<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રાજકોટમાં રવિ- મંગળ ૮ વોર્ડમાં પાણી કાપ

ભાદર યોજના અને નવી પાઇપલાઇન જોડાણની કામગીરીને પગલે બે દિવસ પાણી વિતરણ ખોરંભાશે : તા.૩૦ના રોજ વોર્ડ નં.૭,૧૪,૧૭ તથા તા.૧ સપ્‍ટેમ્‍બરે વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩માં લોકો તરસ્‍યા રહેશે

રાજકોટ તા.૨૮: ભાદર યોજના અને નવી પાઈપલાઈન જોડાણની કામગીરીને પગલે રાજકોટના વિવિધ વિસ્‍તારોમાં તા.૩૦ ઓગસ્‍ટ અને તા.૧ સપ્‍ટેમ્‍બરે પાણી વિતરણ બંધ રહેશે.

મનપાની સતાવાર યાદી મુજબ ભાદર યોજનાના ગોંડલ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે ઈલે-મીકે. મશીનરી ઓગ્‍મેનટેશન કામ સબબ મશીનરીનું નવી ૯૦૦ એમ.એમ. હેડર લાઈન સાથે જોડાણ કરવાનું હોવાથી તા.૩૦ ઓગસ્‍ટ (રવિવાર) ના રોજ સેન્‍ટ્રલ ઝોન હસ્‍તકના ગુરુકુળ હેડવર્કસ આધારિત ઢેબરરોડ સાઈડના વોર્ડ નં.૭(પાર્ટ), ૧૪(પાર્ટ) અને ૧૭(પાર્ટ) ના વિસ્‍તારોમાં અને આજીથી મવડી તરફ જતી ૯૦૦ એમ.એમ. સાઈઝની મેઈન લાઈન સાથે નવી ૧૦૧૬ એમ.એમ. ડાયા પાઈપલાઈન જોડાણની કામગીરી સબબ તા.૦૧ સપ્‍ટેમ્‍બર(મંગળવાર) ના રોજ મવડી હેડવર્કસ આધારિત સવારના વિસ્‍તારોવોર્ડ નં. ૮ (પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૧(પાર્ટ),૧૨(પાર્ટ) અને ૧૩(પાર્ટ)માં શટડાઉન રાખવામાં આવેલ છે. જેથી પાણી વિતરણ ખોરંભાશે.

કયા કયા વિસ્‍તારમાં થશે અસર

તા.૩૦ના રોજ વોર્ડ નં.૭ના ભક્‍તિનગર પ્‍લોટ, વિજય પ્‍લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર, જૈન ચાલ તથા વિગેરે. વોર્ડ નં.૧૪ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્‍તિનગરસોસાયટી, ધર્મજીવનસોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્‍ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્‍લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમળત પાર્ક. વોર્ડ નં.૧૭ના નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્‍દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્‍યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.

જયારે તા.૧ સપ્‍ટેમ્‍બરને મંગળવારે વોર્ડ નં.૮ના રામધામ, ન્‍યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્‍લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક, વોર્ડ નં.૧૦ના જય પાર્ક, સ્‍વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-૧, સત્‍યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્‍ટિ સોસા. તથા વોર્ડ નં.૧૧ના ગોવિંદ રત્‍ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન , વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્‍ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ. વિસ્‍તારો તરસ્‍યા રહેશે.

ઉપરાંત વોર્ડ નં.૧૨ના ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્‍ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસા., જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વળંદાવન પાર્ક, વળંદાવન સોસા., ઇગલ રેસી. સુખ-સાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્‍વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમળત વાટિકા લક્ષમન જૂલા, આસ્‍તા રેસી. ભવાની નગર, સમળદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્‍ન, શ્‍યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્‍કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર અને વોર્ડ નં.૧૩ના આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ)માં તા.૧ના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

(2:11 PM IST)