<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ડિજીટલ અરેસ્‍ટ એટલે મનોવૈજ્ઞાનિક પીડા દ્વારા આર્થિક છેતરપિંડીનો ગુનો કરવાની આધુનિક પધ્‍ધતિ

ડીજીટલ અરેસ્‍ટ એ આધુનિક સાયબર અપરાધના ઇતિહાસમાં સૌથી જાટિલ અને મનોવૈજ્ઞાનિક રીતે વિનાશક ઘટના તરીકે ઉભરી આવી છે. આ માત્ર આર્થિક છેતરપિડી નથી, પરંતુ તે કાયદાના અમલીકરણ દ્વારા વ્‍યક્‍તિને માનસિક રીતે કેદ કરવાની એક અત્‍યંત કુશળ પદ્ધતિ છે. ભારતમાં ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આ પ્રકારના ગુનાઓમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્‍યો છે, જેમાં પીડિતોએ કરોડો રૂપિયા ગુમાવ્‍યા છે અને ગંભીર માનસિક આઘાત અનુભવ્‍યો છે.

આ લેખ દ્વારા ડીજીટલ અરેસ્‍ટની મોડસ ઓપરેન્‍ડી ભોગ બનનારની મનોવૈજ્ઞાનિક વ્‍યથા, ભારતીય ન્‍યાય સંહિતા (BNS) અને આઈટી એક્‍ટ હેઠળની કાનૂની જોગવાઈઓ તેમજ આ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્‍ડિકેટ્‍સ સામેની લડાઈમાં લેવામાં આવેલા પગલાંનું ઊંડાણપૂર્વકના અભ્‍યાસ કરતા નીચે મુજબના તારણો જોઈએ તો આપણે આખી સમસ્‍યાને જાણવા સાથે જાગૃતતા કેળવશું અને આવી ઘટનાઓથી બચી શકાશે.

ડીજીટલ અરેસ્‍ટના ગુનો કરવાની પધ્‍ધતિ

ડીજીટલ અરેસ્‍ટની સમગ્ર પ્રક્રિયા કોઈ પટકથા જેવી હોય છે, જેનો હેતુ પીડિતની તાર્કિક વિચારશક્‍તિને ક્ષીણ કરી તેને ભયના ઓથાર હેઠળ લાવવાનો હોય છે. ડીજીટલ અરેસ્‍ટના ગુના કરવાની પધ્‍ધતિને નીચે મુજબના મુખ્‍ય પાંચ તબક્કાઓમાં વિભાજિત કરી શકાય છે.

પ્રથમ તબક્કોઃ પ્રારંભિક સંપર્ક અને ભયનું નિર્માણ ગુનેગારો સૌ પ્રથમ પીડિતનો સંપર્ક ફોન કોલ, વોટ્‍સએપ અથવા એસએમએસ દ્વારા કરે છે. આ સંપર્ક સામાન્‍ય રીતે પ્રતિષ્ઠિત કુરિયર કંપનીઓ (જેમ કે ફેડએક્‍સ અથવા ડીએચએલ), ટેલિકોમ વિભાગ અથવા કસ્‍ટમ્‍સ ઓફિસરના નામે કરવામાં આવે છે. પીડિતને જણાવવામાં આવે છે કે તેમના નામે મોકલવામાં આવેલા એક પાર્સલમાં ડ્રગ્‍સ (જેમ કે એમડીએમએ), નકલી પાસપોર્ટ અથવા હથિયારો જેવી ગેરકાયદેસર વસ્‍તુઓ મળી આવી છે. અન્‍ય કિસ્‍સાઓમાં, પીડિતના આધાર કાર્ડ અથવા મોબાઇલ ૧ નંબરનો ઉપયોગ કરીને મની લોન્‍ડરિગ, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર ગુનાઓ થયા હોવાનો દાવો કરવામાં આવે છે.

બીજો તબક્કોઃ સત્તાવાર સંસ્‍થાઓનું ઢોંગ અને સ્‍થળાંતર

એકવાર પીડિત ગભરાઈ જાય એટલે તપાસ માં મદદ કરવાના બહાને પીડિતને ફોન કરનાર આરોપી કોલને કથિત રીતે ઉચ્‍ચ અધિકારીઓ પાસે ટ્રાન્‍સફર કરે છે.

