News of Monday, 31st August 2026
ફાયરબ્રિગેડ સ્ટાફ, સફાઈ કામદારો અને ૧૧૨ ના જનરક્ષકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ

રાજકોટ : પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા ફાયરબ્રિગેડના સ્ટાફ, સફાઈ કામદારો અને ૧૧૨ ના જનરક્ષકોને રાખડી બાંધી કરવામાં આવેલ. રક્ષાબંધનના પવિત્ર તહેવાર અનુલક્ષી રાખડી બાંધી અને મીઠા મોઢા કરાવેલ. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, વોર્ડ નં.૨ ના કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, વોર્ડ નં.૨ ના વોર્ડ પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી હર્ષવર્ધનભાઈ, શહેર ભાજપ અગ્રણી દીપાબેન કાચા તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, ફાયરબ્રિગેડનાં અધિકારી અમિતભાઈ દવે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પ્રજેશભાઈ સોલંકી, શ્રી જીજાળા, શ્રી તુવર તથા સંબંધીત કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
(2:07 PM IST)










