તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
લોકમેળામાં સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ સહિત તમામ કન્ટ્રોલ રૂમના ફોન નંબરો જાહેરઃ કલેકટર દ્વારા રાઉન્ડ ધ કલોક ડયુટી માટે કૂલ ૧રપ થી વધુ કર્મચારીના ઓર્ડરો...

આગામી તા. ર સપ્ટેમ્બરથી યોજાનાર કલેકટર તંત્ર આયોજીત લોકમેળા અંગે કલેકટર દ્વારા સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ સહિત કન્ટ્રોલ રૂમના ફોન નંબરો જાહેર કરાયા છેઃ જેમાં સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ ફોન નંબર (૦ર૮૧-ર૯૯૦૪૯પ), પોલીસ કન્ટ્રોલ રૂમ (૦ર૮૧-ર૯૯૦૪૩૭), રાજકોટ કોર્પોરેશન (૦ર૮૧-ર૯૯૦૪૬ર), તથા જીઇબી (૦ર૮૧-ર૯૯૦૪૯૩)નો સમાવેશ થાય છેઃ કલેકટરે આ ઉપરાંત પાંચ દિવસ માટે મામલતદારો, નાયબ મામલતદાર, કારકૂન, તલાટીઓ, પટ્ટાવાળા સહિત-રાઉન્ડ ધ કલોક મેળામાં ડયુટી માટે ૧રપ થી વધુ કર્મચારીના ઓર્ડરો કર્યા છે, હાજરી ફરજીયાત બનાવી છે, મોનીટરીંગ, ફુડ ચેકીંગ, સુરક્ષા અંગે સૂચના ખાસ તાલીમ યોજાશે.
(2:27 PM IST)