આ તબક્કે સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI), એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED), નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો (NCB) અથવા મુંબઈ/દિલ્‍હી ક્રાઈમ બ્રાન્‍ચના નામોનો ઉપયોગ કરવામાં આવે છે. આ નામોનો ઉપયોગ માત્ર સત્તાનો અહેસાસ કરાવવા માટે થાય છે, જેથી પીડિત પ્રશ્ન પૂછવાની હિમત ન કરે.

ત્રીજો તબક્કો દ્રશ્‍ય છેતરપિડી અને ડીજીટલ સ્‍ટેજિગ

વિશ્વાસ સંપાદિત કરવા માટે ગુનેગારો વીડિયો કોલ (વોટ્‍સએપ, સ્‍કાયપે અથવા ઝૂમ) નો આગ્રહ રાખે છે. આ દરમિયાન ફ્રોડ કરનાર પોલીસ યુનિફોર્મમાં સજ્જ હોય છે અને તેમની પાછળનો બેકગ્રાઉન્‍ડ પોલીસ સ્‍ટેશન, કંટ્રોલ રૂમ અથવા તો કોર્ટરૂમ જેવો દેખાય તે રીતે આઈ (AI) દ્વારા બનાવવામાં આવ્‍યો હોય છે. ગુનેગારો પીડિતને નકલી એફઆઈઆર, ધરપકડ વોરંટ અને સુપ્રીમ કોર્ટના નકલી આદેશો પણ મોકલે છે, જેમાં સત્તાવાર લોગો અને ન્‍યાયાધીશોની નકલી સહીઓ હોય છે.

ચોથો તબક્કોઃ ડીજીટલ કસ્‍ટડી અને એકલતા

આ ગુનાનું સૌથી ભયાનક પાસું ડીજીટલ અરેસ્‍ટ અથવા વર્ચ્‍યુઅલ કસ્‍ટડી છે. પીડિતને આદેશ આપવામાં આવે છે કે તેઓ ૨૪ કલાક કેમેરા સામે રહે, કોઈની સાથે વાત ન કરે અને રૂમનો દરવાજો બંધ રાખે. જો તેઓ કોલ કાપી નાખે તો તેમને શારીરિક રીતે જેલમાં નાખવાની અથવા તેમના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવે છે. આ સ્‍થિતિ કલાકોથી લઈને દિવસો સુધી ચાલી શકે છે, જે દરમિયાન પીડિતની માનસિક હાલત અત્‍યંત નાજુક બની જાય છે.

પાંચમો તબક્કોઃ આર્થિક ઉઘાડી લૂંટ

અંતે, તપાસ પૂર્ણ કરવાના અથવા ક્‍લીન ચીટ મેળવવાના નામે પીડિતને તેમની તમામ બચત, ફિક્‍સ ડિપોઝિટ અને રોકાણો સરકારી સેફ એકાઉન્‍ટ અથવા RBI વેરિફિકેશન એકાઉન્‍ટ માં ટ્રાન્‍સફર કરવા માટે દબાણ કરવામાં આવે છે. વચન આપવામાં આવે છે કે વેરિફિકેશન પછી આ નાણાં પરત કરવામાં આવશે, પરંતુ નાણાં ટ્રાન્‍સફર થતા જ ગુનેગારો અદ્રશ્‍ય થઈ જાય છે.

મોડસ ઓપરેન્‍ડીના તબક્કા

વપરાતી યુક્‍તિઓ

મનોવૈજ્ઞાનિક હેતુ

પ્રારંભિક ડર (The Hook)

ગેરકાયદે પાર્સલ અથવા આધારના દુરુપયોગની માહિતી.

ત્‍વરિત ગભરાટ અને ચિતાનું નિર્માણ.

મોડસ ઓપરેન્‍ડીના તબક્કા

વપરાતી યુક્‍તિઓ

મનોવૈજ્ઞાનિક હેતુ

સંસ્‍થાકીય ઓળખ

CBI, ED, NCB અથવા પોલીસ અધિકારી હોવાનો દાવો.

સત્તા પ્રત્‍યેના આદર અને ડરનો ઉપયોગ. (Personation)

દ્રશ્‍ય પુષ્ટિ (Visual Proof)

યુનિફોર્મ, નકલી બેકગ્રાઉન્‍ડ અને નકલી વોરંટ.

