<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રાજકોટ એસટી વિભાગના ૧૦ ડેપોમાં એપ્રેન્‍ટીસ ભરતી..

ડીઝલ, મોટર, મીકેનીક, વેલ્‍ડર, ઇલેકટ્રીશ્‍યન, ફીટર ટ્રેડ, કોપા ટ્રેડ, માટે અરજીઓ મંગાવાઇ..

રાજકોટ, તા. ૨૮: ગુ.રા.મા.વા.વ્‍ય. નિગમ, રાજકોટ વિભાગની એપ્રેન્‍ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યત્રાલય, ટાયર પ્‍લાન્‍ટ - રાજકોટ તથા રાજકોટ, સુરેન્‍દ્રનગર, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા, વોલ્‍વો રાજકોટ ડેપો ખાતે એપ્રેન્‍ટીસ એક્‍ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્‍ડર (ગેસ & ઇલેક્‍ટ્રિક), (૪) ઇલેક્‍ટ્રીશ્‍યન, ( ૫) ફીટર ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ, (૬) કોપા ટ્રેડ માટે ધોરણ ૧૨ પાસની સાથે આઈ.ટી.આઈ. પાસ (NCVT/GCVT ફરજિયાત) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્‍ટિસ તાલીમાર્થી તરીકેની ભરતી કરવાની ાય છે. આથી તા.૦૧/૦૯/૨૦૨૬ થી તારીખઃ ૦૭/૧૦/૨૦૨૬ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્રક સમય :૧૧-૦૦ થી ૨ દરમ્‍યાન મેળવી લેવાના રહેશે તથા ભરેલ અરજીપત્રકો તારીખ : ૦૭/૧૦/૨૦૨૬, સમય ૨- કલાક સુધીમાં પરત કરવાના રહેશે

(10:58 AM IST)