<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

રાજકોટ કૃષ્‍ણમય બનશેઃ રર કિ.મી. રૂટની શોભાયાત્રાઃ ૧૦૦થી વધુ ફલોટસ : જુઓ વિડિયો

યુવાનો ઇશ્વરને પોતાનો આદર્શ ગણેઃ વ્‍યસનોથી દૂર રહેવા અને શોભાયાત્રામાં ઉમટી પડવા ભકિતપ્રકાશ દાસજી સ્‍વામીની અપીલ

જયશ્રી કૃષ્‍ણઃ વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા મહોત્‍સવના આયોજન અંગેની પત્રકાર પરિષદને શ્રી ભકિતપ્રકાશદાસજી સ્‍વામીએ સંબોધેલ અને શ્રી વિવેકસાગર સ્‍વામીએ આર્શીવાદ આપેલ. આ પ્રસંગે સમિતિના અગ્રણીઓ સર્વશ્રી માવજીભાઇ ડોડિયા, પરેશ રૂપારેલિયા, રાજદીપસિંહ જાડેજા, તીર્થરાજસિંહ ગોહિલ, ધમેન્‍દ્રસિંહ વાળા, ડો. હિરેન વિસાણી, અશોક મકવાણા, નિતેશ કથીરિયા, અશ્વિન ગોસાઇ, જયેશ સંઘાણી, મંગેશભાઇ, એન.જી. પરમાર, વિરેન કારિયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીરઃ અભિજીત બગથરિયા)

હરિ કો હર દિન દેખુ, કિતના સુંદર રૂપ હૈ, શ્‍યામ સુંદર કે સાથ ઠંડી છાંયા, બાકી દુનિયા મેં ધૂપ હૈ...

રાજકોટ, તા. ૩૧: જન્‍માષ્ટમીનો પાવન દિવસ વિશ્વ હિન્‍દુ પરિષદના સ્‍થાપના દિવસ તરીકે પણ વિશેષ મહત્‍વ ધરાવે છે. વિશ્વ હિંદુ પરીષદ ની સ્‍થાપના ૨૯ ઓગસ્‍ટ ૧૯૬૪ ના રોજ મુંબઈના પવઈ સ્‍થિત સ્‍વામી ચિન્‍મયાનંદના સાંદીપનિ સાધનાલય આશ્રમમાં કરવામાં આવી હતી. તેની સ્‍થાપનામાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના દ્વિતીય સરસંઘચાલક મા. માધવરાવ સદાશિવ ગોલવલકર (ગુરુજી), એસ. એસ. આપ્‍ટે, સ્‍વામી ચિન્‍મયાનંદ અને જૈન તેમજ શિખ સમુદાયના અગ્રણી સંતોનું મુખ્‍ય યોગદાન હતું. વિહિપની સ્‍થાપનાના મુખ્‍ય ઉદેશ્‍યો મા હિન્‍દુ સમાજને સંગઠિત અને જાગ્રુત કરવો, સનાતન સંસ્‍કળતિ અને ધર્મની રક્ષા કરવી તથા સમાજની કુરિતીઓ અને ધર્માંતરણ જેવા પડકારોનો સામનો કરવો એ મુખ્‍યત્‍વે હતા. વિહિપ નું આદર્શ વાકય ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ' છે, જેનો અર્થ થાય છે - ‘જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે' વિહિપનો સંકલ્‍પ ‘હિન્‍દવઃ સોદરાઃ સર્વે, ન હિન્‍દુઃ પતિતો ભવેત્‌ & મમ દીક્ષા હિન્‍દુ રક્ષા, મમ મંત્રઃ સમાનતા ાા' છે. દેશભરમા આ દિવસે વિહિપ અને તેની યુવા પાંખ (બજરંગ દળ અને દુર્ગા વાહિની) દ્વારા વિવિધ સ્‍થળોએ શોભા યાત્રા, સાંસ્‍કળતિક કાર્યક્રમો અને ધાર્મિક સભાઓનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર અવસરે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ - રાજકોટ દ્વારા શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમીની ૪૧મી ભવ્‍ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટને કૃષ્‍ણમય બનાવવા ધર્માધ્‍યક્ષ ભકિતપ્રકાશ સ્‍વામીએ આહવાન કર્યુ છે.

