<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ત્રણ બાઇક અને ચાંદીના બિસ્‍કીટની ચોરી કરનાર રાજકોટના કૌશિકને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટમાંથી ર, પારડીમાં ૧ બાઇક અને રાજકોટમાંથી ત્રણ મોબાઇલ ફોન તથા સુરેન્દ્રનગરમાંથી ચાંદી-રોકડ ચોર્યાની કબુલાત

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ર૭: ત્રણ બાઇક, ચાંદીના બિસ્‍કીટ અને મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્‍કરને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર વણ-શોધાયેલ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીનો સ્‍ટાફ પારડી ગામ પાસે આવેલ દ્વારકાધીશ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કેટરર્સ પાસે થયેલ બાઇક ચોરીના ગુન્‍હામાં આરોપી કૌશીક ઉર્ફે કાલી બીપીનભાઇ સોલંકી ઉ.વ. ૧૯ રહે. રાજકોટ વામ્‍બે આવાસ યોજના તા.જી. રાજકોટ મુળ ગામ કરમડ તા. ચુડા જી. સુરેન્‍દ્રનગરને ઝડપી લઇ પુછતાછ કરતા તેણે ગઇ તા.૨૫/૦૮/૨૦૨૬ ના રાત્રીના સમયે પારડી ગામ બ્રીજના ખુણે દ્વારકાધીશ નામ ના રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કેટરર્સ પાસે થી એક હીરો કંપનીનું સપ્‍લેન્‍ડર પ્રો મોટર સાયકલ રજી નં જીજે ૦૩ એચ.પી.૮૨૫૧ વાળા ની ચોરી કર્યાની તેમજ આજથી આશરે પાંચ દીવસ પહેલા માધાપર ગામ પાસે આવેલ મામાદેવ ના મંદીર પાસે થી એક કાળા કલરના એકટીવામા લખેલ રજી નં જીજે ૨૭ સીએ ૯૧૬૪ વાળાની ચોરી, આજથી આશરે આઠેક દીવસ પહેલા રાજકોટ પી.ડી.એમ કોલેજ ફાટક પાસે આવેલ સ્‍વામીનારાયણ ના મંદીર પાસેથી એક પોલીસ પટાના સપ્‍લેન્‍ડર મો.સા ની ચોરી,   આજથી આશરે ત્રણ દીવસ પહેલા રાજકોટ ગોડલ નેશનલ હાઇવે રોડ ખોડીયાર હોટલની સામેના ભાગે આવેલ એક કેબીન માથી બેટરીની ચોરી, રાજકોટ ના અલગ અલગ વિસ્‍તાર મા અલગ અલગ દીવસે ત્રણ મોબાઇલ ચોરી તથા આજથી આશરે વિશેક દીવસ પહેલા સુરેન્‍દ્રનગર આંબેડકર નગર ૦૧ મા આવેલ આર્યા હેરસલુન વાળી શેરીમાં આવેલ એક ઓફીસ માથી એક ચાંદીનુ બિસ્‍કીટ તથા બે ચાંદીના સીક્કા, ત્રણ મોબાઇલ તથા ૫૦૦૦/- રોકડા ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

 રૂરલ એલસીબીએ ત્રણેય બાઇક અને ચાંદી સહિત ૧૪ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો છે. પકડાયેલ કૌશિક મેટોડા પોલીસ મથકના ગુન્‍હામાં પકડાઇ ચુકયો છે.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે.પી.રાવ તથા પીએસઆઇ  એચ.સી.ગોહીલ, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ,  એએસઆઇ બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રીજરાજસિહ જાડેજા, એએસઆઇ રોહિતભાઇ બકોત્રા,  એચસી શીવરાજભાઈ ખાચર, એચસી છત્રપાલસિહ જાડેજા, એચસી પ્રતાપસિહ સોલંકી તથા એચસી અલ્‍પેશભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી

(4:25 PM IST)