<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ઉમિયા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની મળી ગયેલ વાર્ષિક સાધારણ સભા : વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા. ૮૯ લાખનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો

રાજકોટ : શ્રી ઉમિયા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી., રાજકોટની ૨૬મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે મળેલ હતી. સોસાયટીની આ ૨૬મી વાર્ષિક સાધારણ સભામાં બહોળી સંખ્‍યામાં સભ્‍યો હાજર રહેલ. સભાના અધ્‍યક્ષ તરીકે જયંતીભાઈ ફળદુએ સ્‍થાન ગ્રહણ કર્યા બાદ એજન્‍ડા મુજબની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન સોસાયટીના વાઈસ ચેરમેન સી.એ. પી. બી. ડઢાણીયાએ કર્યા બાદ સોસાયટીએ વર્ષ દરમ્‍યાન કામગીરી જેવી કે શેરભંડોળ, રીઝર્વ તથા અન્‍ય ફંડ, સભ્‍યોની મેળવેલ ડીપોઝીટ, રોકાણ, સભાસદોને આપેલ ધિરાણ, નફા વિ.ની નાણાકીય સ્‍થિતિની વિશેષ માહિતી આપવામાં આવેલ હતી. સોસાયટી ૨૬ વર્ષમાં ૫૪૮૦ સભ્‍ય સંખ્‍યા ધરાવતી વટવળક્ષ સંસ્‍થા બનેલ છે. સોસાયટીની સ્‍થાપના સમાજના નાના માણસોના ધંધાના વિકાસ માટે કે અન્‍ય કોઈ હેતુ માટેની નાણાકીય જરૂરીયાત પુરી પાડીને સમાજને ઉપયોગી થવાના કરવામાં આવી હતી. આ ઉદેશથી સોસાયટી દ્વારા વર્ષના અંતે રૂા. ૨૦ કરોડ લોન અપાયેલ છે. થાપણદારોના વિશ્વાસને કારણે ડીપોઝીટ ૧૧ કરોડ કરતા વધારે મેળવેલ છે. સોસાયટી શેરભંડોળ ૧ કરોડ કરતા વધારે તેમજ કુલ અનામત ભંડોળ ૧૦ કરોડ કરતા વધારે છે. વર્ષના અંતે ૮૯ લાખનો નફો થયેલ છે. સોસાયટીએ અત્‍યાર સુધીમાં સભાસદોને સાત વખત ગીફટ વિતરણ કરેલ છે. સોસાયટીની સ્‍થાપનાથી ચેરમેન તરીકે સેવા આપતા શ્રી જયંતિલાલ વી. ફડદુ એ પોતાના વક્‍તવ્‍યમાં સોસાયટીની સારી કામગીરી માટે બોર્ડ ઓફ ડાયરેકટર્સ, સ્‍ટાફ અને ખાસ કરીને સભાસદોનો આભાર માનેલ હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ આયોજીત વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના ડિરેકટરશ્રી ડો. ભગવાનજીભાઈ ફડદુએ આભાર વિધિ કરેલ. સમગ્ર સભાનું સંચાલન મેહુલભાઈ ચાંગેલાએ કરેલ હતું. આ સોસાયટીમાં જયંતિભાઈ ફડદુ, સી.એ. પી.બી. ડઢાણીયા, રમણીકભાઈ ઝાલાવડીયા, ભીખુભાઈ ગોવાણી, પરસોતમભાઈ વી. ડઢાણીયા, મનસુખભાઈ ટીલવા, ડો. ભગવાનજીભાઈ ફળદુ, અરવિંદભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કનેરીયા, પ્રમોદભાઈ ભાણવડીયા, ઓધવજીભાઈ ભોરણીયા, કિરીટભાઈ આદ્રોજા, ડાયરેકટરો તરીકે તથા સુભાષ જી. પટેલ (એડવોકેટ) લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ સ્‍ટાફમાં નિતીન દેપાણી, જીગ્નેશ અઘેરા, સુજીત અઘેરા, રેનિશ ફડદુ ફરજ બજાવી રહ્યા છે.

(2:08 PM IST)