<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રામભાઇ મોકરિયાએ સેવાનો ધોધ વહાવ્‍યો

સાંસદકાળ દરમિયાન ૧૯.૬૦ કરોડની ગ્રાન્‍ટમાંથી વિવિધ કાર્યો પાર પાડયાઃ સંસદમાં રજૂઆતો કરીને ટ્રેન-ફલાઇટ સુવિધા વધારી

 

 

રાજકોટઃ રાજયસભાના સાંસદો તો ઘણા આવ્‍યા પરંતુ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના લોકોના માનસપટ ઉપર એક નામ હંમેશા છવાયેલુ રહેશે. એ છે રામભાઈ મોકરીયા. મુળ પોરબંદરના વતની મારુતિ કુરીયરના સંસ્‍થાપક અને રાજકોટને કર્મભૂમી બનાવનાર રાજયસભાના સાંસદ અને ભાજપના વરીષ્ઠ નેતા રામભાઈ મોકરીયાએ રાજયસભાના કાર્યકાળ દરમિયાન લોકસેવાના અસંખ્‍ય એવા કાર્ય કર્યા કે ગુજરાતના જનં પ્રતિનિધિત્‍વના ઇતિહાસમાં એક સુવર્ણ પળષ્ઠ ઉમેરાઈ ગયુ.

જન પ્રતિનિધીઓને મળવુ એ દુર્લભ જેવું હોય છે પરંતુ રામભાઈ મોકરીયાના જનસેવા કાર્યાલયના દરવાજા આમ નાગરીકો અને અરજદારોની આગતા સ્‍વાગતા માટે હંમેશા ખુલ્લા રહેતા અને કોઈ અરજદાર આવે એટલે તેની હાજરીમાં જ જે તે વિભાગના અધિકારીને ફોન જોડી અરજદારોના પ્રશ્નોનુ ઓન ધ સ્‍પોટ સોલ્‍યુશન લાવવામાં આવતુ હતુ. એટલા માટે સામાન્‍ય લોકોને પોતાના પ્રશ્નોની રજુઆત માટે કયારેય કોઇની ઓળખાણ કે ભલામણની જરૂરી પડી નથી, રામભાઈ મોકરીયાએ લોકોના કામ માટે પોતાના કાર્યલયમાં નિષ્‍ણાંત લોકોની ટીમ તહેનાત કરી હતી જે લોકોના પ્રશ્નોની જીણવટભરી છણાવટ કરી જે તે વિભાગના અધિકારી પાસેથી સરળતાથી પ્રશ્નોના ઉકેલ લાવતા હતા.

રામભાઈ મોકરીયાએ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના પોતાના રાજયસભાના કાર્યકાળ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં લોકહિતના મુદાઓ ઉઠાવ્‍યા છે, સંસદમાં તેમની સક્રિય અને સરેરાસ કરતા વધુ સારી કામગીરી રહી છે તેઓએ ૧૯૦ થી વધુ પ્રશ્નો પુછયા છે ૧૦૦ થી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો છે. રાજયસભામાં તેમની હાજરી ૧૦૦% રહી છે તેઓએ રજુ કરેલા પ્રજાલક્ષી કાર્યોમાં કેટલાક નોંધપાત્ર મુદાઓ જોઈએ તો સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના વિકાસલક્ષી પ્રશ્નોને રાજયસભામાં રજુ કર્યા છે જેમાં પાણી, ખેતી, સિંચાઈ અને ખેડુતોને લગતા પ્રશ્નો અંગે સરકારનું ધ્‍યાન દોરી ઉકેલ લાવવામાં આવ્‍યો છે રેલ્‍વે અને હવાઈ માર્ગે કનેકટીવીટી વધારવા સતત રજુઆત કરી જેના પરીણામે સૌરાષ્‍ટ્રને નવી ટ્રેનો મળી અને વધારાની ફલાઇટો મળી. શિક્ષણ અને આરોગ્‍ય સબંધીત સુવિધાઓ માટે સતત પ્રયત્‍નશીલ રહી કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે માર્ગદર્શન અને અનુસરણ કર્યુ, તેઓએ રાજકીય, સામાજીક, સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ સતત લોકોની વચ્‍ચે રહ્યા અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સબંધિત વિભાગો સમક્ષ સતત રજુઆતો કરી હજારો લોકોના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવ્‍યા છે