છેતરપિડીમાં વાસ્‍તવિકતાનો અહેસાસ કરાવવો.

વર્ચ્‍યુઅલ જેલ (Virtual Isolation)

૨૪ કલાક વીડિયો કોલ પર રહેવાની અને સંપર્ક ન

વિચારવાની શક્‍તિ છીનવી લેવી.

કરવાની ફરજ.

ફાઈનલ એક્‍સટોર્શન

વેરિફિકેશનના નામે નાણાં ટ્રાન્‍સફર કરાવવા.

આર્થિક શોષણ.

પીડિતોની વ્‍યથા આર્થિક પાયમાલી અને માનસિક આઘાત

ડીજીટલ અરેસ્‍ટના પીડિતો જે પરિસ્‍થિતિમાંથી પસાર થાય છે તે માત્ર નાણાકીય નુકસાન નથી, પરંતુ તેમના આત્‍મસન્‍માન અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય પરનો હુમલો છે.

પીડિતના માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર અસર

ભોગ બનનાર વ્‍યક્‍તિ ગંભીર માનસિક આઘાત (Trauma) નો અનુભવ કરે છે. તેઓને લાગે છે કે તેમનું સમગ્ર ભવિષ્‍ય અને સામાજિક પ્રતિષ્ઠા પળવારમાં નાશ પામશે.

ગિલ્‍ટ અને શરમઃ ઘણા પીડિતો શિક્ષિત હોવા છતાં છેતરાયા હોવાની શરમ અનુભવે છે, જેને કારણે તેઓ પરિવાર કે પોલીસને જાણ કરતા અચકાય છે.

CPTSD અને સતત ભય  આ અનુભવ પીડિતોમાં કોમ્‍પ્‍લેક્‍સ પોસ્‍ટ-ટ્રોમેટિક સ્‍ટ્રેસ ડિસઓર્ડર (CPTSD) પેદા કરી શકે છે. તેમને લાંબા સમય સુધી અજાણ્‍યા નંબર પરથી આવતા કોલથી ડર લાગે છે અને તેઓ ડિજિટલ ઉપકરણો પ્રત્‍યે શંકાશીલ બની જાય ??.

આત્‍મહત્‍યાના વિચારો : આર્થિક રીતે પાયમાલ થયેલા પીડિતો ઘણીવાર આશા ગુમાવી

દે છે. માર્ચ ૨૦૨૫ માં કર્ણાટકમાં એક વૃદ્ધ દંપતીએ રૂ.૫૦ લાખ ગુમાવ્‍યા બાદ આત્‍મહત્‍યા કરી હતી. અમદાવાદમાં પણ આવા કિસ્‍સાઓમાં યુવાનો અને વૃદ્ધોએ જીવન ટૂંકાવ્‍યાના અહેવાલો છે.

આર્થિક વિનાશ : આ કૌભાંડમાં નાણાકીય નુકસાનની માત્રા અત્‍યંત ભયાનક હોય છે. સામાન્‍ય સાયબર ફ્રોડમાં હજારો રૂપિયા જાય છે, જ્‍યારે ડીજીટલ અરેસ્‍ટમાં લાખો અને કરોડો રૂપિયા લૂંટી લેવામાં આવે છે.

જીવનભરની મૂડીની લૂંટ : ઘણા નિવૃત્ત કર્મચારીઓએ તેમની પેન્‍શનની રકમ અને ફિક્‍સ ડિપોઝિટ ગુમાવી છે.

મિલકત વેચાણ અને દેવું : ગાંધીનગરની એક મહિલા ડોક્‍ટરે ત્રણ મહિના સુધી ચાલેલા ડીજીટલ અરેસ્‍ટ દરમિયાન પોતાનું સોનું, શેર્સ અને છેવટે ઘર પણ વેચવું પડયું હતું, જેથી તે રૂ.૧૯ કરોડ ચૂકવી શકે.

સામાજિક અસર : આર્થિક પાયમાલીને કારણે પરિવારોમાં વિખવાદ ઉભા થાય છે અને પીડિતો સામાજિક રીતે એકલા પડી જાય છે.