મહોત્‍સવ સમિતિના અગ્રણીઓએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે શોભાયાત્રા પૂર્વે ૪ સપ્‍ટેમ્‍બરના રોજ સવારે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે ભવ્‍ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ધર્મસભામાં જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના ધર્માધ્‍યક્ષ પરમ પૂજ્‍ય ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામી (હિંદુ રાષ્‍ટ્રહિત રક્ષક, શ્રી સ્‍વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા) એકત્રિત થયેલા શહેરીજનોને આશીર્વચનની સાથે હિંદુ સમાજમા સમરસતા અને એકતાનો બોધ આપશે. ત્‍યારબાદ રાષ્‍ટ્રીય સ્‍વયમ સેવક સંઘના રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો. અશિષ શુક્‍લાજી ધર્મસભાને સંબોધશે. અંતમા ધર્મસભાના મુખ્‍ય વક્‍તા માનનીય શ્રી શંકરભાઉ ગાયકર જેઓ વિહિપના કેંદ્રિય મંત્રી અને રાષ્‍ટ્રીય પ્રવક્‍તા છે તેઓ ઉપસ્‍થિત રહી શહેરીજનોને વિષાુત પ્રશંગોરુપ ઉદબોધન આપીને હિંદુ સમાજને આવનારા સમયની રાહ બતવશે અને નશા મુક્‍ત ભારત બનાવવા માટે યુવાનો અને યુવતીઓ ને આહવાન કરશે. ઉપરાંત અનેક સંતો મહંતો આ ધર્મસભા મા સંદેશાત્‍મક રીતે ઉપસ્‍થીત રહીને હિંદુ સમાજને સંગઠીત અને સમરસ બનવા માટે આહવાન કરશે. ઉપરાંત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના માર્ગદર્શક સમીતીના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા, સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા અને સહ ઇનચાર્જ દિપકભાઇ ગમઢા, મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા, વિનયભાઇ કારીયા, સમીતીના ઉપાધ્‍યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી અને ભુપતભાઇ બોદર, સંકલન સમીતીના પુ. રાધેશ્‍યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્‍યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, જયેશભાઇ સાંઘાણી, સુજીતભાઇ ઉદાણી, વસંતભાઇ લીમ્‍બાસીયા, રાજુભાઇ જુંજા, રાહુલભાઇ જાની ઉપરાંત અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપરાંત અસંખ્‍ય ધર્મપ્રેમી શહેરીજનો ઉપસ્‍થીત રહેશે. ત્‍યારબાદ ધર્માધ્‍યક્ષ પરમ પૂજ્‍ય ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીના હસ્‍તે મંત્રોચ્‍ચાર અને વૈદિક પરંપરા અનુસાર શાષાોક્‍ત વિધી બાદ શોર્ય નો કેસરિયો ધ્‍વજ ફરકાવીને સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રા પ્રસ્‍થાન કરાવાશે અને ત્‍યારબાદ રાજકોટ શહેરના ઐતિહાસિક માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રા બપોરે અંદાજે ૩:૩૦ કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદીર ખાતે પૂર્ણ થશે.

 શોભાયાત્રા નો રુટ

મવડી ચોકડીથી શોભાયાત્રા શરુ થઈને  નાના મોવા ચોકડી  - કેકેવી હોલ  - રૈયા ચોકડી - કનૈયા ચોક - હનુમાન મઢી  - કિશાનપરા ચોક - અકિલા ચોક  - ફુલછાબ ચોક  - સદર બઝાર - હરિહર ચોક - પંચનાથ મંદીર  - લિમડા ચોક  - એસબીએસ ચોક  - ત્રિકોણ બાગ - માલવિયા ચોક  - લોધાવડ ચોક  - ગોંડલ રોડ  - મક્કમ ચોક  - નાગરિક બેંક ચોક  - ભક્‍તી નગર ચોક  - સોરઠીયા વાડી ચોક  - કેવડા વાડી રોડ  - કેનાલ રોડ  - જિલ્લા ગાર્ડન ચોક  - ચુનારવાડ ચોક  - ભાવનગર રોડ  - સંત કબીર રોડ  - જલગંગા ચોક  - ગોવિંદબાગ મૈન રોડ  - પેડક રોડ  - બાલક હનુમાન મંદીરે સમાપ્ત થશે.

