તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
અટીકા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા પુરૂષનું મોત
હાથ પર ‘શ્રીરામ, ઓમ નમઃ શિવાય, રામચંદ્ર' ત્રોફાવેલા છેઃ માલવીયાનગર પોલીસ દ્વારા વાલીવારસની શોધ

રાજકોટ તા. ૨૮: શહેરના ગોંડલ રડ પર અટીકા ફાટક પાસે અજાણ્યા આશરે ૪૫થી ૪૮ વર્ષના પુરૂષનું ટ્રેનની ઠોકરે ચડી જવાને કારણે મોત થયું છે. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના જમણા હાથમાં ‘શ્રીરામ' તથા ‘ઓમ નમઃ શિવાય' અને તેની નીચે રામચંદ્ર ત્રોફાવેલુ છે. તેમણે કાળુ પેન્ટ, રાખોડી જેવો શર્ટ પહેરેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસનો ૬૩૫૯૬ ૨૯૯૦૨ ઉપર સંપર્ક કરવો.
(3:21 PM IST)










