<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

બી-ડિવીઝન, થોરાળા, આજીડેમ પોલીસના દરોડાઃ ૪ મહિલા સહિત ૧૮ને જુગટૂ રમતાં પકડી લેવાયા

ભગવતીપરામાં ઘરમાં, રામનગર, સનાતન પાર્કમાં જાહેરમાં જૂગાર રમાતો હતો

રાજકોટ તા. ૨૭: જૂગારના વધુ ત્રણ દરોડામાં ઘરમાં અને જાહેરમાં પત્તા ટીચતા ૪ મહિલા સહિત ૧૮ને પકડી લેવાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા-૨૨ ડંકીવાળા ચોકમાં રહેતાં અલ્‍પેશ હરિભાઇ પરમારના ઘરમાં દરોડો પાડી તેને તથા જગદીશ કેશવજીભાઇ રાઠોડ, ઉમેશ દેવજીભાઇ મકવાણા, રમેશ મેઘજીભાઇ સોલંકી, પ્રવિણ ગોપાલભાઇ ચુડાસમા, વિજય મનસુખભાઇ શુક્‍લ અને ભરત બચુભાઇ પરમાર (રહે. બધા ભગવતીપરા)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૬૦૫૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયા, જગદીશભાઇ વાંક,  ક્રિપાલસિંહ સહિતની ટીમે દરોડો પાડયો હતો.

જ્‍યારે થોરાળાના રામનગર-૧માં જાહેરમાં જૂગાર રમવા બેઠેલા ખોડીયારપરા-૨૪ના આશીષ ચુનીલાલ સોલંકી, નિલેષ મનસુખભાઇ સોલંકી, પ્રફુલ કિશનભાઇ સોલંકી અને મુકેશ અમરશીભાઇ ગોરસવાને થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. સાવલીયા, અજયભાઇ ચાવડા સહિતની ટીમે પકડી લઇ રૂા. ૧૦૯૦૦ની રોકડ અને ગંજીપાના કબ્‍જે કર્યા હતાં.

તેમજ ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે પીરવાડી પાસે સનાતન પાર્ક-૫માં જાહેરમાં જૂગાર રમી રહેલા વીર સાવરકર આવાસ યોજનાના વિશાલ ગોવિંદભાઇ કેશુર, ગણેશ સોસાયટીના નિલેષ વિનુભાઇ ખોલીયા, કામનાથ સોસાયટીના વિવેક ભગવાનજીભાઇ સોલંકી, જુના ગણેશનગરના  સોનલબેન રાજુભાઇ કેલૈયા, સનાત પાર્કના કોમલબેન ધવલભાઇ રાદડીયા, કિરણબેન મુકેશભાઇ સંચાણીયા, હુડકો ક્‍વાર્ટર ડી શેરી નં. ૧૭ના અલ્‍કાબેન હરસુખભાઇ ટાંકને પકડી લઇ રૂા. ૧૫૩૭૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડોડીયા, સાવનભાઇ સાંગાણી સહિતે દરોડો પાડયો હતો.

(3:17 PM IST)