સમિતિના અગ્રણીઓએ પત્રકારોને જણાવેલ કે ૪૧મી શોભાયાત્રાને લઈને રાજકોટ શહેરમાં અત્‍યારથી જ ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં રાજકોટવાસીઓ જોડાઈ શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણીમાં સહભાગી બને તે માટે જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના અનેક કાર્યકર્તાઓ દ્વારા એક મહીના અગાઉથી જન્‍માષ્ટમી કાર્યાલયનો પ્રારમ્‍ભ કરીને શહેરના અનેક મંડળોને લતા શુશોભન અને ફલોટ શુશોભન માટે કેસરી ઝંડીઓ, પતાકા, સ્‍ટીકર અને અન્‍ય સુશોભનના સાહિત્‍યનુ ન્‍યુનતમ દરે વેચાણ અને નોંધણી કરાવનાર મંડળોને આ બાધુજ સાહિત્‍ય નિઃશુલ્‍ક વિતરણ કર્યુ, મુખ્‍ય રથની તૈયારી, આમંત્રણ પત્રિકાનુ વિતરણ, કાયદાકીય સંકલન, અનેક સમ્‍પર્કો, તાવા ?સાદનુ આયોજન, ગોપી કીશન સ્‍પર્ધાનુ આયોજન, લતા સુશોભન અને ફલોટ સુશોભન સ્‍પર્ધાનુ આયોજન, સુત્ર સ્‍પર્ધાનુ આયોજન, કાર્યકર્તાઓની બેઠકો, કામની વહેચણી, સમીતીઓની રચના, રુટ સુશોભન જેવા અનેક પ્રસંશનીય પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા કરવામા આવ્‍યા છે. જેમા નિધી સમીતીના ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્‍વામી, ચેતનભાઈ આસોદરીયા, રાકેશભાઈ ગોસ્‍વામી, કિરીટભાઇ નકુમ ઉપરાંત સમીતીના મંત્રી શ્રીઓ રવિન્‍દ્રભાઈ બડગુજર, જયદીપભાઈ વિસપરા, અલ્‍પેશભાઈ નાંઢા, સંદીપભાઈ આસોદરીયા, ધ્‍વનિતભાઈ સરવૈયા, લલિતભાઈ ગોહેલ, પારસભાઈ શેઠ, ધર્મેશભાઈ ગોહેલ, વિપુલભાઈ પંડ્‍યા, ડો. રવી પાટડિયા, યોગેશભાઈ ચોટલીયા, મહેશભાઈ ડોડીયા, દિનેશભાઈ ચારણીયા, હર્ષભાઈ વ્‍યાસ, ભાવેશભાઇ લાઠીયા, સુશીલભાઈ પાંભર અને જીતેશભાઈ રાઠોડ ઉપરાંત અનેક કાર્યર્ક્‍તાનુ નોંધપાત્ર યોગદાન છે. ઉપરાંત કાર્યાલય સમીતીના રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવીયા, દિલિપભાઇ દવે, હેનિલસિંહ પરમાર, ધનરાજભાઇ રાઘાણી અને અનંતભાઇ નેનુજી મળીને આ મહોત્‍સવને જાહેર જનતા માટે પ્રેરણાદાયી બનાવવા માટે અનેક પ્રયાસો કરેલા છે.

 ધર્મસભા અને ધર્મયાત્રા મા સંતો મહંતોની પ્રેરક અને પવિત્ર ઉપસ્‍થીતી .પૂ. ભક્‍તિપ્રસાદ સ્‍વામી - ખીરસરા ગુરૂકુલ, પૂ.મહંત શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી ( ગુરૂકુલ - રાજકોટ), પૂ. પરમાત્‍માનંદજી - આર્ષ વિદ્યામંદિર (મુંજકા), પૂ. રાધારમણ સ્‍વામી કોઠારી - સ્‍વામિનારાયણ મંદિર (ભુપેનદ્ર રોડ), પૂ.કોઠારી સ્‍વામી - BAPS સ્‍વામી મંદિર, પૂ. અપૂર્વમુની સ્‍વામી - BAPS સ્‍વામિનારાયણ મંદિર, પૂ. ત્‍યાગ વલ્લભ સ્‍વામી - યોગી ધામ, પૂ. ધર્મવત્‍સલ સ્‍વામી SGVP - રીબડા, પૂ. વિવેક સાગર સ્‍વામી - બાલાજી હનુમાન, પૂ ગૌકરણદાસજી - ચિત્રકુટધામ રામજીમંદિર, પૂ. શ્રી રામલખનદાસજી - કામનાથ મંદિર, પૂ; ત્‍યાગી મનમોહનદાસજી - જગન્નાથ મંદિર (નાનામોવા), પૂ. ભગવાનદાસજી - રામ ઝરૂખા મંદિર (કોઠારીયા નાકા), પૂ. રાઘવદાસજી - દાધા હનુમાન, પૂ. શ્રી નરસિંહદાસજી - કોટવાલજી, પૂ. યતી શ્રી બ્રહ્મદેવજી મહારાજ - ગુરૂદ્‌ત ગીરનારી આશ્રમ (કુવાડવા), પૂ. બાલંભરાદેવીજી - ગુરૂદ્‌ત ગીરનારી આશ્રમ (કુવાડવા), પૂ. સંત રાજેન્‍દ્રદાસજી સાહેબ - કબીર આશ્રમ, પૂ. ૧૦૦૮ મહામંડલેશ્રર રાઘવદાસજી - રામલક્ષ્મણ આશ્રમ, પુ. મહંત સ્‍વામી કનૈયાપુરી બાપુ - દિગમ્‍બર સન્‍યાસી, પુ. રઘુનાથ બાપુ - રણુજા મંદીર કોઠારીયા, પુ. સંત હિરસાગર બાપાનો પરીવાર (ઉગમ ફૌજ), પુ. નરેંદ્રબાપુ સોલંકી - ગુરુશ્રી જીવરાજ બાપુ, આપાગિગાનો ઓટલો,  પુ. અનીલમહારાજ - અધ્‍યક્ષ શ્રી અખિલ ભારતીય દલીત સમાજ સમીતી, પુ. ર્બ્‍હમચારી હરિચેતના નંદ મહારાજ - ગુરુશ્રી સાધ્‍વીજી પ્રજ્ઞાજી ઠાકોર, પુ. યોગીશ્રી મંગલનાથજી - ગુરુ પીર શ્રી શેરનાથજી - કોઠારીયા રોડ, પૂ. નિસ્‍વાદસ્‍વામી - SMVS માધાપર, પૂ. ગૌ.૧૦૮ શ્રી અક્ષયકુમાર મહોદય - શ્રી કળષ્‍ણાશ્રય હવેલી, પૂ. ગો.૧૦૮ શ્રી અભિષેમકુમાર મહોદય - શ્રી વલ્લભાશ્રય હવેલી, પૂ. ગૌ.૧૦૮ શ્રી વ્રજેશકુમાર મહોદય - શ્રી લક્ષ્મીવાડી હવેલી, પૂ. ગૌ.૧૦૮ શ્રી પુરૂષોતમ લાલજી મહારાજ - શ્રી રસકુંજ હવેલી, પૂ. નરસિંહદાસજી સાહેબ - કબીર મંદિર (ખત્રીવાડ), પૂ; વૈષ્‍ણવસેવાદાસ પ્રભુ - ઇસ્‍કોન મંદિર (કાલાવાડ રોડ), પુ. શાષાી શંકરમહારાજ - ગુરુશ્રી રામચરણદાસજી - મંગલમુર્તી ધામ, રાજકોટ વગેરે સંતો મહંતો ઉપસ્‍થીત રહેશે અને સંત સમ્‍પર્ક સમીતીના જગદીશભાઇ અગ્રાવત, ભાવેશભાઇ લાઠીયા, ચમનભાઇ સિંધવ, કૌશીકભાઇ સરધારા, પંકજભાઇ તાવીયા, અનંતભાઇ નેનુજી તેમનો સમ્‍પર્ક કરીને આમંત્રણ પાઠવશે. ઉપરાંત રાજકીય અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

