેશ સુધી વોચ રખાવી મધ્‍યપ્રદેશ  ઇંદોર ખાતેથી તથા રાજકોટ ખાતે ટાવર કંપનીમાંજ એન્‍જીનીયર તરીકે નોકરી કરતા જમ્‍મુના  બે આરોપી સહિત ત્રણને શાપર પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ  શાપરમાં  તા.૧૦/૦૮/૨૦૨૬ના  ઇન્‍ડસ કંપની દ્વારા ઉભા કરેલ મોબાઇલ ટાવર ઉપર લગાવેલ બે AZNA રીમોર્ટ રેડીયો યુનિટ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના જે ટાવર ઉપર ચડીને વાયરીંગ કટ કરી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઇ હતી. જે ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે રેન્‍જના આઇ.જી. નિર્લિપ્ત રાય  તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનાઓએ સુચના કરેલ હોય જેના અનુસંધાને કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ. શ્રી આર.બી.રાણાના ખોએ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે આરોપીઓની તપાસ ફારૂક ઉર્ફે ફરમાન ઉર્ફે કાળુ અયુબખાન અન્‍સારી, પાવીમાં ઉં.વ.૨૮ રહે. રતીલી તા.સરધના જી.મેરઠ સાથ ઉતરપ્રદેશ) અને સંગ્રામસિંગ ઉર્ફે વિશાલ ઉર્ફે પાજી સનાઓ લહેરસિંગ  ઉ.વ.૩૧ ધંધો વોડાફોન કંપનીમાં એન્‍જીનીયર તરીકે નોકરી રહે, રાજકોટ, ગોપાલચોક, નટરાજ સોસા. મુળરહે.કાંજલી તા.જી રાજશી રાજય જમ્‍મુ (૩) સુમીતસિંગ સલુ ઓ શ્‍યામસિંગ  ઉ.વ.૨૭ ધંધો એન્‍જીનીયર રહે. રાજકોટ, ગોપાલચોક, નટરાજ સોસા. મુળ રહે.સોપાનું તા.જી.રાજશી રાજય જમ્‍મુને પકડી લીધા હતા.

 આરોપીઓ અલગ અલગ મોબાઇલ ટાવરોમાં નેટવર્ક કનેકટીવીટી માટે લગાવેલ રીમોર્ટ રેડીયો યુનિટ ચાલુ હોય તે કરસયાન ટાવર પર ચડી ડીવાઇસમાં લગાવેલ ઇલેકટ્રીક વાયરો ચાલુ પાવર  કટ કરી પાના પકડો વડે ડીવાઇસ ટાવરથી અલગ કરી ડીવાઇસ સાથે ટાવર પરથી નીચે ઉતરી મોબાઇલ ટાવરના ફકત રીમોર્ટ રેડીયો યુનિટની છેલ્લા બે માસથી  રાજયના અલગ અલગ શહેરો જેમાં અમદાવાદ તથા રાજકોટ ખાતેથી ચોરીઓ કરી આ ડીવાઇસ કુરીયર સર્વિસ મારફતે અલગ અલગ શહેરોમાંથી પોતાના મળતીયાઓ મારફતે દિલ્લી મોકલાવી દિલ્લીથી આ ડીવાઇસ એક્ષપર્ટ માણસો દ્વારા વિદેશમાં અલગ અલગ જગ્‍યાઓએ મોકલતા હોવાની કબુલાત આપી છે. આ કામગીરી શાપર વેરાવળ પોસ્‍ટ.ના પોલીસ ઇન્‍સ આર.બી.રાણા તથા પો.સબ ઇન્‍સ. શ્રી એસ.આર.પંડયા, તથા એ.એસ.આઇ. દિવ્‍યરાજસિંહ સરવૈયા તથા અશ્વિનભાઇ વડારીયા તથા પો.હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ધાધલ તથા પ્રતિપાલસિંહ રાણા તથા દીનેશભાઇ ખાટરીયા તથા પ્રવિણભાઇ મકવાણા તથા મહેશભાઇ સદાદીયા તથા અરવિંદભાઇ ઝાપડીયા તથા પો.કોન્‍સ. દીવ્‍યેશભાઇ શામળા તથા મનસુખભાઇ ચૌહાણ તથા ઘનશ્‍યામસિંહ જાડેજાએ કરી હતી

(3:38 PM IST)