કાનૂની જોગવાઈઓઃ ગુનેગારો સામે કડક કાર્યવાહીઃ ડીજીટલ અરેસ્‍ટ કોઈ કાયદેસરની પ્રક્રિયા નથી. ભારતીય કાયદામાં વોટ્‍સએપ કે સ્‍કાયપે કોલ દ્વારા ધરપકડ કરવાની કોઈ જોગવાઈ નથી. ગુનેગારો સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) ૨૦૨૩ અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ ૨૦૦૦ હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩ હેઠળની કલમો

BNS 2023 એ જૂના IPC ને બદલીને સાયબર ગુનાઓને આવરી લેવા માટે નવી જોગવાઈઓ કરી છે.

કલમ ૨૦૪ (જાહેર સેવકનું ઢોંગ કરવું): જ્‍યારે કોઈ વ્‍યક્‍તિ નકલી પોલીસ કે ઘ્‍ગ્‍ત્‍ ઓફિસર બને ત્‍યારે આ કલમ હેઠળ ૬ મહિના થી ૩ વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે.

કલમ ૩૧૮ (છેતરપિંડી) : પીડિતને લલચાવીને કે ડરાવીને મિલકત અથવા નાણાં પડાવવા બદલ ૩ થી ૭ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

કલમ ૩૦૮ (ખંડણી - Extortion) ધરપકડનો ડર બતાવી નાણાં પડાવવા એ ખંડણીનો ગુનો છે. આમાં ૭ થી ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

કલમ ૩૩૬ (બનાવટ - Forgery)  નકલી કોર્ટ ઓર્ડર કે ધરપકડ વોરંટ બનાવવા માટે આ કલમ હેઠળ ૭ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

કલમ ૩૫૧ (ગુનાહિત ધમકી)  પીડિતને માનસિક રીતે ત્રાસ આપી ડરાવવા બદલ આ કલમ લાગુ પડે ?.

સંગઠિત ગુનોઃ ૧૧૧ (Organised Crime): ડીજીટલ અરેસ્‍ટ મોટાભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા આચરવામાં આવે છે, તેથી BNS ની નવી કલમ ૧૧૧ હેઠળ સંગઠિત ગુના તરીકે કેસ નોંધી શકાય છે.

ગુનાનો પ્રકાર નિર્ધારિત સજા જો સંગઠિત ગુનામાં કોઈનું મૃત્‍યુ થાય

મૃત્‍યુદંડ અથવા આજીવન કેદ અને ઓછામાં ઓછો રૂ.૧૦ લાખ દંડ.

અન્‍ય સંગઠિત ગુનાઓમાં (આર્થિક છેતરપિડી)

૫ વર્ષ થી આજીવન કેદ અને ઓછામાં ઓછો રૂ.પ લાખ દંડ.

ગુનામાં મદદ કરવી કે કાવતરું રચવું

૫ વર્ષ થી આજીવન કેદ અને ઓછામાં ઓછો રૂ.પ લાખ દંડ.

સંગઠિત ગુનાહિત ગેંગના સભ્‍ય હોવું

૫ વર્ષ થી આજીવન કેદ અને ઓછામાં ઓછો રૂ.પ લાખ દંડ.

ગુનેગારોને આશરો આપવો

૩ વર્ષ થી આજીવન કેદ અને ઓછામાં ઓછો રૂ.પ લાખ દંડ.

ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્‍ટ, ૨૦૦૦: કલમ ૬૬સી (ઓળખની ચોરી) કોઈના પાસવર્ડ કે ડીજીટલ સહીનો દુરુપયોગ કરવા બદલ ૩ વર્ષની જેલ અને રૂ. ૧ લાખ દંડ.

કલમ ૬૬ડ (કોમ્‍પ્‍યુટર સાધન દ્વારા ઢોંગ કરીને છેતરપિડી) : વોટ્‍સએપ કે વીડિયો કોલ દ્વારા ખોટી ઓળખ આપી છેતરવા બદલ ૩ વર્ષની જેલ અને રૂ.૧ લાખ દંડની જોગવાઈ છે.

ગુજરાતમાં ડીજીટલ અરેસ્‍ટના કિસ્‍સાઓ અને પોલીસની કાર્યવાહી

ગુજરાતમાં ડીજીટલ અરેસ્‍ટના બનાવોમાં ચિતાજનક વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગર જેવા શહેરો સાયબર માફિયાઓના નિશાના પર સિનીયર સિટીઝનો વધુ ભોગ બનતા હોય છે.