દિવ્‍ય મુખ્‍ય રથનુ વર્ણન

શ્રી કળષ્‍ણ જન્‍માષ્ટમી શોભાયાત્રા ના મુખ્‍ય રથ પર સનાતન ધર્મના આરાધ્‍ય દેવ, પ્રેમ, કરુણા, જ્ઞાન અને ધર્મના પ્રતિક, શ્રીમદ ભગવત ગીતા નો દિવ્‍ય ઉપદેશ આપનાર, ‘જ્‍યાં ધર્મ છે ત્‍યાં જ વિજય છે' નો જીવન સંદેશ આપનાર ભગવાન શ્રી કળષ્‍ણ બિરાજમાન થશે અને અસંખ્‍ય ભક્‍તોને તેમના દિવ્‍ય સ્‍વરૂપની ઝાંખી કરાવશે. શોભાયાત્રા નો સૌથી મોટો અને આકર્ષક મુખ્‍ય રથ ને નશામુક્‍ત ભારત થીમ આધારિત સુશોભિત કરવામાં આવશે તેમ મુખ્‍ય રથ સમિતિના હેનીલસિંહ પરમાર એ જણાવ્‍યું હતું.

ફલોટસ સુશોભન

મંડળોની યાદી

શ્રી નેપાલી સમાજ સંસ્‍થા, વર્ધમાન નગર, - ભગવાન શ્રીકળષ્‍ણ દર્શન ઝાંખી, ક્રિષ્‍ના યુવા ગ્રુપ, કોઠારીયા - વેશભૂષા, સનાતન ગ્રુપ, રામનાથ પરા,  શ્રી વિશ્વ માતા ગાયત્રી પરિવાર શાખા ૅશક્‍તિ કુંજૅ - લાઈવ ગાયત્રી યજ્ઞ, બોલબાલા ગ્રુપ, શ્‍યામ ગ્રુપ, અટીકા, - રાધાકળષ્‍ણ નો ઝુલો, રાધેશ્‍યામ ગૌશાળા, શ્રી બજરંગ યુવક મંડળ, મનહર પ્‍લોટ, જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, - કળષ્‍ણ દર્શન, રોકડિયા મિત્ર મંડળ, ગાંધીગ્રામ, - શિવલિંગ અને ઝૂંપડી, સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ, વિપુલભાઈ ગજ્જર, ગોકુલધામ, કુમકુમ ગ્રુપ, માંડા ડુંગર, ગોકુલ પાર્ક, - પર્યાવરણ સંરક્ષણ,  સીતારામ મિત્ર મંડળ, રાજમોતી મીલ પાછળ, - સંસ્‍કળતિ વર્ણન, શંકર દર્શન, શ્રી રંગીલા હનુમાનજી ધુન મંડળ, ગોવિંદ બાગ, સંત કબીર રોડ,  સત્‍ય હનુમાન યુવા ગ્રુપ, ચુનારવાડ ચોક, શ્રી રાજપુત યુથ ફાઉંડેશન, ગાયત્રી નગર, બજરંગ યુવા ગ્રુપ, સણોસરા, તા. રાજકોટ

