<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

‘રંગરેઝ ઇશ્‍ક' : રવિવારે નૃત્‍ય, અભિનય, સંગીતના સમન્‍વયરૂપ નવતર કાર્યક્રમ

 

રાજકોટ તા. ૨૬ : ધારા રૂઘાણી ફાઉન્‍ડેશન દ્વારા આગામી તા.૩૦ના રવિવારે ‘રંગરેઝ ઇશ્‍ક' શીર્ષકતળે નૃત્‍ય, અભિનય, સંગીત અને વાર્તાકથનના સમન્‍વયરૂપ એક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

પ્રેમને આપણે ઘનીવાર એક લાગણી તરીકે ઓળખીએ છીએ, પરંતુ પ્રેમ માત્ર પામવાનું નામ નહીં પણ અભિવ્‍યકિત અને આત્‍મસ્‍વીકાર, જોડાણ, સમર્પણ, વિરહ અને મુક્‍તિ જેવા રંગોનો સમન્‍વય છે. આ સફર સાત પ્રતિકો, ફુલ, પત્ર, અરીસો, દોરો, દીવો, ચાંદ અને પાંખો દ્વારા આગળ વધશે. પ્રેક્ષકોને પ્રેમની નવી દ્રષ્‍ટીનો અનુભવ થશે.

ભારતીય અને સમકાલીન નૃત્‍યશૈલીઓના સુંદર સંગમ સાથે તૈયાર થયેલી આ પ્રસ્‍તુતિમાં ૧૦૦થી વધુ કલાકારો એક વિશાળ વાર્તાને મંચ પર જીવંત કરશે.  પ્રેક્ષકોને મળશે ૧ કલાક ૧૫ મીનીટનો અવિરત નૃત્‍યપ્રવાહ. જેમાં એક પછી એક વાર્તા ખુલતી જશે અને પ્રેમના વિવિધ રંગો મંચ પર આકાર લેશે.

તા. ૩૦ના રવિવારે સાંજે પ થી ૭ પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે સાત રંગ અનેક લાગણીઓ અને પ્રેમની સમજવાની આ નવી સફર માણવા જેવી બની રહેશે. ટીકીટ શો છે. પ્રવેશ શુલ્‍ક રૂ.૨૯૯ છે. વધુ માહિતી માટે મો.૯૨૨૭૦ ૫૦૪૪૯ ઉપર સંપર્ક કરી શકાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ધારા રૂઘાણી, રીતીકા ખખ્‍ખર, મુસ્‍કાન પંજાબી, અનુષ્‍કા ખખ્‍ખર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:31 PM IST)