તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
રાજકોટ મનપાના કોંગ્રેસના નેતા તરીકે દીપ્તિબેન સોલંકીની નિમણૂક
શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર દીપ્તિબેનને નવી જવાબદારીઃશહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

રાજકોટ, તા.૨૯: રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દીપ્તિબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેમની આ મહત્વપૂર્ણ પદ પર નિમણૂક કરવામાં આવી છે. દીપ્તિબેન સોલંકી હાલ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર તરીકે પણ કાર્યરત છે. કોળી સમાજનું ગૌરવ એવા દીપ્તિબેનને હવે મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
દીપ્તિબેન સોલંકીની નિમણૂકને આવકારતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આશા છે કે દીપ્તિબેન પક્ષના નેતા તરીકે રાજકોટની જનતાના પ્રશ્નોને વધુ મજબૂત અવાજ આપશે અને લોકહિતના પ્રશ્નોના અસરકારક નિવારણ માટે સક્રિય કામગીરી કરશે.'
(3:36 PM IST)










