<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળમાં રાજકોટથી જનારા ૧૨૦ પ્રવાસીઓની ટુર છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા રદ થયેલ

લોકોનું કહેવું છે કે મહાદેવની અપાર કૃપાને કારણે જ છેલ્લી ઘડીએ આ ટુર રદ થઈ અને એક મોટી હોનારતમાંથી બચી ગયા

રાજકોટમાંથી નેપાળ પ્રવાસે જવા નીકળેલા ૧૨૦ લોકો માટે સદનસીબનો બનાવ ચર્ચામાં આવ્યો છે, નેપાળમાં સર્જાયેલી ભારે પૂર દુર્ઘટના વચ્ચે રાજકોટથી જનારા ૧૨૦ પ્રવાસીઓની ટુર છેલ્લી ઘડીએ પરમિશન ન મળવાના કારણે રદ કરવી પડી હતી. જે સમયે આ ટુર કેન્સલ થઈ ત્યારે પ્રવાસીઓમાં ભારે નિરાશા છવાઈ હતી, પરંતુ નેપાળમાં પૂરે સર્જેલી તારાજી બાદ તમામ ૧૨૦ લોકોનો આબાદ બચાવ થતાં તેમણે રાહતનો શ્વાસ લીધો છે. લોકોનું કહેવું છે કે મહાદેવની અપાર કૃપાને કારણે જ છેલ્લી ઘડીએ આ ટુર રદ થઈ અને તેઓ એક મોટી હોનારતમાંથી બચી ગયા..

    

(1:33 PM IST)