રાજકોટના મહત્‍વના કિસ્‍સાઓ

પુરુષોત્તમ પીપરીયા જણાવે છે કે, હાલમાં રાજકોટના કિસ્‍સા જોઈએ તો સાયબર માફિયાઓ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરવાની એક અત્‍યંત ગંભીર મોડસ ઓપરેન્‍ડી સામે આવી છે. રાજકોટના એક ૭૭ વર્ષીય વયસ્‍ક વૃદ્ધા અને તેમના પતિને મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચના નકલી અધિકારીઓ બનીને સાયબર ઠગોએ ડર બતાવ્‍યો હતો કે તેમનું બેંક ખાતું સાયબર આતંકવાદ અને મની લોન્‍ડરિગમાં સંડોવાયેલું છે. બદનામી અને જેલનો ભય બતાવી ઠગોએ વીડિયો કોલ મારફતે દંપતીને ઘરમાં જ ડિજિટલ અરેસ્‍ટ (નજરકેદ) કરી રૂ.૫૫.૫૦ લાખ પડાવી લીધા હતા. આ કૌભાંડનો ભાંડો ત્‍યારે ફૂટ્‍યો જ્‍યારે દંપતીની મુંબઈ સ્‍થિત પુત્રીને શંકા ગઈ અને તેણે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્‍યો હતો. પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરીને આગળ ટ્રાન્‍સફર થઈ રહેલા અન્‍ય રૂ.૪૧ લાખથી વધુની રકમના ટ્રાન્‍ઝેક્‍શનને લાઈવ બ્‍લોક કરાવી વડીલોને મોટી આર્થિક બરબાદીથી બચાવ્‍યા હતા.

બીજા મોટા કિસ્‍સામાં, રાજકોટના એક ૬૨ વર્ષીય મહિલા સાથે ઓનલાઈન વજન ઘટાડવાની (વેઈટ લોસ) દવા મંગાવવાના નામે રૂ.૮૪.૩૮ લાખની મોટી છેતરપિડી આચરવામાં આવી છે. સાયબર ઠગોએ ફેક કાનૂની નોટિસો અને પ્રોસેસિગ ફીના બહાને ડરાવીને આ રકમ પડાવી હતી, જેમાં રાજકોટ સાયબર સેલે તપાસ હાથ ધરી મુખ્‍ય આરોપીની ધરપકડ કરી રૂ.૨૬ લાખ રોકડા રિકવર કર્યા છે. આ ગંભીર બનાવોને પગલે રાજકોટ પોલીસ કમિશનરેટ દ્વારા જનહિતમાં અપીલ કરવામાં આવી છે કે CBI, ED કે પોલીસ જેવી કોઈ પણ એજન્‍સી ક્‍યારેય ફોન પર ડિજિટલ અરેસ્‍ટ કરતી નથી કે નાણાં માંગતી નથી. આવા કોઈ પણ શંકાસ્‍પદ ફોન આવે તો તુરંત ફોન કાપી નાખવો અને છેતરપિડીના કિસ્‍સામાં પ્રથમ ગોલ્‍ડન અવરમાં જ નેશનલ સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી.

ગુજરાતના મહત્‍વના કિસ્‍સાઓ

ગાંધીનગરનો ૧૯ કરોડનો કેસ (૨૦૨૫)  એક મહિલા ડોક્‍ટરને ૯૦ દિવસ સુધી ડીજીટલ અરેસ્‍ટ રાખી રૂ.૧૯.૩૪ કરોડની છેતરપિડી કરવામાં આવી. આ ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટી રકમનો ડીજીટલ અરેસ્‍ટ કેસ મનાય છે. ૨. વડોદરાની વૃદ્ધા સાથે રૂ.૧.૮૨ કરોડની છેતરપિડી છેતરપિડી કરનારાઓએ પીડિતને જણાવ્‍યું કે તેમના નામે રૂ.૨૪૨ કરોડના આતંકવાદી વ્‍યવહારો થયા છે. નકલી પીઆઈ સંદીપ રાવ ના નામે વીડિયો કોલ કરી નાણાં પડાવ્‍યા. ૩. અમદાવાદના નિવૃત્ત વ્‍યક્‍તિનો કેસ ૬૭ વર્ષના વૃદ્ધને ૬ દિવસ સુધી ડીજીટલ અરેસ્‍ટમાં રાખી રૂ.૩૫.૨૫ લાખ લૂંટી લેવાયા. તેમના પર ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે સટ્ટાબાજીના ખોટા આરોપો લગાવાયા હતા. ૪. સુરત અને ભાવનગરના મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ મુંબઈની એક મહિલા પાસેથી રૂ.૩.૭૧ કરોડ પડાવવાના કેસમાં સુરતમાંથી એક શખ્‍સની ધરપકડ થઈ હતી, જે નકલી કંપનીઓના નામે બેંક ખાતા ખોલી ગુનેગારોને પૂરા પાડતો હતો. ભાવનગરમાં પણ આવા જ મ્‍યુલ એકાઉન્‍ટ ઓપરેટરો ઝડપાયા છે.