ઉપરોક્‍ત સંસ્‍થાઓએ ફલોટ સુશોભન સ્‍પર્ધામા ભાગ લિધેલો હોવા ઉપરાંત આ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં ટ્રક ,ટ્રેક્‍ટર, ફોર વ્‍હિલ, થ્રી વ્‍હીલર, ટુ વ્‍હીલમા વિવિધ ફલોટ્‍સમા ભગવાન શ્રીકળષ્‍ણની મુખ્‍ય પ્રતિમા ના દર્શન તથા સંસ્‍ક્રુતી દર્શન નો ભક્‍તોને લાભ મળશે. તેમજ આ જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રામાં સુશોભિત અશ્વસ્‍વારો તાલસૂરની ઢબે મનોહર નળત્‍ય પ્રસ્‍તુત કરી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દેશે.

રાધેશ્‍યામ ગૌશાળા અને બોલબાલા ટ્રસ્‍ટ

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્‍ય જન્‍માષ્ટમી શોભાયાત્રાને સફળ અને આકર્ષક બનાવવામાં વિવિધ સંસ્‍થાઓ તથા સેવાભાવી સંગઠનોનું વર્ષોથી મહત્‍વનું યોગદાન રહ્યું છે. જેમાં રાધેશ્‍યામ ગૌશાળા અને બોલબાલા ટ્રસ્‍ટનું યોગદાન વિશેષ અને નોંધપાત્ર રહ્યું છે.

પ્રખ્‍યાત રંગીલા ધુન મંડળ શોભાયાત્રામા રંગ લાવશે

જીવંત ફલોટમા શ્રી કૃષ્‍ણ ભિષ્‍મપિતામહ ની સામે રથનુ પૈડુ ઉપાડે તેવા લાઇવ ફલોટની ઝાખી કરાવશે. ઉપરાંત ૧૧ સુશોભીત એક્‍ટીવા અને મુખ્‍ય એક એક્‍ટીવામા અમરનાથ શિવલીંગ ના દર્શન થશે. ઉપરાંત એક ટ્રેકટરમા પરમ્‍પરાગત કળષ્‍ણ નાગિનો ની સાથે નૃત્‍યમય રમઝટ બોલાવશે તેમ રંગીલા ધુન મંડળ વાળા કિશોરભાઇ તથા ઘનશ્‍યામભાઇ એ જણાવ્‍યુ હતુ.  

રોકડીયા યુવા ગ્રુપ-

ગોકુલધામ મેઇન રોડ

રોકડીયા યુવા ગ્રુપના રઘુભાઇ બોળીયા અને વિપુલભાઇ ગજ્જરએ જણાવ્‍યુ હતુ કે શોભાયાત્રા મા ૅવિજળીના ચમકારે મોતિડા પરોવે પાનબાઇૅ નુ જીવંત દ્રશ્‍ય શોભાયમાન કરવામા આવશે. 

રાજકોટમાં થશે દ્વારકાધીશના સાક્ષાત દર્શન

દ્વારકાધીશ ગ્રુપ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે ખુબ સરસ સુશોભન દ્વારા સાક્ષાત દ્વારકાધિશના દર્શન થતા હોય તેવી અનુભૂતી કરાવવામા આવશે. ઉપરાંત છઠના દિવસે રાત્રે કાન ગોપી રાસ, સાતમ ના દિવસે રાત્રે ગોપાલ ભરવાડ નો સ્‍ટેજ ?ોગ્રામ, અને આઠમના દિવસે મટકી ફોડ કાર્યક્રમ દ્વારા સમગ્ર વિસ્‍તારને ભક્‍તીમય અને ભગવામય બનાવવામા આવશે. આ કાર્યક્રમમા ૨૫ લાખથી વધુના ખર્ચે તમામ ધર્મ પ્રેમી લોકો દ્વારા ક્રુષ્‍ણ જન્‍મને ધામધુમથી ભવ્‍યાતી ભવ્‍ય રિતે ઉજવવામા આવનાર છે તેમ આયોજક સંદીપભાઇ વકાતર, સાગરભાઇ જોગસવા, કિશનભાઇ જોગસવા, લખનભાઇ ઝાપડા, નિકુંજભાઇ ગમારા એ જણાવ્‍યુ હતુ. 

