<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રાજકોટ જીલ્લામાં જુગારના પ દરોડાઃ ૩૨ પકડાયા

ગોંડલના ગોમટા ગામે ૧૦, જસદણમાં ૭, પડધરીના ઢોકળીયા ગામે ૮, ધોરાજીમાં ૬ અને ગોંડલના વેકરી ગામે જુગાર રમતા ૧ પકડાયોને ૭ નાસી ગયા

 

 

રાજકોટ તા.૨૭: રાજકોટ જીલ્લામાં જુગારના અલગ-અલગ પ દરોડામાં ૩૨ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા હતા જયારે ૭ શખ્‍સો પોલીસને જોઇ નાસી છુટયા હતા.

પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે  ગોમટા ગામી જયેશભાઇ અશોકભાઇ પાંચાણી વાળાની કબ્‍જા ભોગવટાની ગોમટા ગામની ખડી સિમ વિસ્‍તારમાં આવેલ પોતાની માલીકીની ખેતીવાડીની જમીનની ઓરડીમાં રેઇડ કરી જુગાર રમતા (૧) જયેશ અશોકભાઈ પાંચાણી ધંધો.ખેતી રહે.ગોમટા ગામ (૨) ગોપાલ નટુભાઈ ખાચરીયા ધંધો,ખેતી રહે.પાટીદડ ગામ (૩) હેંમાગ કાંતીભાઈ મણવર ધંધો.વેપાર રહે.ગોમટાગામ, (૪) નરેન્‍દ્ર નંદલાલભાઇ જીવાણી ધંધો.ખેતી રહે. પાટીદડ ગામ  (૫) વિમલ સુરેશભાઈ હદવાણી ધંધો,ખેતી રહે.ચોરડી ગામ (૬) મહેશ પુનાભાઇ સીતાપરા ધંધો, મજુરી રહે.પાટીદડ ગામ, (૭) અતુલ બાબુભાઇ ભાણવડીયા  ધંધો,ખેતી રહે.ગોમટા ગામ  (૮) જેનીશ રમેશભાઈ કાથરોટીયા  ધંધો,ખેતી રહે.ગોમટા ગામ (૯) યોગેશ ગોરધનભાઇ હદવાણી ધંધો.ખેતી રહે.ચોરડી ગામ, (૧૦) ગોૈતમ રામજીભાઈ જોરા ધંધો, મજુરી રહે.ગોમટા ગામને રોકડા રૂા.૧,૭૭,૩૧૦, ૩ બાઇક તથા ૭ મોબાઇલ મળી કુલ રૂા.૨,૮૨,૩૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં જસદણ પોલીસે જસદણ વિંછીયા રોડ ઉપર આવેલ ૬૬ કે.વી. પીજીવીસીએલ પાસે ખુલ્લી જગ્‍યામાં રેઇડ કરી જુગાર રમતા (૧) બાબુ મુળજીભાઈ ચાવડા, ધંધો-પ્રા.નોકરી, રહે.ભાડલા આંબેડકર વાસ(૨) વિશાલ ચનાભાઇ શિરોળીયા, ધંધો-વેપાર, રહે.જસદણ વાજસુરપરા શેરી નં.૧૫, (૩) રવિભાઇ મનિષભાઈ વાઘેલા, ધંધો. પ્રા.નોકરી, રહે.જસદણ ચિતલીયા કુવા રોડ શક્‍તિ ભુવન (૪) કેતનભાઇ રાજેશભાઇ વિસાણી,ધંધો-હેરસલુન, રહે.આટકોટ રોડ સોલીટર સોસાયટી બ્‍લોક નં-૩૫,  (૫) જયરાજભાઇ છગનભાઇ પરમાર, ધંધો-હેરસલુન, રહે.જસદણ આટકોટ રોડ સોલીટર સોસાયટી બ્‍લોક નં-૨૨,  (૬) સેજાનભાઇ સલીમભાઇ સૈયદ, ધંધો-મજુરી, રહે.