<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

‘સથવારો' સંગાથે જરૂરીયાતમંદ પરિવારો રંગેચંગે જન્‍માષ્‍ટમી મનાવશે

ટોકન દરે ફકત રૂા. ૧૦માં તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદો ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઇના પૌવા ૫૦૦ ગ્રામ અપાશે : માતુશ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી કોર્પોરેટર કેતન પટેલ અને તેની ટીમ સેવા પૂરી પાડશે : છેલ્લા ૩૭ વર્ષથી પાંચ હજારથી વધુ પરિવારો લાભ લે છે : તા. ૩૦ ઓગસ્‍ટના રવિવારે સવારે ૭ થી ૧૦ વાગ્‍યે, ૩-ગુંદાવાડી, મથુરભાઇ રાજદેવ ચોક ખાતે કીટનું વિતરણ થશે

રાજકોટ તા. ૨૯ : જન્‍માષ્‍ટમી પર્વ નિમિતે દ્વારા સતત ૩૭માં વર્ષે ૧૦ હજાર પરિવારો માટે ફકત રૂા.૧૦માં ટોકન દરે જીવન જરૂરીયાતની ખાદ્ય વસ્‍તુઓ વિતરણ કાર્યક્રમનું આયોજન તા. ૩૦ ઓગસ્‍ટના રવિવારે સવારે ૭ થી ૧૦ વાગ્‍યે, ૩-ગુંદાવાડી, મથુરભાઇ રાજદેવ ચોક ખાતે કરવામાં આવશે. 

સૌરાષ્‍ટ્રની જાણીતી સેવા સંસ્‍થા સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતૃશ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ છેલ્લા ૩૩ વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં આર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્‍યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્‍યે દવા સહાય, ઈમરજન્‍સી કેસ માટે લોહીની સહાય મહા રકતદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે નોટબુક તથા પુસ્‍તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્‍માષ્ટમી પર્વ નિમીતે ટોકન ભાવે ચીજ વસ્‍તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્‍યાન શહેરની ગરબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આર્થીક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્‍યે ભાડે આપવામાં આવે છે.

દર વર્ષે ઋષી પંચમી નિમીતે કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ દર વર્ષે માતાના મઢ ચાલીનેજતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, ૨૪ કલાક એમ્‍બ્‍યુલન્‍સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્‍ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા - ગૌસેવા સહિતની સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. પ્રર્વતમાન કોરોનાની બીમારીના સમયમાં પણ ૬૦ હજાર જેટલા પ્રાંતીય મજુરો, બાળકો, માટે ટ્રેનની ટીકીટ વ્‍યવસ્‍થા, ભોજન વ્‍યવસ્‍થા, કિટ વ્‍યવસ્‍થા, દવાઓ વિગેરે માં પણ સથવારો ફાઉન્‍ડેશન સતત ઉપયોગી બન્‍યું હતું. કોરોના સમયગાળા દરમ્‍યાન રાજકોટની મુખ્‍ય લગભગ તમામ સંસ્‍થાઓને  સથવારો ફાઉન્‍ડેશન તન, મન, ધનથી ઉપયોગી બન્‍યું હતું હજાર દર્દીનારાયણ દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય, મેડીકલ સહાય સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી.

 સથવારો ફાઉન્‍ડેશન દ્વારા સતત ૩૬માં વર્ષે જન્‍માષ્ટમીના પવિત્ર પર્વને-ભગવાન કૃષ્‍ણને જન્‍મોત્‍સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂરીયાતની ખાધ્‍ય વસ્‍તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટક મહંત શ્રી દેવપ્રસાદ સ્‍વામી, સ્‍વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ. તેમજ આ સેવા યજ્ઞમાં અમારા આમંત્રણને માન આપી ઉપસ્‍થિત રહેનાર દરેક મહાનુભાવો તેમજ દરેક દાતાઓ અતિથી વિશેષ તથા મુખ્‍ય મહેમાન રહેશે.

 સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતૃ શ્રી સ્‍વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્‍ય સેવાકીય પ્રવૃતિમાં ફકત રૂા. ૧૦ માં ૬ વસ્‍તુ તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ખાંડ ૫૦૦ ગ્રામ, મેંદાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઈના પૌવા ૫૦૦ ગ્રામ આપવામાં આવશે.

તા. ૩૦ ઓગસ્‍ટના રવિવારે સવાર ૭  થી ૧૦ કલાકે, ૩ ગુંદાવાડી, મથુરભાઈ રાજદેવ ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યુ છે. અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. એક વ્‍યકિત એક થી વધારે કાર્ડ સાથે લાવશે તે માન્‍ય રાખવામાં આવશે નહિ. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના વ્‍યકિતને જ વસ્‍તુ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

સમગ્ર આયોજન અંગે  સથવારો ફાઉન્‍ડેશનના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના  ફાયર સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલના માર્ગદર્શનમાં ઉમેશ ભુત, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્‍મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેષ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા, હિતેષ ડોબરીયા, કૌશલ ધામી, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજનમાં ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો હર હંમેશનો સહયોગ મળતો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:03 PM IST)