<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

લાતીપ્‍લોટમાં નકલી તમાકુના કારખાનામાં એસઓજી ત્રાટકી

હિરેન સોનેજી અને તેના ભાઇ રાજુ સોનેજી સાથે મળી હિરેન પરફયુમરી વર્કસમાં અગાઉ પાનમસાલા બનાવતાં: કોરોના કાળથી ડુપ્‍લીકેટ તમાકુ બનાવી સપ્‍લાય કરવાનું ચાલુ કર્યાનુ રટણ : પોતાના જ ફેરીયાઓ મારફત રાજકોટ તેમજ ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, મોરબી, ટંકારામાં સપ્‍લાય કરતાં: પાંચસો ગ્રામ તમાકુના વેંચાણ પર અઢીસો રૂપિયા જેવો નફોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી અને ટીમની કામગીરીઃ છુટક તમાકુમાં એસેન્‍સની ભેળસેળ કરી ૫૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ ૫૦ ગ્રામના ડબ્‍બા-પડીકીઓ બનાવી વેંચાણ કરતાં: સુગંધીત દ્રવ્‍યો, ભેળસેળ કરવાના મિકસચર, કેમીકલ, કથ્‍થાઇ પાવડર, સુગમ ટોબેકો લખેલા પતરાના નાના ડબ્‍બા સહિતો મુદ્દામાલ કબ્‍જે ચાંદીના વરખની બદલે ફૂડ પેક માટે વપરાતી સિલ્‍વર ફોઇલનો ભુક્કો ઉમેરતાં! એએસઆઇ રાજેશભાઇ બાળા, એએસઆઇ સિધ્‍ધરાજીસંહ જાડેજા અને હેડકોન્‍સ. સ્‍નેહભાઇ ભાદરકાની બાતમી નકલી તમાકુના ડબ્‍બા સાથે પીઆઇ એન. બી. ચોૈધરી

લાતી પ્‍લોટ-૧૧માં આવેલા હિરેન પરફયુમરી વર્કસ નામના પાનમસાલાના કારખાનાની આડમાં નકલી ડુપ્‍લીકેટ તમાકુનું ઉત્‍પાદન થતું હોવાનો પર્દાફાશ એસઓજીની ટીમે કર્યો છે. તસ્‍વીરોમાં તમાકુના રેપર, નકલી તમાકુનો જથ્‍થો, પેક કરવાના મશીનો સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે 

રાજકોટ, તા.૨૮: શહેરમાં ડુપ્‍લીકેટ વસ્‍તુઓ બનાવતા ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ શરૂ કરી છે. લાતી પ્‍લોટ વિસ્‍તારમાં બાતમીના આધારે એસઓજીએ ગોડાઉનમાં  ધમધમતાો ડુપ્‍લીકેટ તમાકુ  બનાવવાના કારખાનામાં દરોડા પાડી રૂા.૧.૭૨ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કારખાનામાં બંને ભાઇઓએ કોરોના કાળથી નકલી તમાકુનો આ ધંધો શરૂ કર્યા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યુ છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ પર લાતીપ્‍લોટ શેરીનં. ૧૧માં ચોૈહાણ વાડીમાં હિરેન પરફયુમરી વર્કસ નામના ગોડાઉનમાં હિરેન કાંતીલાલ સોનેજી (ઉ.વ. ૫૧ રહે. કરણસિંહજી હાઇસ્‍કુલ પાછળ, આશાપુરા રોડ અને તેનો ભાઇ રાજુ(ઉ.વ. ૪૯ રહે દર્શન એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૦૪, રાણીગાવાડી સામે કાંતાસ્‍ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ ડુપ્‍લીકેટ તમાકુનું ઉત્‍પાદન કરી છુટક વેપારીઓને વેચાણ કરતા હોવાની એસઓજીના એએસઆઇ રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા અને હેડ કોન્‍સ્‍ટેબલ સ્‍નેહભાઇ ભાદરકાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન.વી. ચોૈધરીની રાહબારીમાં ટીમે દરોડો પાડયો હતો. તપાસ બને ભાઇઓ લાયસન્‍સ વગર ડુપ્‍લીકેટ તમાકુનું ઉત્‍પાદન કરતા હોવાનું ખુલતા પોલીસે બને સામે કાર્યવાહી કરી હતી.

પોલીસે ઘટના સ્‍થળેથી અલગ અલગ પ્‍લાસ્‍ટીકના પ૦૦ ગ્રામના ૧૪૩ પેકેટ, પ૦ ગ્રામની ૧૬૮ ડબ્‍બી, ર૦૦ ગ્રામની ૧પ૩ ડબ્‍બી, ૪૦.પ૦૦ ગ્રામ તમાકુ ભરેલ જથ્‍થો, ૧પ૦ લીટર લીકવીડ, ૮૦૦ ગ્રામ સીલ્‍વર વરખ ભરેલ કોથળો, સુગંધીત દ્રવ્‍ય ભરેલ ૭ કેન, ૧૦ ખાલી કેરબા, સ્‍ટીલની થેલી, ગ્રેન્‍ડર મશીન, કેમીકલ અને તમાકુ મીક્ષ કરવાનું મિક્ષર, તમાકુ, મુખવાસ પેક કરવાનું ઇલેકટ્રીક મશીન, અલગ અલગ તમાકુ, મુખવાસ પેક કરવાનું ઇલેકટ્રીક મશીન, અલગ અલગ ડબ્‍બા, એલ્‍યુમીનીયમ, મુખવાસના ડબ્‍બા ભરવાના પુઠાના કાચા બોક્ષ, ગેસનો બાટલો, પ્‍લાસ્‍ટીકની બોટલો, તમાકુની ખાલી બેગ, ફોન, વજન કાંટો, ૪ કિલો તમાકુનો જથ્‍થો મળી કુલ રૂા. ૧,૭ર,૭૭૦નો મુદામાલ કબ્‍જે કર્યો છ.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચનાથી આ કામગીરી પી.આઇ એન.બી.ચોૈધરી તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. અરૂણભાઇ બાંભણીયા તથા સિધ્‍ધરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ બાળા તથા વિરેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.હેડ. કોન્‍સ જયદિપસિંહ ચોૈહાણ તથા સ્‍નેહભાઇ ભાદરડા તથા પો. કોન્‍સ. રવિરાજભાઇ ધગલ તથા જયપાલસિંહ ઝાલા એ કરી હતી જયારે પ્રાથમિક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી તથા ફુડ સેફટી ઓફીસર કે.જે.સરવૈયાએ અભીપ્રાય આપ્‍યો હતો.

આ બંને ભાઇઓ કારખાનામાં નકલી તમાકુનું ઉત્‍પાદન કરી પોતાના જ માણસો ફેરીયાઓ મારફત રાજકોટ ઉપરાંત ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, જુનાગઢ સહિતના ગામોમાં નકલી તમાકુની સપ્‍લાય થતી હતી. હાલ બંનેને નોટીસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામ)ં આવી હતી.

(3:11 PM IST)