News of Thursday, 27th August 2026
ઉદય કાનગડ દ્વારા આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરાશે
રાખડીનો નાજુક દોરો ભાઈ-બહેનના સંબંધની મજબૂતાઈ, લાગણી અને આત્મીયતાનું પ્રતીકઃ ઉદય કાનગડઃ વલ્લભભાઈ દુધાત્રા ગુરૂવાર સાંજે ૪ કલાકે રણછોડ નગર કોમ્યુનીટી હોલ, કડવા ભનુ રોડ ખાતે ઉદય કાનગડ, વલ્લભભાઈ દુધાત્રા ભાજપ પરિવાર દ્વારા આંગણવાડીના બહેનો સાથે રક્ષાબંધનની વિશેષ ઉજવણી

રાજકોટઃ તા.ર૬,રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના અતૂટ સંબંધને ઉજાગર કરવા વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને વિધાનસભા-૬૮ ભાજપ પરિવાર ઘ્વારા આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની વિશેષ લાગણીસભર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન આવતીકાલે તા.૨૭ ના ગુરૂવારે સાંજે ૪ કલાકે રણછોડ નગર કોમ્યુનીટી હોલ, કડવા ભનુ રોડ ખાતે કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી તેમના પ્રત્યે સ્નેહ અને સન્માનની લાગણી વ્યક્ત કરવામાં આવશે.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાએ જણાવેલ કે, ભારતીય સંસ્કળતિમાં રક્ષાબંધનનું પર્વ માત્ર ભાઈના હાથે બહેન રાખડી બાંધે અને બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે એટલા પૂરતું મર્યાદિત નથી. આ પર્વ પ્રેમ, લાગણી, વિશ્વાસ, જવાબદારી અને પરસ્પર સન્માનના પવિત્ર સંબંધનું પ્રતીક છે.
આંગણવાડી બહેનો સમાજના પાયાના સ્તરે રહીને બાળકોને પોષણ, આરોગ્ય, પ્રારંભિક શિક્ષણ અને માતા, બાળ કલ્યાણ સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. સમાજના ભાવિ નિર્માણમાં તેમની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.રક્ષાબંધનના પાવન અવસરે આંગણવાડી બહેનો સાથે ઉજવણી કરવાનો મુખ્ય ઉદેશ માત્ર તહેવારની ઉજવણી કરવાનો નથી, પરંતુ તેમની મહેનત, સેવાભાવ અને સમાજ -ત્યેના યોગદાનને સન્માન આપવાનો પણ છે.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા આંગણવાડીની બહેનો સાથે આત્મીય સંવાદ કરી રક્ષાબંધનની પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે, સાથે જ સમાજમાં બહેનોના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવશે.કાર્યક્રમ દ્વારા સ્નેહનો સંબંધ, સન્માનની ભાવના અને સેવા માટેની પ્રતિબધ્ધતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
(2:23 PM IST)










