<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

જેલના બંદીવાનોને રાખડી બાંધવામાં આવી

જીલ્લા નારી સુરક્ષા સંસ્‍થા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્‍થાની બહેનોએ રક્ષાસુત્ર બાંધ્‍યા

રાજકોટઃ મધ્‍યસ્‍થ જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વ સંસ્‍થા દ્વારા રક્ષાસુત્ર-રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લા નારી સુરક્ષા સંસ્‍થાના ૧૫ બહેનો તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્‍થાના ૧૦ બહેનો દ્વારા જેલમાં રહેલા ૨૫૦ બંદીવાનોને અને ૭૦ મહિલા બંદીવાનોને તેમજ જેલ સ્‍ટાફને રક્ષા-રાખડી બાંધવામાં આવી હતની. જેલ વડા ડો. કે.એલ.એન. રાવના આદેશથી રાજકોટ ઝોનના વડા ડો. ગીરીશ પંડયાની રાહબરમીાં જેલ અધિક્ષક વી. પી. ગોહિલના નેતૃત્‍વમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

(3:16 PM IST)