અદ્રશ્‍ય ઝુલામા ઝુલશે

રાધા અને કૃષ્‍ણ

બંસીધર યુવા મિત્ર મંડળ સતાધાર ચોક, અંકુર વિધ્‍યાલય પાસે, અદ્રશ્‍ય ઝુલામા રાધા ક્રુષ્‍ણની અલૌકીક ઝાંખી કરીને ભક્‍તો બનશે ભાવવિભોર, ભક્‍તી, પ્રેમ અને દિવ્‍યતાનો અનોખો સંગમ થી રંગાશે રાજકોટ વાસીઓ. ઉપરાંત ત્‍યા શિવલીંગ, સુદામાનો મહેલ અને દ્વારકાધીશ મંદીરના પણ ભવ્‍ય દર્શન થશે તેમ હાર્દીકભાઇ મિર, કરણભાઇ મીર, રવિભાઇ ફોટાવાળા, જયેશભાઇ પરમાર, કિશનભાઇ પરમાર, વિપુલભાઇ ગજ્જર, દિલિપભાઇ ગોંડલીય એ જણાવ્‍યુ હતુ. તેમનિ સમસ્‍ત ટિમ રોજ રાત્રે મોળે સુધી જાગીને તમામ તૈયારીઓ ભક્‍તીભાવથી કરે છે.

પારમ્‍પરીક વેશભુષામા અલગ અલગ જ્ઞાતી મંડળો યાત્રાની શોભા વધારશે.

અલગ અલગ જ્ઞાતી મંડળો પોતપોતાની પારમ્‍પરીક વેશભુષા મા આગવી ઓળખ અને ભગવા ધ્‍વજ સાથે જોડાશે.

ટ્રાન્‍સપોર્ટ એસોસીયેશનનુ યોગદાન

ભગવાન શ્રીકળષ્‍ણની ભવ્‍ય જન્‍માષ્ટમી શોભાયાત્રાને સફળ બનાવવા માટે રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનના ભાઈઓનું વર્ષોથી મહત્‍વપૂર્ણ અને બહુમૂલ્‍ય યોગદાન રહ્યું છે. શોભાયાત્રાની માટે જરૂરી તમામ પ્રકારના વાહનો જેમા ટ્રક, મેટાડોર, બોલેરો, છોટા હાથી સહિતના વિવિધ વાહનો રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા  ઉપલબ્‍ધ કરાવી આપવામાં આવે છે. માત્ર વાહન વ્‍યવસ્‍થા પૂરતી જ નહીં, પરંતુ અનેક ટ્રાન્‍સપોર્ટ કંપનીના ભાઈઓ દ્વારા આર્થિક યોગદાન પણ મોટા ?માણમાં ભક્‍તિભાવપૂર્વક સમર્પિત કરવામાં આવે છે. જન્‍માષ્ટમી મહોત્‍સવના આયોજન, સંચાલન, શોભાયાત્રાની વ્‍યવસ્‍થા તથા વિવિધ સેવાકીય કામગીરીમાં પણ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનના ભાઈઓ માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, પરમરાજસિંહ રાણા, વિનુભાઇ ટિલાવત, મહેશભાઇ ડોડીયા, કિશોરભાઇ પરમાર, દુર્ગેશભાઇ આર. સાકરીયા, મનુભાઇ રામાણી, હિરેનભાઇ મહેતા, હસુભાઇ સગપરીયા સહીતના અનેક ભાઇઓ ઉત્‍સાહપૂર્વક જોડાઈને પોતાની સેવા આપે છે. શ્રીકળષ્‍ણ પ્રત્‍યેની અતૂટ શ્રદ્ધા અને સમાજ પ્રત્‍યેની સેવા ભાવનાથી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવતું આ યોગદાન જન્‍માષ્ટમી મહોત્‍સવની ભવ્‍યતા અને સફળતામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.

શોભાયાત્રાની અભેદ્ય

સુરક્ષા વ્‍યવસ્‍થા

જન્‍માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનારી ભવ્‍ય શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમી નાગરિકો જોડાવાના છે ત્‍યારે સમગ્ર યાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને સુવ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર કાર્યકર્તાઓની ટીમો તૈનાત રહેશે. શહેરના પોલીસ ?શાસન સાથે સંપૂર્ણ સંકલન અને સહકારથી યાત્રા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થા, ભીડ નિયંત્રણ તેમજ કોઈપણ પ્રકારની અનિચ્‍છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા યાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ, શિસ્‍તબદ્ધ તથા ભવ્‍ય રીતે સંપન્ન થાય તે માટે સતત સેવા અને સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવવામાં આવશે. જન્‍માષ્ટમી શોભાયાત્રા માત્ર ધાર્મિક ઉત્‍સવ નહીં પરંતુ શ્રદ્ધા, સંસ્‍કાર, શિસ્‍ત અને સામાજિક એકતાનો ભવ્‍ય ઉત્‍સવ બને તે માટે બજરંગ દળના કાર્યકર્તાઓ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાની જવાબદારી નિભાવશે તેમ રથયાત્રાના સુરક્ષા સન્‍યોજક હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્‍વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્‍પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી, હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્‍દ્રભાઇ વિશ્વકર્મા એ જણાવ્‍યુ હતુ.

