તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ
બાસ્કેટબોલ સ્પર્ધાનો શુભારંભઃ ૮ ટીમોએ ભાગ લીધો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે બાસ્કેટબોલ ગ્રાઉન્ડમાં આજથી તા. ૩૦ સુધી ત્રણ દિવસ માટે ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો શુભારંભ થયો છે. જેમાં રાજય પોલીસ દળની પુરૂષોની-પ અને મહિલાઓની-૩ ટીમોએ ભાગ લીધો છે, જયારે આ સ્પર્ધાના અનુસંધાને ઓમ્નીટેક એન્જીનીયરીંગ અને એહસાસ ટ્રસ્ટ, રાજકોટના સહયોગથી બાસ્કેટબોલ કોર્ટનું નવનીકૃત કરી સિન્થેટી ગ્રાઉન્ડ બનાવાયુ હોય તેનું લોકાર્પણ કરાયું હતું. આ સેરેમનીમાં પોલીસ કમિશ્નર ઉપરાંત ડીસીપી ટ્રફિક હરપાલસિંહ જાડેજા, ડીસી.પી. ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-ર, રાકેશ દેસાઇ, ઓમ્નીટેક એન્જીનીયરીંના કન્નરી ઉદયભાઇ પારેખ, અહેસાસ ટ્રસ્ટના નિશ્ચલભાઇ સંધવી, તમામ એ.સી.પી. અને પીઆઇ ઉપસ્થિત રહયા હતા.
(2:29 PM IST)










