<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

૭૬ વર્ષના વૃધ્‍ધાનું અપહરણ કરી ધોકાથી ફટકારી બળાત્‍કાર ગુજારી હત્‍યાઃ રમેશે લાશ આજીડેમના કાંઠે ફેંકી દીધી'તી

૨૧મીએ આજી ડેમના કાંઠેથી મળેલી લાશ નવાગામના ૭૬ વર્ષના વૃધ્‍ધાની હતીઃ ૧૯મીએ કુવાડવા રોડ સાત હનુમાન મંદિર સામે ભિક્ષાવૃતિ માટે બેઠા ત્‍યાંથી હવસખોર રમેશ કૂકર્મ આચરવાના ઇરાદે જ ઘરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી ઉઠાવી ગયો હતોઃ અલગ અલગ જગ્‍યાએ ફેરવી માર માર્યોઃ છેલ્લે સાંજે આજીડેમના કાંઠે લઇ જઇ ખોફનાક કૃત્‍યુ આચર્યુ હતું : નવાગામ પાસે ઝૂપડામાં રહેતાં ૭૬ વર્ષના લીલાબેન સોલંકીની કોહવાયેલી લાશ મળી આવ્‍યા બાદ શરૂ થયેલી તપાસમાં ખળભળાટ મચાવતી ઘટનાનો ખુલાસો થયોઃ મુળ કાલાવડના ભીમામ ગામના ૩૩ વર્ષના રમેશને ચોથી હત્‍યા કર્યાનો પણ જરાય અફસોસ નથીઃ ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ રવિભાઇ વાંક અને ટીમે ભેદ ઉકેલ્‍યો :

આ છે વિકૃત હવસખોર હત્‍યારો રમેશ બચુભાઇ વૈધુકીયા (ઉ.વ.૩૩) નામનો રિક્ષા ચાલક જેને આજીડેમ  પોલીસે પકડયો છે

રાજકોટ તા. ૨૭: શહેરના ભાવનગર હાઇવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કિનારેથી ૬ દિવસ પહેલા ૨૧મીએ અજાણ્‍યા વૃધ્‍ધાની કોહવાઇ ગયેલી શરીરે કપડુ વીંટાળેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ લાશની ઓળખ થવા સાથે ખળભળાટ મચાવતી અપહરણ, બળાત્‍કાર, હત્‍યાની ઘટનાનો પર્દાફાશ થયો છે. અગાઉ એક બાળકીનું અપહરણ બળાત્‍કાર હત્‍યા સહિત ત્રણ-ત્રણ હત્‍યામાં સામેલ અને ફાંસીની જેને સજા પણ ફટકારાઇ હતી તે વિકૃત હવસખોર મુળ કાલાવડ પંથકના ભીમામ ગામના રમેશ વૈદુકીયા નામના રિક્ષાચાલકે ૧૯મીએ સાત હનુમાન મંદિર સામેથી વૃધ્‍ધાને ઘરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી અપહરણ કરી ધોકાથી માર મારી ડેમ કાંઠે લઇ જઇ અર્ધબેભાન હાલતમાં રિક્ષામાં જ આ વૃધ્‍ધા સાથે બળાત્‍કાર ગુજારી હત્‍યા કરી લાશ ફેંકી દીધાનું ખુલતાં પોલીસે તેને દબોચી લીધો છે.

જાણવા મળ્‍યા મુજબ ગત તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ રાજકોટ ભાવનગર હાઇવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કાંઠે આશરે ૫૦ થી ૫૫ વર્ષની અજાણીસ્ત્રીનો મળતદેહ મળી આવતા આજીડેમ પોલીસે આકસ્‍મિક મૃત્‍યુ૧૦૪/૨૦૨૬ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ નોંધ દાખલ કરી હતી. પીએસઆઇ જે. એમ. જાડેજાએ પ્રાથમિક તપાસ કરી મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવતાં આ વૃધ્‍ધા સાથે મારકુટ થયાનો પ્રાથમિક રિપોર્ટ આવતાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા અને ટીમે તપાસ શરૂ કરી હતી.

