તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
રા.લો. સંઘ ચૂંટણીઃ ૮મીએ પ બેઠક માટે મતદાનઃ હરીફ ઉમેદવારોની સતાવાર યાદી જાહેર

રાજકોટ તા.૨૯: રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ગરમાવો છે. ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ થયેલી બેઠકો બાદ હવે જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેના ૫ જૂથ (ગ્રુપ) અને તેની સામે મેદાને ઉતરેલા ૧૦ હરીફ ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ચૂંટણીમાં કુલ ૫ જૂથો (બેઠકો) પર જંગ ખેલાશે, જેમાં દરેક જૂથમાંથી ૨-૨ ઉમેદવારો ચૂંટણી મેદાને છે.ચૂંટણી લડતા ઉમેદવારો જૂથ ૧માં નિલેશભાઈ ભીખાભાઈ ગોંડલીયા (મુ. ભોજપારા, તા. જી. રાજકોટ)સામે અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણી (કળષ્ણછાયા રોડ, આકાશ રોડ, અલ્કા સોસાયટી શેરી નં. ૨, રાજકોટ), જૂથ ૩માં વિજયભાઈ ચનાભાઈ સભાયા (૫-જૈસ્મીન, ગાર્ડન સિટી ફ્લેટ નં. ૯૦૨, સાધુ વાસવાણી માર્ગ, યુનિ. રોડ, રાજકોટ)ની સામે પળથ્વીસિંહ હંમંતસિંહ જાડેજા (મુ. ઘંટેશ્વર, તા. જી. રાજકોટ), જૂથ ૫માં હરેશભાઈ રામજીભાઈ પીપળીયા (મુ. ખંડિરી, તા. જી. રાજકોટ)ની સામે બાબુભાઈ ભવનજીભાઈ નસીત (મુ. બોડાગીડ, તા. જી. રાજકોટ), જૂથ ૬માં અનિરુદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા (૧-૩ રાધાકળષ્ણ સંકુલ, શ્રેયસ શાળા માર્ગ, ટાગોર રોડ, રાજકોટ) નીતિનભાઈ રણછોડભાઈ રેવાણી (સંત કબીર આશ્રમ, તા. જી. રાજકોટ), જૂથ ૧૦માં મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરીયા (રેમ્બો રેસ્ટોરન્ટ બ્લોક નં. ૧૫, ગંજીવાડા મેઈન રોડ, શાપર માર્ગ પાછળ, રાજકોટની સામે પિન્ટુભાઈ રઘુભાઈ રોકડ (સંત કબીર રોડ, તા. જી. રાજકોટ) વચ્ચે ૮ સપ્ટેમ્બરે ચૂંટણીનો જંગ થશે.રાજકોટ અને લોધીકા તાલુકાના સહકારી વર્તુળોમાં આ ૫ બેઠકો પરના પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, તા.૮મીએ મતદાન અને ૯મીએ મતગણતરી થશે.
બીનહરીફ ઉમેદવારોની યાદી આ મુજબ છે જેમાં સર્વશ્રી અશ્વીનભાઇ રામજીભાઇ લીંબાસીયા, લખમણભાઇ બચુભાઇ પરસાણા, પરસોતમભાઇ સીદાભાઇ પડાયા, કરશનભાઇ રાવતભાઇ ડાંગર, નિતીનભાઇ પાંચાભાઇ ઢાંકેચા, સંજયભાઇ વલ્લભભાઇ અમરેલીયા, મનસુખભાઇ રણછોડભાઇ સરધારા, નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, છગનભાઇ વેલાભાઇ પટોરીયા, રઘુવીરસિંહ બનેસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.(
(3:36 PM IST)