શ્રીરામભાઈ મોકરીયાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ભડ, ટુકડા(ગોસા), મોકર, કણકોટ સહિત પાંચ ગામો દતક લીધા હતા. આ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી છે જેમ કે પીવાનું પાણી, સિમેન્‍ટ રોડ, આંતરીક રસ્‍તાઓ, ગટર અને સફાઈ વ્‍યવસ્‍થા, એલ.ઈ.ડી. સ્‍ટ્રીટ લાઈટ, શાળા અને આંગણવાડીમાં આધુનિકરણ, પ્રાથમિક આરોગ્‍ય સુવિધાઓ, ડીજીટલ સેવાઓ અને ઇન્‍ટરનેટ કનેકટીવીટી, વળક્ષારોપણ, મહિલાઓ અને યુવાનો માટે કૌશલ્‍ય વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા દતક લીધેલા ગામોમાં સર્વાંગી વિકાસના કાર્ય કરી ગ્રામ્‍યજનો માટે સુખ સુવિધાઓ ઉભી કરી.

ખેડુતો માટે કળષિ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ફંડ, સિંચાઈ, સહકારી અને ગ્રામીણ રોજગારી યોજનાઓ અંગે સરકારને પ્રશ્નો પુછયા અને માહિતી મેળવી લોકોને તેનો લાભ આપવાના પ્રયત્‍નો કર્યા છે. PMKVY40, ઉચ્‍ચ શિક્ષણ, STRAID જેવી યોજનાઓના અમલીકરણ અને વિદ્યાર્થીઓને મળતા લાભો અંગે રાજયસભામાં પ્રશ્નો ઉઠાવ્‍યા અને તેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળ્‍યો. રાજયસભાના સાંસદ બન્‍યા બાદ સૌપ્રથમ રાજકોટ સીવીલ હોસ્‍પીટલની રૂબરૂ મુલાકાત લઈ સીવીલ સર્જન સાથે ચર્ચાઓ કરી જયાં જરૂર જણાય ત્‍યાં મેડિકલ સાધનો અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર માટે વ્‍યવસ્‍થા ઉભી કરાઈ તેમજ એઇમ્‍સમાં સમયાંતરે સમીક્ષા કરી બહારગામથી આવતા દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઉચ્‍ચ સ્‍તરે રજુઆતો કરી ડોકટરોની ટીમ તહેનાત કરવામાં અહેમ ભુમિકા ભજવી હતી. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના લોકોને ન્‍યાય મેળવવામાં સરળતા રહે તે માટે અને છેક અમદાવાદ સુધી લાંબુ થવુ ન પડે તે માટે રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની કાયમી બેન્‍ચ આપવાની કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર સમક્ષ રજુઆતો કરી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દેશમાંથી ભ્રષ્ટાચાર નેસ્‍તનાબુદ થાય તે માટે સતત પ્રયત્‍નશીલ છે ત્‍યારે કોઇની શેહ શરમ કે થાબળભાણા નહી કરવાની ટેવ ધરાવતા રામભાઈ મોકરીયાએ સરકારી અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો મામલો જાહેર કરીને સબંધીત વિભાગ એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો સુધી વાત પહોંચાડી ભોગ બનનારને પૈસા પરત અપાવી ન્‍યાય અપાવ્‍યો હતો અને નાગરિકોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યુ હતુ. રામભાઈ મોકરીયાએ જાહેર હિતના મુદાઓ જેમ કે પ્રવાસન, મહિલા અને બાળ વિકાસ, ડીજીટલ સેવાઓ, સહકાર, શિક્ષણ અને કેન્‍દ્ર સરકાર ની યોજનાઓ અંગે સતત સંસદમાં પ્રશ્નોતરી, રજુઆતો કરી લોકહિતમાં કામગીરી કરી હતી.

