<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારોહ - સાંસ્‍કૃતિક કાર્યક્રમ

દીકરીઓ દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં કુલ ૯પ૪ છાત્રોનું સન્‍માન : સંતો, રાજકીય-સામાજીક આગેવાનોની ઉપસ્‍થિતિ

 

 

રાજકોટ : શ્રી ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા રપમો તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારોહ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમ-ર૦ર૬નું આયોજન ૩૦ ઓગષ્‍ટ, રવિવારના રોજ બપોરે ૧:૩૦થી સાંજે ૬ કલાક દરમ્‍યાન હેમુ ગઢવી ઓડીટોરીયમ, ટાગોર રોડ ખાતે કરવામાં આવેલ છે.

સમારોહ દરમ્‍યાન સમાજના ૯પપ, તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવશે. જેમાં કન્‍યા-૪૯પ, કુમાર-૪પર, સ્‍પોર્ટસ-૭ને શૈક્ષણિક કીટ અપાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે સંતો, દાતાઓ, રાજકીય, સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરશે. અત્રે ઉેલ્લેખનીય છે કે સંસ્‍થા દ્વારા ૧૯૬૪થી રાજકોટમાં સામાજીક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.

આ તકે સમાજહિતમાં નોંધપાત્ર સેવાઓ આપનાર સ્‍વર્ગસ્‍થ આગેવાનોની સ્‍મૃતિને યાદ કરી તેમના પરિવાર પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવાના હેતુથી ‘‘સ્‍મૃતિ ગૌરવ સન્‍માન'' પણ અર્પણ કરવામાં આવશે.

સમારોહના અધ્‍યક્ષસ્‍થાને ચુંવાળીયા કોળી સમાજના શ્રી સંજયભાઇ પીપળીયા (પ્રમુખ-રાજકોટ જિલ્લા પંચાયત) ઉપસ્‍થિત રહેશે. સંસ્‍થાના પ્રમુખ બાબુભાઇ ઉધરેજાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઇ રહી હોવાનું જણાવાયું છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી ગંગારામભાઇ ડાભી, ગોવિંદભાઇ કુણપરા, લક્ષ્મણભાઇ વાવેશા - મો. ૭૦૯૬૪ ૧૦૦૦૧, જીજ્ઞેશભાઇ માલકિયા, રૂપેશભાઇ ડાભી, કેતનભાઇ સીતાપરા, મુકેશભાઇ મુંજપરા, અશોકભાઇ ઉધરેજા, વિજયભાઇ મેવાડીયા, ભરતભાઇ ડાભી અને વિજયભાઇ ડાબાસરા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:29 PM IST)