<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મનપાના વર્ગ ૧ થી ૪ના અધિકારીઓ- કર્મચારીઓની બીમારીની સહાય સત્‍વરે મંજુર કરો

પછાતવર્ગ મ્‍યુનિસિપલ કર્મચારી મંડળે મ્‍યુ.કમિશનરને પત્ર પાઠવ્‍યો

રાજકોટ તા.૨૯: મહાનગરપાલિકામાં વર્ગ ૧ થી ૪ માં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓએ બીમારી સબબ તબીબી સારવાર લીધેલ હોય, ખાસ કિસ્‍સામાં તબીબી સહાય સત્‍વરે મંજુર કરવા પછાતવર્ગ મ્‍યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્‍યુ.કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ ના અધિકારીઓ/કર્મચારીઓને બીમારી સબબ લીધેલ સારવાર માટે ગુજરાત સરકારશ્રીના તબીબી સારવારના નિયમો-૧૯૮૮ અને ગુજરાત સરકારશ્રીના તબીબી સારવારનાં નિયમો ૨૦૦૪ અન્‍વયે હાલ તબીબી સહાય ચુકવવામાં આવે છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓને આર્થિક તબીબી સહાય રૂ. એક લાખ સુધીની મર્યાદામાં રકમ ચૂકવવાની સ્‍થાયી સમિતિ મારફત ઠરાવ કરવામાં આવેલ હતો.

સ્‍થાયી સમિતિ ઠરાવ નં.૨૮૭ તા.૨૪ ઓગસ્‍ટ ૨૦૧૨ અનુસાર અધિકારીઓ/કર્મચારીઓએ બીમારી સબબ તબીબી સારવાર લીધેલ હોય, જેમાં સારવારનો ખર્ચ રૂ.૧ લાખથી વધુ હોય, જે અંગેની ફાઈલો જાન્‍યુઆરી-૨૦૨૬ થી પેન્‍ડીંગ છે.

વર્તમાન સમયમાં સારવારના વધતા જતા ખર્ચ અને મોંઘવારીના દરને ધ્‍યાને લઇ કર્મચારીઓને બીમારી સમયે આર્થિક રક્ષણ મળી રહે તે અંગે જરૂરી દરખાસ્‍ત કરી સ્‍થાયી સમિતિ મારફત ખાસ કિસ્‍સાની આર્થિક તબીબી સહાયની ફાઈલો મંજુર કરાવવા પત્રના અંતમાં જણાવાયુ છે.

(3:02 PM IST)