 ભક્‍તોનુ કંકુ અને

ચોખાથી સ્‍વાગત થશે

શોભાયાત્રામાં જોડાનારા તમામ ધર્મપ્રેમી અને કળષ્‍ણ ઘેલા ભાઈઓ તથા બહેનોનું ઉષ્‍મા ભર્યું સ્‍વાગત કરવામાં આવશે. તમામને કંકુ ચાંદલા તથા ચોખા થી સ્‍વાગત કરીને તમામ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવીને તથા ફુલહારથી તમામનું સ્‍વાગત સન્‍માન કરીને સમરસ અને સંગઠીત હિંદુ સમાજ ના નિર્માણ માટે ભગવાન શ્રી ક્રુષ્‍ણના ચરણોમા પ્રાર્થના કરવામા આવશે તેમ દુર્ગાવાહીની અને માત્રુશક્‍તીના બહેનો એ જણાવ્‍યુ હતુ.

લતા સુશોભન મંડળોની યાદી

જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, કળષ્‍ણચંદ્ર યુવા ગ્રુપ, શીતલ પાર્ક સર્કલ, ધ સ્‍પાયર ૨, જય ઠાકર યુવા ગ્રુપ, રામાપીર ચોક, પાણીના ટાંકા પાસે, રાણીમાં રૂડીમાં ગ્રુપ, રહ્યા ધાર, અયોધ્‍યા ચોક મિત્ર મંડળ, અયોધ્‍યા ચોક, નકલંક યુવા ગ્રુપ, ભોમેશ્વર મેઇન રોડ, રાધેશ્‍યામ બાલકળષ્‍ણ ગ્રુપ, કિસાન પરા ચોક, વોર્ડ ૨, સ્‍ટેટ ઓફ ઠાકર, ભોમેશ્વર શેરી ન. ૪, જામનગર રોડ, રાજકોટ. શિવાજી પાર્ક કા બાલ રાજા, શિવાજી પાર્ક, રૈયા રોડ, રાજકોટ, મોરલીવાળા મિત્ર મંડળ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, લોકમાન્‍ય તિલક ગ્રુપ, શિવધારા સોસાયટી, મોરબી રોડ જકાતનાકા પાસે, સનાતન યુવા ગ્રુપ, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ,  બજરંગ યુવા ગ્રુપ, માર્કેટીંગ યાર્ડ ની બાજુમા, શક્‍તિ યુવા ગ્રુપ, શક્‍તિ સોસાયટી શેરી ચાર, સંત કબીર રોડ, શ્રી જાગળત હનુમાન મિત્ર મંડળ, રાજારામ સોસાયટી, સંત કબીર રોડ, દ્વારકેશ યુવા ગ્રુપ, સંત કબીર રોડ, ગોકુલ નગર ૧, મુરલીધર યુવા ગ્રુપ, મનહર પ્‍લોટ ૬, મંગળા મેન રોડ, જય જાગનાથ મિત્ર મંડળ. સર્વેશ્વર ચોક, જાગનાથ, રાજકોટ. રાજાધિરાજ ગ્રુપ, કાલાવાડ રોડ, નેપ્‍ચ્‍યુન ટાવર પાસે, જય દ્વારકાધીશ ગ્રુપ, આશીર્વાદ કોમ્‍પ્‍લેક્‍સ, રૈયા રોડ, આઈ શ્રી ખોડીયાર ગરબી મંડળ, ગંજીવાડા, ખોડીયાર ચોક, શ્રી કળષ્‍ણ મિત્ર મંડળ, નવા થોરાળા, આરાધના સોસાયટી, કનૈયા ગ્રુપ નવા થોરાડા શેરી૭, કનૈયા ગ્રુપ, ગંજીવાડા શેરી ૭૫, ભાવનગર રોડ, સનાતન યુવા ગ્રુપ, ઠેબર રોડ, જય મચ્‍છોમાં યુવા ગ્રુપ, રણુજા મંદિર પાછળ,  કોઠારીયા મેન રોડ, માલધારી યુવા ગ્રુપ, ઓમ નગર,  બાલાજી યુવા ગ્રુપ, પુનિત નગર, મહાકાલ યુવક મંડળ, ભગવતી પરા, કનૈયા સોશિયલ ગ્રુપ, ઇન્‍દિરા સર્કલ, સોનાની નગરી ગ્રુપ, ગાંધીગ્રામ, શ્રી કળષ્‍ણ ગોવાળિયા યુવક મંડળ, એસ્‍ટ્રોન ચોક, શ્રી ક્રિષ્‍ના યુવા ગ્રુપ, માધાપર ચોકડી, ઠાકર ધણી ગ્રુપ, કોઠારીયા,  જય દ્વારકાધીશ ગ્રુપ, જીવરાજ પાર્ક, મચ્‍છુ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, રાધેશ્‍યામ યુવા ગ્રુપ, ભગવતી પરા, શ્રી ક્રીષ્‍ના સોસીયલ ગ્રુપ, ગાયત્રી નગર, દ્વારકાધીશ ગ્રુપ, જીવરાજ પાર્ક, ભારત નગર, કનૈયા ગ્રુપ, બેડીપરા, બંસીધર યુવા ગ્રુપ, સતાધાર ચોક, અંકુર સ્‍કુલ પાસે, લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ.