મૃતક વૃધ્‍ધાની ઓળખ માટે દૈનિક પેપરમાં યાદી પ્રસિધ્‍ધ કરાવાઇ હોઇ તેના આધારે આ લાશ  લીલાબેન ટપુભાઇ ઉર્ફે ટીબુભાઇ સોલંકી (ઉ.વ.૭૬, રહે. સાત હનુમાન મંદિર પાસે, કવાડવા રોડ, રાજકોટ)ની હોવાનું તેમના  પૌત્ર અજયભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨, ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ)એ ઓળખી બતાવ્‍યું હતું. પૌત્ર અજયભાઇએ જણાવેલ કે તા.૧૯/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્‍યા આસપાસ તે દાદી લીલાબેનને સાત હનુમાન મંદિરે ભિક્ષાવળતિ માટે મુકવા ગયા હતા. બપોરે એકાદ વાગ્‍યે પોતે રિક્ષા લઇ ઘરે જમવા જતાં હતાં ત્‍યારે પણ દાદીમાને સાત હનુમાન  મંદિર સામે બેઠેલા જોયા હતાં.

 પરંતુ સાંજના સાડા સાત સુધી દાદીમા પરત ન આવતા અજયભાઇને તેમના માતાએ ફોન કરી તારા દાદીમાં હજુ ઘરે આવ્‍યા નથી અને તેઓ મંદિર પાસે પણ નથી. આથી અજયભાઇ અને પરિવારજનોએ દાદીમાને શોધવા સગા સંબંધીઓના ઘરે તેમજ આસપાસ બધે તપાસ કરી હતી. પરંતુ પત્તો ન મળતાં તા.૨૦/૦૮/૨૦૨૬ના રોજ કવાડવા રોડ પોલીસ સ્‍ટેશન ખાતે ગુમ થયા અંગે જાહેરાત નોંધાવી હતી. ફોરેન્‍સિક પીએમ રિપોર્ટમાં મળતકના શરીર પર પેટ, પગ અને માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી ઇજાઓ થયાનું ખુલતા આજીડેમ પી.આઇ. એચ.એન.પટેલ નાઓ દ્વારા તુરંત હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી તપાસ વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ગંભીર બનાવ અંગે ઉચ્‍ચ અધીકારીઓએ માર્ગદર્શન આપી ભેદ ઉકેલવા સુચના આપતાં આજીડેમ પોલીસની ટીમે વૃધ્‍ધા જ્‍યાંથી ગૂમ થયા તે  સ્‍થળ અને બનાવના સ્‍થળ આજુબાજુના સીસીટીવી કેમેરા જેમ કે પવન હોટેલ તથા રાધેક્રિષ્‍ણા રોડ લાઇન્‍સ ટ્રાન્‍સપોર્ટ ઓફિસ સહિતના સ્‍થળોએ કેમેરા ચકાસતા ઓટો રીક્ષા નં.  જીજે૦૮એવી-૫૦૬૬ના માલિક અમનભાઇ યુનુશભાઇ દલ (રહે. બાબરીયા કોલોની, રાજકોટ) હોવાનું ખુલતાં પોલીસે તેની પુછતાછ કરતાં  આ રીક્ષા તેણે રમેશ બચુભાઇ વૈધુકિયા (ઉ.વ.૩૩, રહે. બ્રહ્માણી હોલની સામે, મચ્‍છાભાઇની હોટેલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ, મુળ રહે-ભીમામ, તા.કાલાવડ, જી.જામનગર) ને ભાડેથી ચલાવવા આપી હોવાનું કબુલ્‍યું હતું.

આ પછી પોલીસે રમેશને શોધી કાઢવા મહેનત શરૂ કરી હતી. જેના ફળ સ્‍વરૂપે રમેશ રિક્ષામાં ઇંધણ પુરાવવા નીકળતાં તેને પેટ્રોલ પંપ પાસેથી જ સકંજામાં લઇ લીધો હતો. આરંભે તો તેણે પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ પોલીસે તે હત્‍યાનો ભોગ બનેલા વૃધ્‍ધાને બેસાડીને જતો હોવાના સીસીટીવી ફૂટેજ બતાવતા જ તેણે હત્‍યા કબુલી લીધી હતી. આ વિકૃત શખ્‍સે વૃધ્‍ધા સાથે બળજબરી આચરવા માટે જ તેમને ઘરે મુકી જવાના બહાને સાંજે ચારેક વાગ્‍યે સાત હનુમાન સામેથી રિક્ષામાં બેસાડી લીધા હતાં. બાદમાં અલગ અલગ જગ્‍યાએ રિક્ષા ઉભી રાખી વૃધ્‍ધાને મારકુટ કરી હતી અને લાકડાના ધોકાથી પણ ફટકારતાં તેઓ અર્ધબેભાન જેવા થઇ ગયા હતાં.

