<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

બપોરે ૩:૪૫ વાગ્‍યે રા.લો. સંઘની ચૂંટણીઃ ૧૦ બેઠકો બિનહરીફઃ પાંચ બેઠકો ઉપર જામશે ચૂંટણીનો જંગ. : જુઓ વિડિયો

રાજકોટ,તા.૨૭: રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ (રા.લો)ની ચૂટણીમાં સહકારી અને રાજકીય ગરમાવા વચ્‍ચે ૧૦ બેઠકો બિન હરીફ થઇ છે આમ હવે ૫ બેઠકો ઉપર સીધી સ્‍પર્ધા જામશે

આજે ફોર્મ પાછા ખેંચવાનો બપોરે ૩ વાગ્‍યા સુધીનો સમય હતો તે પૂર્ણ થતા ૧૦ બેઠકો બિનહરીફ થઇ છે. જ્‍યારે ૮ બેઠકો ઉપર સીધો જંગ જામશે.

 અરવિંદભાઇ રૈયાણી સામે નિતીનભાઇ ચોવટીયા, બાબુભાઇ નસીત સામે હરજીભાઇ પીપળીયા, વિજયભાઇ સખીયા સામે ઘોઘુભા(ઘંટેશ્વર), મહેશભાઇ આસોદરીયા સામે ધીરૂભાઇ રોડક અને નીતીનભાઇ રૈયાણી સામે અનિરૂધ્‍ધસિંહ વચ્‍ચે જંગ જામશે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:56 PM IST)