તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
લોકમેળા અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામુઃ કયા રસ્તા બંધ અને ખુલ્લા રહેશે તે જાણી લો
રેસકોર્સ તરફ જતા અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ અને નો પાર્કિંગ જાહેર

રાજકોટ તા. ૨૮: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આગામી તા. ૦૨/૦૯ થી તા. ૦૫/૦૯ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક સાંસ્કળતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં જનમેદની પોતાના વાહનો સાથે આવશે. મેળા દરમિયાન ટ્રાફિક સુચારૂ અને સલામત રહે, અકસ્માતો નિવારી શકાય તથા જનતા સરળતાથી હરી-ફરી શકે તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક નિયમનનું વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ રસ્તાઓ પર રહેશે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ
લોકમેળાના દિવસો (તા. ૦૨/૦૯/૨૦૨૬ થી ૦૫/૦૯/૨૦૨૬) દરમિયાન નીચે દર્શાવેલ માર્ગો પર પ્રવેશ-બંધી અને નો-ર્પાકિંગનો સખત અમલ રહેશે.
૧. રેસકોર્સ રીંગરોડ-જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક અને આમ્રપાલી અંડર બ્રિજ સુધીના તમામ વાહનો માટે પ્રવેશ બંધી અને બંને બાજુ ૅનો-પાર્કિંગ. ૨. ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ-તમામ વાહનો માટે પ્રવેશ બંધ. ૩. આઈ.બી. ઓફિસથી રૂલ એસપીના બંગલા સુધી-તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ. ૪. સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી પ્રવેશ બંધ. ૫. ચાણકય બિલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોક અને જિલ્લા પંચાયત ચોક સુધી નો-ર્પાકિંગ ઝાન. ૬. રેસકોર્સ રીંગરોડ ફરતે-લારી, ગલ્લા, પાથરણાં કે રેકડી રાખવાની સખત મનાઈ. ૭. વિશ્વા ચોકથી જૂની એન.સી.સી. ચોક-પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ. ૮. ભારે વાહનો તથા પ્રાઇવેટ લક્ઝરી બસોને રેસકોર્સ રીંગરોડ પર સંપૂર્ણપણે પ્રવેશ-બંધી. ૯. તમામા રિક્ષાઓ અને પેસેન્જર ભરી મેળામાં આવતાં વાહનો ચૌધરી હાઇસ્કૂલ ચોક, ભીલવાસ ચોક, મહિલા અંડર બ્રિજ, આમ્રપાલી અંડર બ્રિજ, ધ-સીટી સેન્ટ્રલ, એરપોર્ટ સર્કલ, જામનગર રોડ, રૂડા બિલ્ડીંગ અને જામટાવર ચોકથી મેળા તરફ પ્રવેશ કરી શકશે નહીં.
આ રસ્તાઓ ખુલ્લા રહેશે
મેળા દરમિયાન વાહનચાલકોની સુવિધા માટે આ મુજબના વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ગાંધીગ્રામ અને એરપોર્ટ ફાટક તરફ જવા માટે-ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ અને સાંઢીયાપુલ થઈને અવરજવર કરી શકાશે.
કિસાનપરા અને આમ્રપાલી તરફ જવા માટેઃ શ્રોફ રોડ, ચાણકય બિલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડર બ્રિજથી રૈયારોડ તરફ જઈ શકાશે.
રેસકોર્સ પાર્ક અને મારૂતિનગરમાં રહેતા રહાવાસીઓ માટેઃ ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ, સાંઢીયાપુલ થઈ એરપોર્ટ ફાટકથી અથવા આમ્રપાલી અંડર બ્રિજથી રેસકોર્સ મેયર બંગલાથી રેલવે પાટાની જમણી બાજુના રોડથી એરપોર્ટ ફાટક થઈ અવરજવર કરી શકાશે.
પ્રાઇવેટ લક્ઝરી બસો માટે મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઈને રસ્તો ખુલ્લો રહેશે.
વાહન ચાલકો માટે ઝડપ મર્યાદા પણ નક્કી કરાઇ છે. જેમાં રેસકોર્સ રીંગરોડ ફરતે પાસ ધારક વાહનચાલકો ૧૦ કી.મી.થી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહીં. (લોકમેળાની ફરજ પરના સરકારી અને પ્રાઇવેટ વાહનોને આ શરત લાગુ પડશે નહીં).
ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ તેમજ આકસ્મિક સંજોગોમાં સરકારી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું છે.
(2:50 PM IST)