ત્‍યારબાદ હવસખોર રમેશ આજીડેમ ચોકડીથી ડાબે વળી આગળ ભાવનગર હાઇવે પર મોગલ માતાનામ ંદિર પાસેના રોડ પરના કટમાંથી થઇ રિક્ષા આજીડેમના કિનારે લઇ ગયો હતો. જ્‍યાં રિક્ષાની પાછળની સીટીમાં જ અર્ધબેભાન વૃધ્‍ધા સાથે બળાત્‍કાર ગુજારી બાદમાં ધોકા ફકટારી હત્‍યા કરી હતી. વૃધ્‍ધા મૃત્‍યુ પામ્‍યાની ખાત્રી કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા કપડા વીંટાળી કિનારે પાણીમાં લાશ ફેંકી ભાગી ગયો હતો અને નિરાંતે ઘરે જઇ રિક્ષા મુકી સુઇ ગયો હતો. બીજા દિવસે કંઇ બન્‍યું ન હોય તેમ રિક્ષાના ફેરા કરવા નીકળી ગયો હતો.

આ જધન્‍ય અપરાધમાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ પોતે ફરિયાદી બન્‍યા છે અને આરોપી રમેશ બચુભાઇ વૈધુકીયા (ઉ.વ.૩૩-રહે. બ્રહ્માણી હોલ સામે મચ્‍છાભાઇની હોટેલ નજીક કોઠારીયા રોડ, મુળ ભીમામ તા. કાલાવડ) સામે બીએનએસ-૨૦૨૩ની કલમ ૧૦૩ (૧), ૬૪ (૨) (એલ), ૬૬, ૮૭, ૨૩૮ (એ) તથા જી.પી.એક્‍ટ કલમ-૧૩૫ મુજબ અપહરણ, બળાત્‍કાર, હત્‍યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

અગાઉ ત્રણ ત્રણ હત્‍યા કરી ચુકેલા અને એક કેસમાં તો ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્‍યા કરી ચુકેલા વિકૃત રમેશે ૭૬ વર્ષના વૃધ્‍ધાનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારી ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી દઇ ચોથા ગંભીર ગુનાને અંજામ આપ્‍યાનો પણ જરાય અફસોસ હોય તેવું તેના ચહેરા પર પોલીસને જણાયું નહોતું. આ વખતે પોલીસ અધિકારીઓ દ્વારા આ આરોપીને શંકાનો લાભ ન મળે અને છુટી ન જાય તે માટે વિશેષ કાર્યવાહી-કાગળો કરવામાં આવશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી પુર્વ (ઇન્‍ચાર્જ) વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી.જી.ડોડીયા તથા એએસઆઇ રવિભાઇ વાંક તથા હેડકોન્‍સ. સંજયભાઇ મિયાત્રા, ભરતભાઈ જોગીયા, દેવાંગભાઈ પાલા, આકાશભાઈ સોલંક, પિયુષભાઈ ચિરોડીયા, મેરૂભા ઝાલ,  હરપાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત તથા કોન્‍સ. લક્ષમણભાઈ મકવાણા, પ્રદીપસિંહ ગોહીલ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, ભાવેશભાઈ ગઢવી, જયદીપસિંહ ભાટી, કુલદિપસિંહ જાડેજા,  હરપાલસિંહ જાડેજા તથા મનીષભાઈ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઈ બોરસદીયા તથા સાવનભાઈ સાંગાણીએ આ કામગીરી કરી હતી.

હવસખોર હત્‍યારા રમેશ વૈધુકીયાનો ભયાનક ગુનાહિત ભૂતકાળઃ ફાંસીની સજા હાઇકોર્ટ અપીલમાં રદ્દ થઇ હતી

 

રાજકોટ તા. ૨૭: હવસખોર હત્‍યારા રમેશ બચુભાઈ વૈધુકીયા (ઉ.વ.૩૩ ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ રહે. બ્રહ્માણી હોલની સામે, મચ્‍છાભાઈની હોટલ પાસે, કોઠારીયા રોડ)નો ભયાનક ગુનાહિત ભુતકાળ છે. જેનો ઉલ્લેખ હાલ નોંધાયેલી એફઆઇઆરમાં પણ કરાયો છે. (૧) રમેશ વિરૂધ્‍ધ હત્‍યાનો પ્રથમ ગુનો વર્ષ ૨૦૧૦માં ચોટીલામાં  દાખલ થયો હતો. જેમાં તેણે ધોકા-પથ્‍થરથી માર મારરી હત્‍યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી. (આ કેસમાં લીંબડી સેસન્‍સ કોર્ટમાંથી નિર્દોષ છુટયો હતો)

