News of Thursday, 27th August 2026
આજીડેમ મોગલ માતાના મંદિર પાસે અજાણ્યા મહિલાની લાશ મળી
હાથ પર સાથીયો ત્રોફાવેલો છેઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: શહરેનાી આજીડેમ ચોકડીથી ભાવનગર હાઇવે પર મોગલ માતાના મંદિર નજીક ડેમના કાંઠેથી અજાણ્યા મહિલાની લાશ મળી આવતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર મહિલાના હાથ અને મોઢુ જુના દાઝી ગયેલા છે, ઉપરનો હોઠ મોટો થયેલો છે. એક હાથ પર સાથીયો ત્રોફાવેલો છે. ૧૦૮ના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યા હતાં. મૃતક વિશે કોઇને માહિતી હોય કે સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મૃતદેહનું પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(11:13 AM IST)










