તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
રાજકોટ કલેકટર દ્વારા આખરે નવા આવેલા ૮૧ તલાટીઓને પોસ્ટીંગ અપાયાઃ આ ઉપરાંત જીલ્લા ફેર બદલી થઇ આવેલા ૬ તલાટીને પણ નિમણુંક અપાઇ જયારે ૭૩ તલાટીઓની બદલીઃ ધરખમ ફેરફારો

રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે ગત મોડી રાત્રે બદલીનો ગંજીપો ચીપી નવા આવેલા ૮૧ તલાટીઓને ૧ાા મહિના બાદ પોસ્ટીંગ આપતા હુકમો કરતા નવા તલાટીઓને હાશકારો થયો છે. આ ઉપરાંત વલસાડ, તાપી, ડાંગ, દાહોદ તથા વડોદરાથી જીલ્લા ફેર બદલી પામી રાજકોટ મુકાયેલા ૬ તલાટીઓને શહેર-ગ્રામ્ય ક્ષેત્રમાં ડીટેઇલ પોસ્ટીંગ અપાયા છેઃ આ ઉપરાંત ૭ થી ૮ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા ૭૩ તલાટીઓની પણ બદલીના હુકમો કરાયા છેઃ તમામને ડીટેઇલ પોસ્ટીંગ અપાયું છે. તમામ ૧૬૦ તલાટીને વિવિધ મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યાનું કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
(3:32 PM IST)