(૨) હત્‍યાનો બીજો ગુનો ૨૦૧૮માં રાજકોટ થોરાળા પોલીસમાં નોંધાયો હતો. જેમાં તેણે ૩ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારી બાળકીની ક્રુર હત્‍યા કરી હતી. પોક્‍સો એટ્રોસીટી અપહરણ, બળાત્‍કાર, હત્‍યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. (આ કેસમાં સેસન્‍સ કોર્ટએ તેને ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ હાઇકોર્ટમાં અપીલ આધારે જેલમુક્‍ત થયો હતો)

(૩) ત્રીજો હત્‍યાનો ગુનો કુવાડવા રોડ પોલીસમાં ૨૦૧૮માં આચર્યો હતો. જેમાં ૭૫ વર્ષના અસમાબેન સાદીકોટ નામના વૃધ્‍ધાને રિક્ષામાં બેસાડી અપહરણ કરી હત્‍યા કરી લૂંટ ચલાવી હતી. વૃધ્‍ધાના દાગીના લૂંટવાના ઇરાદે તેમની હત્‍યા કરી હતી. આ કેસમાં પણ તે પકડાયો હતો. તેઓ આંખે ઓછુ દેખતા હોઇ રિક્ષા ભગવતીપરામાં તેમના ઘરે લઇ જવાને બદલે સોખડા તરફ લઇ જઇ પથ્‍થરથી હત્‍યા કરી દાગીના લૂંટયા હતાં. અગાઉ રમેશને અદાલતે ફાંસીની સજા ફટકારી ત્‍યારે પણ તેના પેટનું પાણી હલ્‍યું નહોતું અને તેના ચહેરા પર કોઇ પ્રકારનો પસ્‍તાવો જોવા મળ્‍યો નહોતો. (આ કેસમાં સેસન્‍સ કોર્ટમાંથી શંકાનો લાભ મેળવી છુટી ગયો હતો) અગાઉ ત્રણ ત્રણ હત્‍યાઃ રાજકોટમાં એક વ્‍હોરા વૃધ્‍ધાની લૂંટના ઇરાદે હત્‍યા, ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારી હત્‍યા અને એક ચોટીલામાં હત્‍યા

ત્રણ મહિના પહેલા જ જેલમાંથી છુટેલા રમેશ વૈધુકીયાએ હવે ચોથી હત્‍યા કરી છે. આ વખતે તેણે ૭૬ વર્ષના વૃધ્‍ધાનું અપહરણ કરી માર મારી અર્ધબેભાન કરી રિક્ષામાં જ બળાત્‍કાર ગુજાર્યો હતો અને બાદમાં હત્‍યા કરી લાશ આજી ડેમના કાંઠે ફેંકી દીધી હતી. આ વખતે પણ અગાઉની જેમ જ તેના ચહેરા પર કોઇ પસ્‍તાવો જોવા મળ્‍યો નહોતો.

‘અકિલા સાંધ્‍ય દૈનિક'ના આ સમાચારથી મૃતદેહની ઓળખ થઇ અને પોલીસ મુળ સુધી પહોંચી : અકિલા સાંધ્‍ય દૈનિકમાં અજાણ્‍યા મૃતદેહના સમાચારને તેમના વાલીવારસ મળી જાય એ હેતુથી પ્રસારીત કરવામાં આવે છે. આ કેસમાં પણ ‘અકિલા'માં આ સમાચાર ૨૨/૮ના રોજ પ્રસિધ્‍ધ કરાયા હતાં અને તે વાંચીને જ મૃતકના સગા આજીડેમ પોલીસ પાસે પહોંચ્‍યા હતાં. મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસ ઘટનાના મુળ સુધી પહોંચી હતી.  

વૃધ્‍ધા પર દૂષ્‍કર્મ આચરી હત્‍યા કરી લાશ ફેંકી રમેશ ઘરે જઇ નિરાંતે સુઇ ગયો હતો : સાત હનુમાન નજીકથી વૃધ્‍ધાને ઘરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી અપહરણ કરી અલગ અલગ જગ્‍યાએ ફેરવી મારકુટ કરી છેલ્લે આજી ડેમના કાંઠે લઇ જઇ વૃધ્‍ધા પર રિક્ષામાં જ બળાત્‍કાર ગુજારી હત્‍યા કરી બાદમાં લાશ ફેંકી દીધી હતી અને નિરાંતે ઘરે જઇ સુઇ ગયો હતો. બીજા દિવસે ફરી કંઇ બન્‍યું ન હોય તેમ રિક્ષાના ભાડા કરવા નીકળી ગયો હતો. જો કે આજીડેમ પોલીસને રિક્ષા નંબર મળી જતાં તેના આધારે તપાસ થતાં આરોપી સુધી પહોંચી ગઇ હતી.

(3:45 PM IST)