ગુજરાત પોલીસ (CID Crime) ની ભૂમિકા

ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ શાખા અને CID ક્રાઈમ આ દિશામાં અત્‍યંત સક્રિય છે.

હેલ્‍પલાઇન ૧૯૩૦ ગુજરાતમાં સાયબર હેલ્‍પલાઇન ૧૯૩૦ દ્વારા નાણાં બ્‍લોક કરવાનો સરેરાશ દર ઘણો ઊંચો છે. ઉત્તર પ્રદેશ પછી ગુજરાત સાયબર ફ્રોડ રિકવરીમાં મોખરે છે.

આંતરરાષ્ટ્રીય લિક્‍સ : અમદાવાદ પોલીસે તાજેતરમાં ચાઇનીઝ સિન્‍ડિકેટ સાથે સંકળાયેલા રશિયન નાગરિક એનાટોલી મિરોનોવની ધરપકડ કરી હતી, જે છેતરપિડીના નાણાંને ક્રિપ્‍ટોકરન્‍સીમાં બદલતો હતો.

જાગૃતિ અભિયાનઃ ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા દ્વારા સતત ડીજીટલ અરેસ્‍ટ થી બચવાના ઉપાયો અને સેફટી ટિપ્‍સ પ્રસારિત કરે છે.

આંતરરાષ્ટ્રીય જાળ અને આધુનિક લડાઈ

ડીજીટલ અરેસ્‍ટ એ માત્ર સ્‍થાનિક ગુનો નથી, પરંતુ તે કંબોડિયા, મ્‍યાનમાર, લાઓસ અને થાઈલેન્‍ડ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી ચાલતું એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે.

‘સ્‍કેમ ફેક્‍ટરીઝ' અને સાયબર ગુલામી

ત્‍૪ઘ્‍ ના ડેટા મુજબ, લગભગ ૪૫-૫૦% ડીજીટલ અરેસ્‍ટના કોલ્‍સ કંબોડિયા અને મ્‍યાનમારથી આવે છે. અહીં હજારો ભારતીય યુવાનોને નોકરીની લાલચે લઈ જઈને તેમની પાસે બળજબરીથી આ પ્રકારના ગુના કરાવવામાં આવે છે, જેને સાયબર સ્‍લેવરી (સાયબર ગુલામી) કહેવામાં આવે છે.

ભારત સરકારના રક્ષણાત્‍મક પગલાં

કિલ સ્‍વિચ (Kill Switch) : RBI અને સરકાર એક એવી સિસ્‍ટમ પર કામ કરી રહ્યા છે જેનાથી છેતરપિડીની જાણ થતા જ સેકન્‍ડોમાં બેંક ખાતા અને ડિજિટલ વોલેટ ફ્રીઝ કરી શકાય.

સસ્‍પેક્‍ટ રજિસ્‍ટ્રી : છેતરપિડીમાં વપરાતા મોબાઇલ નંબરો, આઈઆઈટી (IMEI) અને બેંક ખાતાઓની એક રાષ્ટ્રીય યાદી બનાવવામાં આવી છે, જેથી તે નંબરોને કાયમી ધોરણે બ્‍લોક કરી શકાય.

પ્રતિબિંબ (Pratibimb) મોડયુલ  આ પ્‍લેટફોર્મ દ્વારા સાયબર ગુનેગારોનું રિયલ-ટાઇમ લોકેશન ટ્રેસ કરીને તેમને ઝડપી પાડવામાં મદદ મળે છે.