જસદણ ગેબનશા સોસાયટી,  તથા (૭) દિવ્‍યેશભાઇ ઉર્ફે દર્શન અશોકભાઇ ચાંવ, ધંધો-વેપાર, રહે. જસદણને રોકડા રૂા.૧૩,૭૦૦, ૬ મોબાઇલ તથા ૭ બાઇક મળી કુલ ૩,૩૩,૭૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં પડધરી પોલીસે ઢોળકીયા ગામની સીમ વિસ્‍તારમાં કીરીટભાઇ ગોવિંદભાઇ પાણની વાડીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા (૧) કિરીટભાઇ ગોવિંદભાઇ પાણ ધંધો ખેતી (ર) જયેશભાઇ જેરામભાઇ મેતલીયા ધંધો ખેતી (૩) ભીમજીભાઇ કરમશીભાઇ વૈષ્‍ણાણી ધંધો ખેતી (૪) નિલેશભાઇ ગોવિંદભાઇ કુંડારીયા ધંધો ખેતી (પ) મહેશભાઇ ચુનીભાઇ સીરજા ધંધો ખેતી તથા (૬) રામજીભાઇ સામજીભાઇ મુછડીયા ધંધો મજુરી રે. તમા ઢોળકીયા ગામ અને (૭) પારસભાઇ કિરીટભાઇ જાવીયા ધ઼ધો કારખાનુ રહે. નાનામવા મેઇન રોડ ગોલ્‍ડન પાર્ક સોસાયટી શેરી નં. ૧ રાજકોટ તથા (૮) અશ્વીનભાઇ ગોવિંદભાઇ સુરેજા ધંધો કારખાનુ રહે. જીવરાજ પાર્ક નચીકેતા સ્‍કુલ ની બાજુમાં શેરી નં. ૧ રાજકોટને રોકડા રૂા.૧,૬૬, ૬૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ધોરાજી સીટી પોલીસે ધોરાજી રામપરા ચાપાધાર ચામુંડા પાન પાસે જાહેર રોડ રેઇડ કરી જુગાર રમતા (૧) વિપુલ જાદવભાઇ વરૂ ધંધો.મજુરી, (ર) મનોજ જીણાભાઇ ડાભી ધંધો.ખેતી, (૩) જયેશ બાબુભાઇ મેણીયા ધંધો.મજુરી (૪) સંજય જીણાભાઇ ડાભી ધંધો.મજુરી, (પ) ભલા કાનાભાઇ ટોળીયા ધંધો.મજુરી તથા (૬) ઘોઘા બોદાભાઇ ટોળીયા ધંધો.મજુરી રહે. બધા ધોરાજી રામપરા ચાપાધાર પાસેને ૧૯૭૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમો દરોડોમાં  ગોંડલ તાલુકા પોલીસે વેકરી ગામ કીશનભાઇ ભરવાડના વાડા પાસે જાહેર જગ્‍યામાં રેઇડ કરી જુગાર રમતા (૧) સુરેશભાઇ પરબતભાઇ સોરઠીયા ધંધો ખેતી રહે. વેકરીય ગામને ઝડપી લીધો હતો. જયારે આ રેઇડ દરમિયાન દીગુભા રામસંગભા ચુડાસમા, વિશાલભાઇ રતાભાઇ ભરવડા, અક્ષયભાઇ કવાભાઇ ભરવાડ, કીશનભાઇ રતાભાઇ ભરવાડ, રયલાભાઇ બટુકભાઇ ઠાકરડા, પંકજભાઇ દેવશીભાઇ બગડા તથા સુરેશભાઇ મકવાણા રહે. તમામ વેકરી સહીત ૭ શખ્‍સો નાસી છુટયા હતા. પોલીસે રોકડા રૂા. ૩ર૮૦, ૧ મોબાઇલ તથા બે બાઇક મળી કુલ ૭૮,ર૮૦નો મુદામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(11:35 AM IST)