તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
મહેસૂલી કર્મચારીઓ તલાટીના નવા જોબ ચાર્જ તથા અન્ય અનેક પ્રશ્નો અંગે આંદોલનના માર્ગેઃ ૧૦ સપ્ટેમ્બરે હડતાલ
૭મી સપ્ટેમ્બરે પેનડાઉનનું એલાન : સોમવારે કાળી પટ્ટી ધારણ કરશેઃ રાજયભરના કલેકટરોને આવેદન અપાશે..

રાજકોટ તા. ૨૯: મહેસૂલી તલાટી , કલાર્ક, નાયબ મામલતદાર સહિત કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારે કોઇ નિર્ણય નહી લેતા તેમજ કોઇ ઉકેલ નહી લાવતા અને હવે રિટાયરમેન્ટને ટાણે બઢતી અને તેમાં દુરના જિલ્લામાં બદલી અંગે મહેસૂલી તલાટીઓ માટે નવા જોબ ચાર્ટને કારણે વિરોધ વધ્યો છે. કેટલાક સમયથી ‘‘વર્ક ટુ રૂલ'' ચલાવી રહેલા ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનું જાહેર કર્યુ છે, જેમાં ૩૧મી ઓગસ્ટને સોમવારે કાળી પટ્ટી ધારણ કરીને દરેક જિલ્લા કલેક્ટરને પડતર માંગણીઓ ઉકેલવા આવેદન પત્ર સોંપી ૧૦ દિવસની મહેતલ આપવાનું ઠેરવ્યુ છે. જો ૯મી સપ્ટેમ્બર સુધીમાં કોઈ નિરાકરણ નહિ આવે તો ૧૦ સપ્ટેમ્બરને ગુરૂવારથી રાજ્યભરમાં હડતાલ ઉપર ઉતરવાનો કોલ આપ્યો છે.
મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS ડો.જયંતિ રવિને ૧૨મી મે ૨૦૨૬થી ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ - સુધી પાંચ લાળ પત્રો લખીને કરેલી રજૂઆતને ટાંકી છે. પ્રમુખ જામસંગ પરમારે કહ્યું છે કે પહેલા તો જે બઢતી અપાઇ અને બદલી ઓ થઇ તેમાં જિલ્લામાં જ જગ્યા હોવા છતાંયે નિવળતિને આરે રહેલા કર્મચારીઓને અન્યાય થયો. જિલ્લા ફેરબદલી ઓનલાઈન કરવા અમે સતત રજૂઆતો કરીએ છીએ. એમ છતાંયે જાણે મહેસૂલી કર્મચારીઓને - ઉશ્કેરવામાં આવતા હોય તેમ ૨૫મી ઓગસ્ટે બે નાયબ મામલતદારોને છેક ૪૦૦ કિલોમીટર દૂર જિલ્લામાં બદલી કાઢયા ! અમે સૌ પહેલાથી જ માનસિક રીતે દબાયેલા છીએ અને હવે ફિડબેક સેન્ટરમાં કોઈ મનમાં આવે તેવી રજૂઆતો કરે તેના આધારે વધારે દબાવાય છે તલાટીઓનો જોબચાર્જ ફિલ્ડની હકીકત ધ્યાને લીધા વગર બનાવાયો છે. ગ્રામ્યકક્ષાએ પુરતી વ્યવસ્થાઓ નથી. સંખ્યાબળ ન હોવાથી અન્ય વિભાગના કર્મચારીઓ સાથે સંઘર્ષ ઉભો થઈ રહ્યો છે. આથી,પ્રશ્નો નહિ ઉકેલાય તો ૭મી સપ્ટેમ્બરથી પેનડાઉન કરીને કામથી અળગા થઈ જઈશું.
(2:35 PM IST)










