<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ફેસપેક સ્‍કીન કેરના નામે ડબ્‍બાઓમાં વ્‍હીસ્‍કીના ૯૨૪ ‘ચપલા' પેક કરી દિલ્‍હીથી ટ્રાન્‍સપોર્ટ દ્વારા રાજકોટ મોકલાયા : જુઓ વિડિયો

ઢેબર રોડ રાજકમલ ફાટક નજીક વાહન આંતરી લેવાયું: નકલી બીલ બનાવી હેરાફેરીઃ ૨.૬૫ લાખનો દારૂ જપ્‍ત ૨૮ પ્‍લાસ્‍ટીક કોટેડ પાર્સલ ખોલીને જોતાં અંદરથી પતરાના ડબ્‍બા નીકળ્‍યાઃ ડબ્‍બા ખોલતાં લાકડાના ભુસા સાથે દારૂના ચપલા નીકળ્‍યાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમની કામગીરીઃ કિરતસિંહ અને વાલજીભાઇની બાતમી

રાજકોટ તા. ૨૮: ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલ શ્રી નાથજી માર્બલ નજીકથી એક શંકાસ્‍પદ સફેદ કલરના કેરી માલવાહક વાહન જીજે૦૩બીએક્‍સ-૬૨૨૬માંથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો છે. દિલ્‍હીથી ફેસ પેક સ્‍કીન કેર પ્રીપરેશન જેલના નામે બોગસ બિલ બનાવી ટ્રાન્‍સપોર્ટ મારફતે દારૂ ઘુસાડવાના કૌભાંડનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે. ફેસપેકના ડબ્‍બાઓ અંદર છુપાવેલા વ્‍હીસ્‍કીના ચપલા પોલીસે બહાર કાઢી ગણતરી કરતાં ૯૨૪ ચપલા થયા હતાં. જેની કિંમત રૂા. ૨,૬૫,૧૮૮ થાય છે.

પીસીબીની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી. તેના આધારે વાહન આંતરી તપાસ કરતાં તેમાંથી ૨૮ જેટલા પ્‍લાસ્‍ટિકના કોટેડ બોક્‍સ (પાર્સલ) મળી આવ્‍યા હતા. આ બોક્‍સ ખોલીને જોતા પતરાના ડબ્‍બામાં લાકડાના ભુસા વચ્‍ચે સંતાડેલી ૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂ પાર્ટી સ્‍પેશીયલ ગોલ્‍ડ પ્રીમીયમ વ્‍હીસ્‍કીના ૯૨૪ ચપલા મળી આવ્‍યા હતાં.  જેની કુલ કિંમત રૂ. ૨,૬૫,૧૮૮  ગણવામાં આવી હતી.

તપાસ દરમિયાન સામે આવ્‍યું છે કે આ મોકલેલ પાર્સલો પર દિલ્‍હીની સ્‍નેહા ટ્રેડીંગ કંપની દ્વારા રાજકોટની સેન એન્‍ટરપ્રાઇઝના નામે રૂ. ૩૦,૧૦૦નો  ટેક્‍સ ઇન્‍વોઇસઁ (બિલ) બનાવવામા આવ્‍યું હતું.  જેમાં પ્રોડક્‍ટ તરીકે ફેસ પેક દર્શાવવામાં આવ્‍યું હતું. આ બોગસ બિલનો ઉપયોગ કરી શ્રી શ્‍યામ ટ્રાન્‍સપોર્ટ એજન્‍સી મારફતે માલ મંગાવવામાં આવ્‍યો હતો.

વાહન ચાલક અને સાથીદારની પોલીસે પુછતાછ કરતાં  કરતા જાણવા મળ્‍યું હતું કે તેઓને ભાડું આપીને માત્ર આ પાર્સલો ટ્રાન્‍સપોર્ટમાંથી ઉપાડી લાવવા જણાવાયું હતું. તેઓ આ પાર્સલોમાં દારૂ હોવાની જાણકારીથી અજાણ હોવાથી બંને સામે અટકાયતી કે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ વાહન અને દારૂનો જથ્‍થો જપ્‍ત કરાયો છે.

આ બોગસ બિલ બનાવી ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના ગુનામાં સામેલ દિલ્‍હી અને રાજકોટના મોબાઇલ નંબર ધારકો તેમજ તપાસમાં ખુલનારા તમામ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પતરાના ડબ્‍બા ખોલી ખોલીને દારૂના ચપલા બહાર કાઢવાની કામગીરીથી પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા. હેડકોન્‍સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(2:18 PM IST)