તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th August 2026
ગુજરાત હાઉસીંગ બોર્ડ રંગોલી પાર્કના ૧૧૬૪ ફલેટ સંદર્ભે સોલાર સિસ્ટમ નાખવા અને બી.યુ.પરમિશન આપવા મુખ્યમંત્રીને રજુઆત
કાયદાકીય શરતો જી.એચ.બી.એ પુર્ણ નહિ કરતા ફલેટ ધારકો ઉપર જંગી વિજ બિલનો બોજ

રાજકોટ, તા., ૨૭ : કાલાવડ રોડ, મોટા મવા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત પંડિત દીનદયાળનગર (રંગોલીપાર્ક સોસાયટી) ના ૧૭ હાઇ-રાઇઝ ટાવર્સના ૧૧૬૪ ફ્લેટ ધારકોએ નિયમોનુસાર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા અને કાયદાકીય શરતો પૂર્ણ કરી બિનશરતી B.U. પરમીશન તથા પર્યાવરણીય NOC મેળવવા અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિસ્તળત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.
કાયદાકીય જોગવાઈઓ અને શરતોનો ભંગ તેમજ GDCR નિયમોનો સરેઆમ ભંગ કરી GDCR ના નિયમ ૨૫.૬.૧ (ટેબલ ૨૫.૬-૨) મુજબ ગૃપ હાઉસીંગ શ્રેણી હેઠળ આવતા આવાસો માટે કનેક્ટેડ લોડના લઘુત્તમ ૫ ટકા અથવા ઉપલબ્ધ છતની જગ્યાના ૨૦ વોટ/ચોરસ ફૂટ (20W/sqft) બેમાંથી જે વધારે હોય તે ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવી કાયદાકીય રીતે અનિવાર્ય છે.
આ અંગે શરતી B.U. પરમીશનઃ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) ના સાઇટ વેરિફિકેશન રિપોર્ટ (ફાઇલ નં. મોટા મવા/૧૪૩૭/૨૩૦૬) માં સોલાર લાઇટિંગ અંગે વાંધો ઉઠાવાયો હતો. હાઉસિંગ બોર્ડ દ્વારા સોલાર સિસ્ટમ નાખવાની લેખિત ખાતરી આપવામાં આવતા RUDA દ્વારા માત્ર શરતી B.U. પરમીશન આપવામાં આવી હતી, જે આજે ૧૦ વર્ષ પછી પણ બિનશરતી થઈ નથી.
પર્યાવરણીય NOC (EC) નો મુદ્દોઃ ૨૦,૦૦૦ ચો.મી.થી વધુ વિસ્તાર ધરાવતા આ પ્રોજેક્ટ માટે કાયદાકીય રીતે શરતી EC (તા. ૩૧.૦૫.૨૦૧૬) મળેલ છે, પરંતુ સોલાર વોટર હીટિંગ (શરત ક્રમાંક ૬૨) અને પર્યાવરણીય શરતોનું સમયસર પાલન ન થવાને કારણે બિનશરતી NOC અટકેલું છે.
વર્ષ ૨૦૧૬માં મકાનોનો કબજો સોંપાયાને એક દાયકો વીતી ગયો હોવા છતાં કાયદાકીય પરવાનગીઓ અધ્ધરતાલ છે. સોલાર નેટ-મીટરિંગ સિસ્ટમ સ્થાપિત ન થવાને કારણે ૧૧૬૪ મધ્યમવર્ગીય પરિવારોને લિફ્ટ, વોટર પંપ અને કોમન લાઇટિંગ માટે દર મહિને આશરે ઈં ૪,૩૪,૯૭૨/- નું જંગી વીજ બિલ ભરવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસીગ ર્બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેરશ્રીના પત્ર મુજબ આ પ્રોજેક્ટના અગાઉ મંજૂર થયેલ બજેટમાંથી બચેલી રકમ સેવિંગ્ઝ ફંડમાંથી જ સોલાર પ્રોજેક્ટ આસાનીથી પૂર્ણ થઈ શકે તેમ છે. આ માટે સરકારી તિજોરી કે રહીશો પર નવો કોઈ નાણાકીય બોજ આવશે નહીં.
રંગોલી પાર્કના લોકોની મુખ્ય માંગણીઓ મુજબ (૧) ઓન-ગ્રીડ સોલાર સ્થાપનાઃ મંજૂર થયેલ ટેરેસ ફ્લોર પ્લાન (સ્કેલ ૧:૨૦૦) મુજબ તમામ ૧૭ ટાવરો પર તાત્કાલિક ઓન-ગ્રીડ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે તેમજ (૨) બચત ફંડનો ઉપયોગઃ પ્રોજેક્ટના બચેલા સેવિંગ્ઝ ફંડમાંથી આ કામગીરી માટે નાણાકીય મંજૂરી આપવામાં આવે અને (૩) બિનશરતી B.U. અને EC: કાયદાકીય જોગવાઈઓ પૂર્ણ કરી સોસાયટીને સત્વરે કાયદેસરની બિનશરતી B.U. પરમીશન તથા એનરોલ્ટમેન્ટ એનઓસી અપાવવામાં આવે તેવી ફલેટ ધારકો વતી ભીખાલાલ વ્રજલાલ સહાયતા, રંગોલી પાર્ક સોસાયટી ફ્લેટ હોલ્ડર હિતરક્ષક સમિતિ, પંડિત દીનદયાળનગર, મોટા મવા, કાલાવડ રોડ, રાજકોટ દ્વારા જણાવાયું છે.
(2:09 PM IST)










