તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
સાતમ-આઠમના તહેવાર સંદર્ભે ૬ દિ'માટે રાજકોટમાં પૂરવઠાનું ‘ફરસાણ-ગાંઠીયા'માં ‘શરમજનક' ભાવ બાંધણું!!
ફરસાણમાં પણ આવો જ ઘાટઃ ફાફડા-વણેલા ગાઠીયા ૧ કિલોના રૂા. ૬૦૦થી ૬પ૦માં જોઇએ તેટલા મળે છે!? : મીટીંગમાં વેપારીઓએ કીધુ ફાફડા ૧ કિલોના રૂા. ૮૦૦: અને તંત્રે માની લીધુ

રાજકોટ, તા. ર૮: રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે અને મામલતદારોએ રાજકોટમાં સાતમ-આઠમના તહેવાર સંદર્ભે ફાફડા, વણેલા ગાંઠીયા અને ફરસાણમાં ‘શરમજનક' ભાવ બાંધણુ કરતા લોકોમાં દેકારો મચી ગયો છે.ગઇકાલે મામલતદારો અને ફરસાણ એસો.ના હોદેદારો વચ્ચે સાતમ-આઠમના ૬ દિવસ માટે ભાવ બાંધણા અંગે મીટીંગ મળી તેમાં ફરસાણના વેપારીઓએ સીંગતેલમાં લાઇવ ગાંઠીયાના કિલોના રૂા. ૮૦૦ રજુ કર્યા, ફરસાણનો ભાવ રૂા. ૬૬૦ દેખાડયો, આ ઉપરાંત કપાસીયા તેલના લાઇવ ગાંઠીયાના ૧ કિલોના રૂા. પ૬૦ અને ફરસાદનો ભાવ ૪૪૦ રૂપિયા કિલો રજુ કર્યો.
બેઠકમાં વેપારીઓએ રજુ કરેલા ભાવો પુરવઠા તંત્ર અને મામલતદારોએ માની લીધા અને શરમજનક ભાવ બાંધણું કરતા લોકોમાં પ્રચંડ રોષ છે. પ્રજા ટીકા કરી રહી છે કે સારાસારા પ્રખ્યાત ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા ગાંઠીયાનો ભાવ વર્તમાનમાં કિલોના રૂા. ૬૦૦ થી ૬પ૦ છે, કપાસીયા તેલમાં પ૦૦ થી પપ૦ છે, તો ૮૦૦ રૂપિયાનો ભાવ માની કેમ લીધો, આ તો હાલ મળે છે તેના કરતા પણ વધુ ભાવો ગરીબ, મધ્યમ વર્ગ અને શાહુકાર વર્ગે દેવા પડશે. આ બાબતે કલેકટર ડો. ઓમ પ્રકાશ તથા એડી. કલેકટરે દરમિયાનગીરી કરી ભાવ બાંધણુ કેન્સલ કરવું જોઇએ અને ફરીથી મીટીંગ બોલાવી ભાવો નકકી કરવા જોઇએ. અરે કેટલાક વિખ્યાત ફરસાણના ધંધાથીઓ કહી રહયા છે કે આ તો અમે લઇએ છીએ તેના કરતા પણ વધૂ ભાવો છે.
દરમિયાન પુરવઠાની એક યાદી મુજબ જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા ફરસાણનાં વેપારીઓની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ તથા જિલ્લા પુરવઠા અધિકારીની સુચનાનુસાર યોજાયેલ આ બેઠકમાં મામલતદાર શહેર પヘમિ, મામલતદાર શહેર પુર્વ તથા મામલતદાર શહેર દક્ષિણ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર જોબનપુત્રા તેમજ અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં તા.૦૧ સપ્ટેમ્બરથી તા.૦૬ સપ્ટેમ્બર દરમિયાન તહેવાર નિમિત્તે તેલનાં પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા નીચા ભાવે ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓએ સર્વ સમંતિ આપી હતી.
ફરસાણ અને મીઠાઈનાં નક્કી કરાયેલા ભાવ પ્રમાણે સીંગતેલનાં લાઈવ ગાંઠીયાનાં કિલોનો ભાવ હાલ રૂ. ૮૦૦ છે, જે આ તહેવાર દરમિયાન રૂ. ૭૪૦ તથા ફરસાણનો ભાવ જે હાલ રૂ. ૬૬૦ છે તે રૂ. ૬૨૦ રહેશે. સાથે સાથે કપાસિયા તેલનાં લાઈવ ગાંઠીયા કિલોનાં રૂ. ૫૬૦ તથા ફરસાણ ૪૪૦ રૂપિયા કિલો તથા પામોલીન તેલનાં લાઈવ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલો રૂ. ૪૮૦ તથા ફરસાણનો ભાવ રૂ. ૩૫૦ રહેશે.આ ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો પ્રવર્તમાન ભાવ રૂ. ૩૨૦ છે, જે તહેવાર દરમિયાન ૨૮૦ રૂપિયાનાં કિલો લેખે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે.મોહનથાળ અને મૈસુબ ટોપરાના લોટનો રૂ.૩૨૦ તથા ચણાના લોટનો રૂ.૨૮૦માં રાહતદરે વેચાણ કરાશે.
(2:12 PM IST)










