<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ડબલ મર્ડરમાં સામેલ અકીલે આજીડેમ પક્ષીઘર પાસે દાટી રાખેલા પિસ્‍તોલ અને તમંચો કબ્‍જે

બે શખ્‍સ અગાઉ બે પિસ્‍તોલ, કારતુસ સાથે પકડાયા બાદ નામ ખુલતાં અમદાવાદ જેલમાંથી કબ્‍જો લેવાયો : પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં સાવરકુંડલાના શખ્‍સના પાંચ દિવસના રીમાન્‍ડ દરમિયાન પુછતાછ થતાં અકિલે વિગતો ઓકીઃ ચારમાંથી બે હથીયાર વેંચ્‍યા'તા, બીજા બેના ગ્રાહક ન મળતાં દાટી દીધા હતાં : પીએસઆઇ આર. કે. જાડેજાની તપાસ દરમિયાન વધુ બે હથીયાર જપ્‍ત

રાજકોટ તા. ૨૯: શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા઼ આજીવન કેદની સજા ભોગવતા શખ્‍સનો જેલમાંથી કબ્‍જો લઇ રિમાન્‍ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં છુપાવેલા દેશી બનાવટના પિસ્‍તોલ, તમંચો કાઢી આપ્‍યા છે.  જે તે વખતે તે ચાર હથીયાર વેંચવા રાજકોટ આવ્‍યો હતો. જેમાં બે હથીયારના ગ્રાહક મળી ગયા બાદ બીજા બે હથીયાર ન વેંચતા આજીડેમ પક્ષી ઘર પાસે પાઇપ લાઇનના વાલ્‍વ પાસે ખાડો કરી દાટી દીધા હતાં. ત્‍યાંથી આ બંને હથીયાર કબ્‍જે કરાયા છે. આમ આ કેસમાં ત્રણ આરોપીઓ પાસેથી કુલ ચાર ગેરકાયદે હથીયાર કબ્‍જે થયા છે.

જાણવા મળ્‍યા મુજબ પીસીબી પોલીસ ઇન્‍સપેક્‍ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચૌહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને મળેલી સંયુક્‍ત  બાતમીના આધારે તા. ૧૮/૮ના રોજ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્‍તોલ નંગ-૨ તથા ૧૧ જીવતા કારતુસ સાથે બે શખ્‍સને પકડી લીધા હતાં. આ ગુન્‍હાની આગળની તપાસ પીએસઆઇ આર. કે. જાડેજાએ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્‍યું હતું કે આ બંને હથીયાર-કાર્ટીસ અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે મર્ડરના ગુન્‍હામાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી અકીલ વલીભાઇ સૈયદ (ઉં.વ. ૩૦, રહે. સાવરકુંડલા, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, પઠાણ ફળીયુ, જી. અમરેલી)એ આપેલા હતા.

આથી પીએસઆઇ આર. કે. જાડેજાએ અકીલ સૈયદનો અમદાવાદ જેલમાંથી કબ્‍જે મેળવી કોર્ટમાં રજૂ કરતાં તેના પાંચ દિવસના રીમાન્‍ડ મંજુર થયા હતાં. આ શખ્‍સની વિશેષ પુછતાછ થતાં તેણે વધુ બે હથીયાર રાજકોટમાં છુપાવ્‍યાનું કબુલ્‍યું હતું. અકીલની કબુલાતને આધારે પોલીસ તેને લઇ આજીડેમ પક્ષીઘર પાસે પહોંચી હતી. ત્‍યાં તેણે પાણીની લાઇન પાસેનો મોટો વાલ્‍વ બતાવ્‍યો હતો અને તેની નજીક એક મોટા પથ્‍થર નીચે ખાડામાં હથીયાર હોવાનું કહ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખાડામાંથી પ્‍લાસ્‍ટીકની કોથળીમાંથી દેશી પિસ્‍તોલ રૂા. ૨૫ હજારની અને દેશી તમંચોરૂા. ૫ હજારનો મળી આવતાં કબ્‍જે લઇ વિશેષ કાર્યવાહી કરી હતી. આમ ત્રણ આરોપી પાસેથી કુલ ચાર હથીયાર જપ્‍ત થયા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત પીસીબી પીઆઇ  એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજિયા, પીએસઆઇ આર.કે. જાડેજા, એએસઆઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ અને અનીલભાઈ સોનારા તેમજ હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઈ રૂપાપરા અને ડ્રાઇવર પો.હેડ.કોન્‍સ. જયેશભાઈ ગઢવી તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી છે.

 

(1:11 PM IST)