<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ગણેશ ડેરી- સંત કબીર રોડમાંથી ૧૪૦ કિલો વાસી માવો પકડાયોઃ નાશ

મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગઃ ૯ ને લાઇસન્‍સ અંગે નોટીસ : પાન મસાલા પાઉડર -પનીર-ચીઝ-લોટ સહિત ૫ નમુના લેવાયા

રાજકોટ, તા.૨૯:  મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્‍ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્‍ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિヘતિ કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૫ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૧૫૪કિલો અખાદ્ય- વાસી જથ્‍થો તેમજ છાપેલી પસ્‍તીનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૦૯ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૧૭,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્‍ટ હેઠળ ૦૫ નમૂના લેવામાં આવેલ.

 હિરેન પફર્યુમરી વર્કસઃ લાતી પ્‍લોટ-૧૧, ચૌહાણ વાડી, કુવાડવા રોડ, ૧.પાન મસાલા માટેનો ફ્‌લેવર્ડ પાવડર (લૂઝ), “HIREN” P-JAN FLAVOUR (FOR PAN MASALA) PKD. લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૩૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    જ્‍યુબિલન્‍ટ ફૂડ વર્કસ લિમિટેડ (ડોમિનોઝ પિઝા): સેટેલાઈટ ચોક, પેડક રોડ, પનીર (લુઝ), ૨. ચીઝ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ. રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ગણેશ ડેરી ફાર્મ સંત કબીર રોડના છેડે, રાજકોટ ૧૪૦ કિલો વાસી માવો નાશ કરેલ તેમજ  રૂ.૩૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.ગજાનંદ પેટીસઃરાજશ્રી સિનેમા રોડ, પેઢી માંથી ફરાળી પેટીસ ના લોટ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

   જયારે  મહાદેવ ફરસાણ સત્‍ય કોમ્‍પલેક્ષ, ૫૦ ફૂટ રોડ, જય શક્‍તિ પાર્ક, ૫ કિલો વાસી ખોરાક/છાપેલ પસ્‍તી નો નાશ કરેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    કિશન ફરસાણ માંથી ભગીરથ સોસાયટી, શેરી નંબર -૪ કોર્નર, ૫ કિલો વાસી ખોરાક/છાપેલ પસ્‍તી નો નાશ કરી રૂ.૫૦૦/ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    ભગીરથ ફરસાણઃ ભગીરથ સોસાયટી, શેરી નંબર -૫, ૪ કિલોવાસી ખોરાક/છાપેલ પસ્‍તી નો નાશ કરી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જયબાલાજી કોલ્‍ડ્રિકસઃ મારૂતિ ચોક, સત્‍યસાંઇ રોડ, લાયસન્‍સ  બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ.

 મુરલીધર ફરસાણ હાઉસ રાજદીપ સોસાયટી, ઓમ નગર, ૪૦ ફુટ રોડ, લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ  રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

હાર્મની ગાર્ડન રેસ્‍ટોરન્‍ટઃ કાર્નિવલ ક્‍લબ, મવડી કણકોટ રોડ,  યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

ગોકુલ ડેરી ફાર્મઃ માધવ પાર્કગેટ ની અંદર, માધવ પાર્ક મેઇન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,  લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. અવિયુક્‍ત ગર્લ્‍સ હોસ્‍ટેલ (પી.જી): જીવન નગર, રૈયા સર્કલ પાસે, રૈયા રોડ, લાયસન્‍સ તેમજ હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૂ. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ગોપાલ ડેરીફાર્મઃ માધવ ગેટની અંદર, માધવ પાર્ક મેઇન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,  લાયસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.તથા જય ગાત્રાળ પાન; જય શક્‍તિ પાર્ક મેઇન રોડ, ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

 

(3:35 PM IST)