તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
મવડી આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીયકક્ષાએ ઝળકયુઃ NQAS પ્રમાણપત્ર એનાયત
ભારત સરકાર દ્વારા નિયત ૧ર ગુણવત્તાસભર સેવાઓ માટે ૮૯.૮૮ ટકા મેળવ્યા

રાજકોટઃ તા.૨૮, મવડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું NQAS અસેસમેન્ટ તા.૧૬અને ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ ભારત સરકાર ના સભ્ય શ્રીમતિ કવિતા સિંઘ અને શ્રીમાન મોહમદ યાકુબ દ્રારા કરવામાં આવેલ હતું જેમાં રાજકોટ શહેર ના મવડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૮૯.૮૮ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.
આ સિદ્ધિ રાજકોટ શહેરની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તર ને પ્રદર્શીત કરે છે. રાજકોટ શહેર ના વોર્ડ નંબર - ૧૧ ના મવડીઆરોગ્ય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જેમા પ્રાથમિક આરોગ્ય ચકાસણી ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતળત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ,બાળકો ના રસીકરણ અભ્યાન,જનરલ ઓપીડી સેવાઓ,ચેપી અને બિનચેપી રોગોનું નિદાન અને સારવાર, ઈમરજન્સી આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવત્તા ચકાસણી, દર્દી કેન્દ્રીત સેવાઓની ઉપલબ્ધતાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમાંમ માપદંડો ની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી અનુસંધાને મવડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. મેડિકલ ઓફિસર ડો.ઉર્વેશ મણવર અનેમવડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ આર.બી.એસ. કે. મેડીકલ ઓફિસર, ફાર્મસીસ્ટ, લેબ ટેકનીશીયન, સ્ટાફ નર્સ,નોડલ ફિમેલ હેલ્થ વર્કર, એમ.પી. એચ. ડબ્લ્યુ., એ.એન. એમ. બહેનો આશા બહેનોની મહેનતનું પરિણામ છે.
(2:28 PM IST)










