તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
ધંધાખારને કારણે ડેરી સંચાલક રાણાભાઇ લોહ અને પુત્ર વિજય પર પાઇપથી હુમલો
સંત કબીર રોડ પેડક રોડના ખુણે અમુલ પાર્લર ખાતે રાતે બનાવ : દુધના ધંધાર્થી કમલેશ કલોતરા સહિતનાએ પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપઃ મારામારીના ફુટેજ વહેતા થયાઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: શહેરના સામા કાંઠે પેડક રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક પેડક રોડના ખુણે અમુલ પાર્લર તથા દૂધની ડેરી ચલાવતાં રબારી વેપારી અને તેમના પુત્ર પર તેમના જ જ્ઞાતિબંધુ અને દુધના વેપારીઓએ ધંધા ખારને કારણે હુમલો કરી પાઇપથી માર મારતાં વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ બાલકૃષ્ણ સોસાયટી-૧૪માં રહેતાં રાણાભાઇ હમીરભાઇ લોહ (ઉ.વ.૫૭) રાતે અગીયારેક વાગ્યે પેડક રોડના ખુણે પોતાના અમુલ પાર્લર-ડેરી ખાતે હતાં ત્યારે તેના જ જ્ઞાતિના કલશે કલોત્રા સહિતનાએ આવી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી.
રાણભાઇએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું અને મારો દિકરો વિજય રાણાભાઇ (ઉ.વ.૨૫) અમુલ પાર્લર અને ડેરી ચલાવીએ છીએ. સામે અમારા જ જ્ઞાતિના કમલેશ અને સંજય ડેરીમાં નોકરી કરે છે અને તે પણ ડેરી ચલાવે છે. ધંધાખારને કારણે તેણે અમારી દુકાને આવી દૂકાન બંધ કરી દેવાનું કહી ગાળાગાળી કરતાં ગાળો દેવાની ના પાડતાં પાઇપથી હુમલો કર્યો હતો. વચ્ચે પડનારા મારા દિકરા વિજયને પણ ઇજા થઇ હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાભાઇએ માથાકુટના સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતાં.
(2:50 PM IST)