સુપ્રીમ કોર્ટનો હસ્‍તક્ષેપ : ડિસેમ્‍બર ૨૦૨૫ માં સુપ્રીમ કોર્ટે CBI ને ડીજીટલ અરેસ્‍ટ કેસની દેશવ્‍યાપી તપાસનું નેતૃત્‍વ સોંપ્‍યું છે અને બેંકોને FIR વગર પણ શંકાસ્‍પદ ખાતા ફ્રીઝ કરવાની સત્તા આપી છે.

બચાવના ઉપાયો અને સ્‍કિવરી પ્રક્રિયાઃ ડીજીટલ અરેસ્‍ટથી બચવા માટે જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. જો તમે અથવા તમારા પરિચિત આ જાળમાં ફસાઈ જાઓ, તો નીચે મુજબના પગલાં લેવા અનિવાર્ય છે.

૧. ગભરાશો નહીં પોલીસ કે તપાસ એજન્‍સી ક્‍યારેય વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી.

૨.કોલ કાપી નાખો જો કોઈ તમને વીડિયો કોલ પર રહેવા દબાણ કરે, તો તુરંત કોલ કાપી નાખો અને તે નંબર બ્‍લોક કરો. ૩. કોઈની સાથે વાત કરોઃ સ્‍કેમર્સ તમને એકલા રાખવા માંગશે. તુરંત તમારા પરિવાર કે મિત્રોને જાણ કરો. ૪. નાણાં ટ્રાન્‍સફર ન કરોઃ કોઈપણ સરકારી એજન્‍સી વેરિફિકેશન માટે તમારા અંગત ખાતામાંથી નાણાં માંગતી નથી. ૫. ડોક્‍યુમેન્‍ટ વેરિફિકેશનઃ  જો તમને નકલી વોરંટ મળે, તો નજીકના પોલીસ સ્‍ટેશન જઈને તેની ખરાઈ કરો.

છેતરપિડી થયાના પ્રથમ ૩૦ થી ૬૦ મિનિટ ગોલ્‍ડન અવર ગણાય છે. આ સમયમાં લેવાયેલા પગલાં નાણાં પરત મેળવવાની શક્‍યતા વધારે છે.

૧૯૩૦ પર કોલ કરો તુરંત રાષ્ટ્રીય સાયબર હેલ્‍પલાઇન ૧૯૩૦ પર કોલ કરો. તમારી પાસે ટ્રાન્‍ઝેક્‍શન આઈડી અને બેંક વિગતો તૈયાર રાખો.

NCRP પોર્ટલ www.cybercrime.gov.in પર વિગતવાર ફરિયાદ નોંધાવો.

બેંકમાં લેખિત ફરિયાદ તમારી બેંકમાં જઈને “Cyber Fraud Dispute” ફોર્મ ભરો અને ટ્રાન્‍ઝેક્‍શન ફ્રીઝ કરવા વિનંતી કરો.

ઝીરો એફઆઈઆર (Zero FIR) : જો સ્‍થાનિક પોલીસ સ્‍ટેશન ફરિયાદ ન લે, તો ઝીરો એફઆઈઆરની માંગ કરો જેથી તપાસ તુરંત શરૂ થઈ શકે.

ગણિતશાષીય રીતે, રિકવરીની સંભાવના (Pr) એ સમય (૧) ના વ્‍યસ્‍ત પ્રમાણમાં હોય છેઃ

Proc 1/1 આથી, જેટલી ઝડપથી રિપોર્ટિગ થશે, તેટલી જ નાણાં બચવાની તક વધશે.

ડીજીટલ અરેસ્‍ટ એ આધુનિક સમયનો એવો ગુનો છે જે કાયદાના રક્ષકોના નામે લૂંટ ચલાવે છે. આ પડકાર સામે લડવા માટે ટેકનોલોજી, કાયદો અને જનજાગૃતિનો ત્રિવેણી સંગમ જરૂરી છે. પીડિતો પ્રત્‍યે સહાનુભૂતિ દાખવી અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવીને જ આપણે એક સુરક્ષિત ડીજીટલ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ.(

કાયદેઆઝમ

ડો.પુરૂષોતમ પીપરીયા

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(3:28 PM IST)