તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 27th August 2026
ઈન્કમટેક્સ ગુજરાત ગોલ્ડ કપ - ઓલ ઈન્ડિયા નેશનલ લેવલ હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટ : ઈન્કમટેક્સ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, અમદાવાદ દ્વારા હોકી ઈન્ડિયાના બેનર હેઠળ અને તેની મંજૂરીથી આયોજિત ઈન્કમટેક્સ ગુજરાત ગોલ્ડ કપ - ઓલ ઈન્ડિયા નેશનલ લેવલ હોકી ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન શ્રી સમીર દાદ, ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અને ઓલિમ્પિયન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની ઉપસ્થિતિએ ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો અને ટુર્નામેન્ટના ઉદ્દઘાટન સમારોહને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. ગઇકાલે પ્રથમ મેચમાં ઈન્કમટેક્સ ગુજરાત અને ગુરુકુલ કાંગરી, હરિદ્વાર વચ્ચે મુકાબલો થયો હતો. ઈન્કમટેક્સ ગુજરાતે શાનદાર પ્રદર્શન કરતાં ૬ વિ. ૧ ગોલથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ઈન્કમ ટેક્સ ગુજરાતના મનપ્રીતસિંહને તેમના ઉત્કળષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
દિવસની બીજી મેચમાં કસ્ટમ્સ મુંબઈ અને એએસએફ કૂર્ગ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. જેમાં એએસએફ કૂર્ગે કસ્ટમ્સ મુંબઈને ૪ વિ. ૧ ગોલથી હરાવ્યું હતું. એએસએફ કૂર્ગના શ્રી ઉજ્જવલને તેમના ઉત્કળષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટમાં આજે તા. ૨૭ના રોજ બે લીગ મેચ રમાશે : બપોરે ૩ વાગ્યે : ઈન્કમ ટેક્સ ગુજરાત વિ. આર.કે. રોય એકેડમી અને સાંજે ૫ વાગ્યે : કસ્ટમ્સ મુંબઈ વિ. એમ.પી. એકેડમી વચ્ચે રમાશે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલી ટીમોની ભાગીદારીથી આ રાષ્ટ્રીય કક્ષાની હોકી ટુર્નામેન્ટ ખેલાડીઓની પ્રતિભા, રમતગમતની ભાવના, શિસ્ત અને ટીમવર્કને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
(2:19 PM IST)