 જાહેર નિમંત્રણ

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્‍થાઓ, વિવિધ મંડળો, તમામ જ્ઞાતિ સમાજ, શહેરના તમામ પ્રેસ મિડીયા અને ઇલેક્‍ટ્રોનીક મીડીયા, સોસીયલ મીડીયાના ભાઇઓ,  તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાને સહ પરિવાર મોટી સંખ્‍યામાં આ જન્‍માષ્ટમીની શોભાયાત્રામા જોડાવા અને કનૈયા ના અનેક સ્‍વરુપોના દર્શન ઝાખીનો લહાવો લેવા પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. તેમ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત  જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના અધ્‍યક્ષ રાજાભાઇ, ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા અને કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યુ હતુ. આ વર્ષે જન્‍માષ્ટમીના પાવન પર્વે રાજકોટની ધરતી પર ભક્‍તિ, શ્રદ્ધા અને કળષ્‍ણપ્રેમનો અદભુત સંગમ સર્જાશે તેવો તમામ દ્વારા વિશ્વાસ વ્‍યક્‍ત કરવામા આવ્‍યો હતો.


 

રાધેશ્‍યામ ગૌશાળા દ્વારા યાત્રામાં ર૧ ફલોટસ ગૌશાળામાં ૪૦૦થી વધુ ગાયોને આશ્રયઃ રોજ બટુક ભોજન

રાજકોટ તા. ૩૧: રાધેશ્‍યામ ગૌશાળા રૈયાધાર, પાણીના ટાંકા પાસે, રામાપીર ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ (મો. ૯રર૮૩ પ૩૭૮૦) દ્વારા જન્‍માષ્‍ટમીની ઉજવણીમાં સૂર પૂરાવાશે. બાવન સ્‍થળોએ કૃષ્‍ણ જન્‍મોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી રાધેશ્‍યામ ગૌશાળાના મુખ્‍ય સંચાલક શ્રી રાધેશ્‍યામબાપુના વડપણ હેઠળ વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા તા. ૪ સપ્‍ટેમ્‍બરે યોજાનાર દિવ્‍ય-ભવ્‍ય શોભાયાત્રામાં ર૧ ફલોટસ જોડવામાં આવશે. ગૌશાળામાં રહેલ રામ, કૃષ્‍ણ, મહાદેવ, હનુમાનજી સહિત જુદા જુદા દેવ-દેવીઓની મૂર્તિ જુદા જુદા ફલોટસમાં દર્શનાર્થે રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રાધેશ્‍યામ ગૌશાળામાં ૪૦૦થી વધુ ગાયો આશ્રય લઇ રહી છે અહીં દરરોજ સાંજે આસપાસના વિસ્‍તારના બાળકોને ભોજન આપવામાં આવે છે. કોઇ યજમાન ધાર્મિક પ્રસંગ યોજવા માંગતા હોય તો ગૌશાળામાં સઘળી સુવિધા છે. ગૌસેવા અર્થે સેવાભાવી લોકો તરફથી રોકડ દાન, ઘાસચારો, ખોળ વગેરે આવકાર્ય છે.

 

કાઠિયાવાડી લોકડાયરો માણવા

રાત્રે હેમુ ગઢવી હોલમાં પહોંચજો

રાજકોટ : વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા આજે સોમવારે રાત્રે ૯ વાગ્‍યે શ્રી હેમુ ગઢવી હોલમાં કાઠિયાવાડી રંગત લોકડાયરો યોજાનાર છે. પ્રિત ગોસ્‍વામી, મયુર બુધ્‍ધદેવ, જયેશ દવે, માનસી પટેલ વગેરે કલાકારો ભાગ લેશે. કાર્યક્રમના ઇન્‍ચાર્જ તરીકે પરેશ પોપટ છે. પરેશ પોપટ અને દિનેશ બાલાસરા પ્રસ્‍તુત આ કાર્યક્રમ વિશીષ્‍ટ પ્રકારનો છે. વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશ અપાશે. સૌને લાભ લેવા મહોત્‍સવ સમિતિના અગ્રણીઓ રાજદીપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ વાળા અને તીર્થરાજસિંહ ગોહિલે જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે. 

(2:51 PM IST)