 રામભાઈ મોકરીયાએ તેમના રાજયસભાના કાર્યકાળ દરમિયાન સરકારમાંથી જે ગ્રાન્‍ટ મળેલ તેનો પુરેપુરો સદઉપયોગ કરી અઢળક લોકસેવાના વિકાસ કાર્યો કરેલ છે. સરકારશ્રીએ ફાળવેલ કુલ રૂપિયા ૧૯,૬૦,૬૩,૦૦૦ ની ગ્રાન્‍ટનો ઉપયોગ કરી સૌરાષ્‍ટ્ર ગુજરાતના વિસ્‍તારોમાં વિકાસલક્ષી કાર્યો કર્યા છે જેમાં મુખ્‍યત્‍વે પોરબંદર જીલ્લામાં રૂા. ૯,૭૮,૨૫,૦૦૦ જેટલી ગ્રાન્‍ટમાંથી આંગણવાડી, સાયન્‍સ પાર્ક, સીસી રોડ, કોમ્‍યુનીટી હોલ, સ્‍મશાન ઘાટ, બસસ્‍ટેન્‍ડ, જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત અનુસુચીત જનજાતીની આંગણવાડી તેમજ માળખાકીય સુવિધાઓ ઉભી કરેલ તેમજ જયારે રાજકોટ જીલ્લામાં રૂ&. ૫,૫૮,૦૦,૦૦૦ ની ગ્રાન્‍ટમાંથી આરોગ્‍ય શિક્ષણ તેમજ માળખાકીય સુવિધાઓ સ્‍થાપી છે, મહીસાગર જીલ્લામાં રૂા. ૩,૯૬,૦૦,૦૦૦ ની ગ્રાન્‍ટમાંથી સાયન્‍સ પાર્ક અને આંગણવાડી જેવા વિકાસલક્ષી કાર્યો થયા છે.

રાજકોટ થી જેતપુર સીકસ લેન રસ્‍તો બને છે તેમજ રાજકોટથી કુવાડવા તરફ બંધ હાલતમાં પડેલ રસ્‍તાનું કામ ઝડપથી શરૂ કરવા કેન્‍દ્રીય મંત્રીને રજુઆત કરતા રસ્‍તાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે આ ઉપરાંત રાજકોટ-જેતપુર અને સોમનાથ-દ્વારકાના હાઇવે ઉપર ટોલ ટેકસના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવેલ છે. રામભાઈ મોકરીયા કેન્‍દ્રમાં નાગરીક પુરવઠા કઝુમર્સ કમિટીમાં સભ્‍ય હોવાથી સમગ્ર ભારતમાં નાગરિક પુરવઠાની વિતરણ વ્‍યવસ્‍થાથી સંપૂર્ણ માહિતગાર હોવાથી રાજકોટ અને પોરબંદર જીલ્લામાં ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને સારૂ અને પુરતુ રેશન મળી રહે તે માટે સતત જાગળત રહ્યા હતા. તેઓ ડીફેન્‍સ કમિટીમાં મેમ્‍બર હોવાથી પોરબંદર શહેરમાં ડીફેન્‍સ ઇન્‍ડસ્‍ટ્રી સ્‍થાપવા માટે સંરક્ષણ વિભાગને રજૂઆત કરી હતી જેની ફલશ્રુતી રૂપે કેન્‍દ્ર સરકારે હકારાત્‍મક અભિગમ દર્શાવી પોરબંદરની પસંદગી કરેલ છે. પોરબંદર મચ્‍છીઉદ્યોગનું હબ હોવાથી મચ્‍છી સંગ્રહ કરવા માટે કોલ્‍ડ સ્‍ટોરેજ તેમજ મરીન ફીશ કોલેજ સ્‍થાપવા માટે કેન્‍દ્રમાં રજુઆત કરી હતી.

ટુંકમાં કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર, કોર્પોરેશન કે જીલ્લા પંચાયત લેવલે જે કોઇ પ્રશ્નો અરજદારો દ્વારા કરવામાં આવતા તે પ્રશ્નોનું ઓન ધ સ્‍પોટ સોલ્‍યુશન રામભાઈ દ્વારા કરવામાં આવેલ છે. આ બાબતે યોજાયેલી પત્રકાર પરિષદનું સંચાલન સિમ્‍પલ એડ.ના ભરતભાઇ જોશી અને રાજુભાઇ જુંજાએ કર્યુ હતું

(3:26 PM IST)