તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
અવંતિકા પાર્કમાં યોગ કલાસની બહેનો દ્વારા જન્માષ્ટમી ઉજવણી

અવંતિકા પાર્ક, શુભમ સ્કુલ પાસે, બોલબાલા માર્ગ પર છેલ્લા ૧ વર્ષથી યોગા કલાસ બહેનો માટે ચાલી રહ્યા છે. હાલ ૧૫ બહેનો લાભ લઇ રહ્યા છે. જયાં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હાલ જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરવા બધા બહેનોએ પરંપરાગત સાડી પહેરીને સેલીબ્રેટ કર્યુ હતુ. યોગ ઇન્સ્ટ્રકટર તરીકે વર્ષા વી. પાટડીયા અને નીવ વી. પાટડીયા સેવા આપી રહ્યા છે. અહીં બહેનો, બાળકો અને વડીલોને યોગની એડવાન્સ તાલીમ અપાતી હોવાનું આદીયોગી યોગ (મો.૮૦૦૦૮ ૯૨૭૮૬)ની યાદીમાં જણાવાયુ છે.
(3:37 PM IST)










